Page:-66
શર્વરી તમે મારા રૂમ પર થઇને જજો..શર્વરી ફટાફટ સિલ્વારાજ ના રૂમ પર ગઈ..મિલનના એકદમ નેચરલ જવાબોથી એ પઝલમાં હતા, સિલ્વારાજ એ એને સોફા પર બેસવા કીધું..શર્વરી બેઠી અને એની સામેના સોફા પર સિલ્વારાજ સર ગોઠવાયા..શર્વરી એક વાત તમને કેહવી છે પણ ફક્ત તમારા સુધી રાખજો .. જુઓ શર્વરી મિલન દવેની છાપ આમ તો કોર્પોરેટ વર્લ્ડમાં જેન્ટલમેનની છે ,મને હજી પણ સમજણ નથી પડતી કે મિલન તમને અને ઇશાન સાથે કેમ કેસીનો જઈ રહ્યો છે ,છતાં પણ આપણી આવતીકાલની મીટીંગ વિષે તમારે મિલન સાથે કોઈપણ વાત થાય તો તમને હું અત્યારે બધી જ ઓથોરીટી સાથે મોકલું છું ..છેલ્લા ત્રણ દિવસના આપણા સીડીઆઈસીના બધા જ ડિસ્કશનોથી તમે વાકેફ છો, અને એના પરથી તમને હવે એટલો અંદાજ તો આવી ગયો હશે કે સીડીઆઈસી ના કાયા ઓટોમોટીવ પાસેથી શું એક્સ્પેકટેશન છે,અને શું ઈન્ટરેસ્ટ છે..! એટલે આવતીકાલની મીટીંગ વિષે તમારે કોઈપણ વાત થાય મિલન જોડે કે અને એવો સમય આવે કે મિલન દવે કોઈ પોઈન્ટને પકડી રાખવાના મૂડમાં હોય અને જે આપણી ફેવરમાં ના હોય તો એને તમારે આપણી ફેવરમાં લાવવા માટે..સામ ,દામ .દંડ અને ભેદ..ચારે નીતી વાપરવાની છૂટ છે ,જો શર્વરી સામ માં મિલન સમજે તો સારું છે અને જો દામની વાત આવે તો તમે દસ કરોડ રૂપિયા સુધીનો કટ તમે સીધો જ મિલન દવેને ઓફર કરી શકો છો ,અને હા દસ કરોડ કે એનાથી વધારે કઈ એનુ એક્સ્પેકટેશન હોય અને ડીસીશન સીડીઆઈસીની ફેવરમાં હોય તો રાતના ગમે તેટલા વાગ્યા હોય તમે મને ફોન કરી શકો છો..અત્યારે તમારી લીમીટ મિલન દવે માટે દસ કરોડ રૂપિયા છે..શર્વરી મૂંગા મોઢે સાંભળતી રહી એને સમજણમાં જ નોહતું આવતું કે એની સાથે આ શું થઇ રહ્યું છે, ગુપ્તાજીની જોડે વાતવાતમાં બોલાયેલો શબ્દ “મિડલમેન” એકદમ જ એના જીવનમાં આવી ગયો,જાણે કે અજાણ્યે હવે એને સીડીઆઈસી બેંક અને કાયા ઓટોમોટીવ બંને કંપનીના એમ.ડી.ની વચ્ચે “મિડલમેન”ની ભૂમિકા ભજવવાની આવી હતી..
બે મિનીટના સાયલન્સ પછી શર્વરી બોલી સર આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ..સિલ્વારાજએ કીધું શર્વરી મને મિલન દવેએ મોટી હિન્ટ આપી છે, એણે મને સામેથી કહ્યું છે કે તું સીડીઆઈસી અને કાયા વચ્ચે ને સારામાં સારો બ્રીજ બની શકે તેમ છે.. શર્વરી બોલી સર મેં આવું કામ ક્યારેય કર્યું નથી પણ મને લાગે છે કે હું પ્રયત્ન ચોક્કસ કરી શકીશ.. CONT..67