Page:-67
સિલ્વારાજ સર બોલ્યા..ઓકે ગુડ લક શર્વરી જે કઈ થાય તેનો મને રાત્રે મોબાઈલ પર મેસેજ ચોક્કસ આપજે. શર્વરી એ કીધું ..ફોર શ્યોર સર ગુડ નાઈટ ..એટલું કહીને શર્વરી સિલ્વારાજ સરના સ્યુટ રૂમમાંથી બહાર નીકળી અને લીફ્ટ તરફ આગળ વધી..ફરી એકવાર લીફ્ટ ખુલી અને અંદર ચિરાગ હતો,ચિરાગ શર્વરી ઉપાર સતત નજર રાખતો હતો..
શર્વરી ચિરાગ હતો એ લીફ્ટમાં ના ગઈ અને બાજુની લીફ્ટમાં જવા ગઈ ચિરાગએ એને હાથ પકડી અને જબરદસ્તીથી પોતાની લીફ્ટમાં ખેંચી લીધી અને લીફ્ટનું ડોર બંધ કરી નાખ્યું, અને લીફ્ટ નીચે લોબી તરફ જવાની બદલે ઉપર ટેરેસ તરફ જવા માંડી..
શર્વરીએ ચિરાગના હાથમાંથી છૂટવા માટે છૂટવા માટે થોડા ધમપછાડા કર્યા..ચિરાગે એના એક હાથથી શર્વરીનું મોઢું દબાવી દઈ અને બીજા હાથથી એનો હાથ પકડી અને મચડી નાખ્યો અને બોલ્યો ફક્ત બે જ મિનીટ છે મારી પાસે સરૂ ,એટલે હવે વધારે નાટક ના કર લીફ્ટમાં કેમેરો પણ ચાલુ જ છે અને ઉપર છત પર સિક્યુરીટી ઉભી જ હશે.. એટલે તને જેટલું હું કહું છું એટલું ચુપચાપ સાંભળ .. હું હવે જે કહું છું એ ફક્ત અને ફક્ત તારી જ લાઈફ માટે કહું છું..સરૂ તારા ઢોર જેવા હસબંડ પીયુષને લાત મારીને છોડી દે અને પેલા ઇશાન જોડે તારી લાઈફ સેટ કર, મિલન દવે પાસેથી ખાલી મને ઇન્શ્યોરન્સની ફેવર અપાવ એક કરોડ રૂપિયા નેટ હું તને અપાવીશ ત્રીમ્પોલી પાસેથી ,અને હા પછી જો તારે અને ઇશાને ત્રીમ્પોલી જોઈન કરાવી હોય તો બંનેને ત્રીસ ત્રીસ લાખનું ઈન્ડીવિજ્યુઅલ પેકેજ અથવા ઇશાનને અને તને બંનેને ત્રીમ્પોલીની હેડ ઓફીસ બર્લિન જર્મનીમાં જોબ, અને એમાં પચાસ હજાર યુરોનું ઈન્ડીવિજ્યુઅલ પેકેજ તમારા બનેનું ,હવે તારે જે નક્કી કરવું હોય તે કર,હવે તું પણ છુટ્ટી અને હું પણ છુટ્ટો ,પણ છેલ્લી વાર કહું છું આવો ચાન્સ લાઈફ તને ફરી નહિ આપે કશું જ છોડીશ નહિ ઇશાન કે ત્રીમ્પોલી બંને તને લાઈફમાં ફરી નહિ મળે..
અને છત પર પોહચેલી લીફ્ટના બારણા ખુલ્યા,અને એક જ ઝાટકે શર્વરીને છોડી અને ચિરાગ સીધો લીફ્ટની બહાર નીકળી અને દોડતો પગથીયા ઉતરવા લાગ્યો , ચિરાગના આવા વર્તનથી બઘવાઈ ગયેલી શર્વરીએ લીફ્ટના અરીસામાં સૌથી પેહલા તો પોતાની જાતને જોઈ અને થોડા વાળ અને કપડા સરખા કર્યા અને લીફ્ટના દરવાજા બંધ કર્યા અને લોબી માટેનું એલનું બટન દબાવ્યું CONT..68