Page:-76
મિલન શર્વરી દરિયાને કિનારે મર્સિડીઝ પાર્ક કરી અને ઉભા રહ્યા અને સિગારેટ પીતા ઉભા ઉભા વાત કરતા રહ્યા શર્વરી બોલી રેહવા દો ખોટા સપના મારે નથી જોવા જીજુ , મારાથી બે કરોડ ક્યારેય ભેગા થવાના નથી અને હું ડિવોર્સ લઇ શકવાની નથી.. મિલન બોલ્યો તારે ખરેખર ડિવોર્સ લેવા છે અને એ પણ બે કરોડ રૂપિયા ખર્ચીને? શર્વરી બોલી હા મારે પેહલા તો એ ફેમીલીમાંથી છૂટવું છે..મિલન બોલ્યો તું જો તૈયાર હોય તો હું એક રસ્તો બતાવું..શર્વરી બોલી બતાવો જીજુ .. જો શર્વરી તને ખબર છે અત્યારે તું એક જ વ્યક્તિ એવી છે કે જે ત્રણ કંપનીના એમ.ડી. ને ઓળખે છે, મારી મિડલમેન બની જા ચિરાગ અને સિલ્વારાજની વચ્ચે..! શર્વરી તરત જ એકદમ હરકતમાં આવી ગઈ બોલો કેવી રીતે ? મિલન આંખો ઝીણી કરીને બોલ્યો શર્વરી તું મારા લગ્નમાં આવી હતી એટલી નાની નથી અત્યારે પ્લીઝ ડોન્ટ આસ્ક મી કેવી રીતે.. યુ નો બેટર ,ઓકે.. શર્વરી બોલી શું એક્સ્પેકટ કરો છો તમે?ગીફ્ટ સીટી ગાંધીનગરના ડાયમંડ ટાવરનો એક આખો ફ્લોર.. શર્વરી બોલી જીજુ સો કરોડનો થાય ઓછામાં ઓછો..
ચાલશે..શર્વરી બોલી દસ કરોડની લીમીટ છે મારી પાસે..ચિરાગની કેટલી છે ? પાંચ કરોડની..!નક્કી તારે કરવાનું છે શર્વરી કોણ કેટલુ આપશે અને મારી પાસે શું છે એની તને ખબર છે તું નક્કી કર, મને મારું જોઈતુ મળવું જોઈએ.. ડાયમંડ ટાવરનો આખો ફ્લોર રીના ભટ્ટના નામ પર લેવાશે , લાયેઝનીગ અને ડોક્યુમેન્ટેશન તારે કરવાનું , વાયબ્રન્ટ ગુજરાતમાં રીનાને યુસેસથી બોલાવી લે અને એમઓયુ કરાવી દે..શર્વરી બોલી જીજુ એ બધું બરાબર થઇ જશે ,પણ મારી પાસે તો ટોટલ પંદર કરોડ રૂપિયાની જ લીમીટ છે..
મિલન અછડતુ હસીને બોલ્યો શર્વરી લીમીટ કેવી રીતે રાખવી ,તોડવી ,ખોલવી,વધારવી , આ બધું મારે તને શિખવાડવાનું છે કે શું ?તારી સામે તારી લાઈફનું ટાર્ગેટ સેટ છે ગાંધીનગર ગીફ્ટ સીટીના ડાયમંડ ટાવરનો એક આખો ફ્લોર..! જેની ઓફીશીયલ કિમત પચાસ કરોડ છે અને ગુજરાત સરકાર બાંધશે એને , સબકોન્ટ્રાક્ટીંગ થશે, બિલ્ડર રાજકારણી બધા વચ્ચે માલ ખાશે તારે એ બધું સંભાળી લેવાનું..શર્વરી બોલી પણ જીજુ ચાલો લીમીટ મેં બંને પાસે વધારાવી અને ટાર્ગેટ એચીવ કર્યું તો તમે ચિરાગ અને સિલ્વારાજને શું આપશો ? મિલન બોલ્યો એ પણ તારે નક્કી કરવાનું શર્વરી , તને ખબર છે કે મારી પાસે શું છે અને મારે શું જોઈએ છે..CONT..77