Page:-98
મિલન તરફથી સીધું ફરમાન જ હતું એટલે હા ના કરવાનો સવાલ જ નોહતો શર્વરીએ ફોન મૂકી અને સિલ્વારાજને લગાડ્યો સર મિલન દવેનો ફોન હતો અને એ પરમ દિવસે આણંદ આવે છે અને મને એમની સાથે લઇ જવા માંગે છે, એટલું બોલી અને શર્વરી અટકી ગઈ..સિલ્વારાજ થોડા અકળાયા અને બોલ્યા પર્સી પણ ઇશાનને સાથે લઇ જવા માંગે છે ,આ બધું શું છે શર્વરી ?મને સમજાતું નથી મિલન હજી ગોવાની પાર્ટી મૂડમાંથી બહાર આવ્યો નથી કે શું ? સિલ્વારાજનો મૂડ અને અકળામણ પારખી ગયેલી શર્વરી બોલી સર મને પણ આ બરાબર નથી લાગતું હું અત્યારે સીડીઆઈસીની એમ્પ્લોઇ છું, કાયાની નહિ અને કાયાના પ્લાન્ટ પર જઈને મારે શું કરવાનું છે ?કોઈ એજન્ડા તો હોવો જોઈએ ને સર.. શર્વરીની વાત સિલ્વારાજને યોગ્ય લાગી એ બોલ્યા ઠીક છે આ વખતે શર્વરી તમે જઈ આવો એમની સાથે અને હું ઇશાનને પણ પર્સી સાથે મોકલુ છું પણ મિલન સાથે મારે ચોખવટ તો કરવી પડશે કે આ બધું શું છે? શર્વરીનો દિવસ પૂરો થયો રાત્રે ઘણા દિવસે પોતાની પથારી મળી હતી પણ આંખમાં ઊંઘ નોહતી ..પથારીમાં પડી પડી ખાલી મોબાઈલ સાથે રમતી હતી ,વિચારો ચાલ્યા જતા હતા ત્યાં એક વોટ્સ એપ મેસેજ આવ્યો લવ યુ સરૂ..ચિરાગનો મેસેજ હતો શર્વરી તરત જ ઓફ લાઈન થઇ ગઈ…ચિરાગ દિલ્લીમાં પોતાના આલીશાન ફ્લેટના બેડમાં પડ્યો પડ્યો વિચારતો હતો કે ત્રીમ્પોલીને એક જ ડીલમાં મેં ક્યાંની ક્યાં મૂકી દીધી મેં,હવે નવો સ્ટાફ લેવો પડશે મારે અને ત્રીમ્પોલીનું આખું તંત્ર ફરી ગોઠવવું પડશે.. કાયા ઓટોમોટીવ અને કાયાના બીજા ધંધા કાયા સ્ટીલ ,કાયા ઇન્ફોસીસ એમ બધું થઈ ને ઓછામાં ઓછું લાખ કરોડ રૂપિયાનુ કાયા ગ્રુપ ઓફ કંપનીઝનું કામકાજ અને એ બધામાં એકવાર ઘુસીએ તો ..કાયા ગ્રુપમાં પગપેસારો તો થઈ ગયો અને આ બધામાં ઘુસી જવાય તો પછી તો…ચિરાગ બધા પ્લસ માઈનસ વિચારતો રહ્યો.. શર્વરીએ તો સારી એવી ઘૂસ મારી દીધી છે કાયા ઓટોમાં અને પર્સી જોડે અને હવે જો હું શર્વરીને જો સીડીઆઈસીમાંથી ઉપાડી લઉં અને ત્રીમ્પોલીમાં સેટ કરી લઉં તો કાયા ઓટોમોટીવનો ધંધો પરમેનેન્ટ થઇ જાય,અને કાયાના બીજા ધંધામાં ઘુસવા માટે શર્વરી થ્રુ પર્સી ખંભાતા ..અને હા બીજું અત્યારે મિલન દવે જેટલો ટેલેન્ટેડ માણસ બીજો કોઈ ઓટોમોબાઈલ સેક્ટરમાં ઇન્ડિયામાં નથી એટલે આવનારા દસ વર્ષ માટે તો મિલન કાયા ઓટોમાં પાક્કો જ છે, અને પર્સી હજી ચોવીસ વર્ષનું બચ્ચું છે,એની માં મેહરાન ખંભાતા ગમે તેટલી ઇન્વોલ્વ થાય પણ પર્સીના બાપ જહાંગીર કાવસજીને CONT..99