Page 7
એક દિવસ ભારતી કાકી અને યોગેશકાકા કાકા ઍ મને પૈસા આપ્યા અને એ બંનેની સ્વીઝરલેન્ડ ની ટિકીટો મારી પાસે કરાવી, ધક્કો મારી ને સ્વિત્ઝરલેન્ડ એ બન્નેને મોકલ્યા માથેથી દુ:ખના પર્વત ઓછા કરવા ..
બરાબર એક વર્ષ પછી અનેરી જન્મી અને એમનું જીવન થાળે પડયુ ,અને તરત જ બીજા વર્ષે અનુજ જન્મ્યો ..
પણ જીવનની પૂર્વી ના સુખની સાડાસાતી એના અંત તરફ ધસતી જતી હતી.. નસીબમાં લખાયેલા સુખ સાડાસાતીમાંથી ખાલી પાંચ વર્ષ ભોગવવા મળ્યા પૂર્વીને ..
છેલ્લા અઢી વર્ષમાં સુખની સાડાસાતી એનો દિકરો લઈ ગઈ પણ અંશના બદલે બે બીજા સંતાન આપી અને થોડું સરભર કર્યુ ઈશ્વરે ..
અને છેવટે એક દિવસ પૂર્વી ના સુખની સાડાસાતી નો અંત થયો…
ઍક દિવસ ખબર પડી કે ઉમેશ ને બલ્ડ કેન્સર છે ,ઉમેશ હવે વધુ મા વધુ ત્રણ વર્ષ…
“ટિનીયા હું તો હવે વર્ષ બે વર્ષ ,” એક રાત્રે ગલ્લે લઇ જઈને ઉમેશે વાત કરી મને ઍના બલ્ડકેન્સર ની,
મારા તો બધા દરવાજા ખૂલી ગયા ચાર રસ્તાની વચોવચ પછા`ડા મારી મારીને હું અને રડ્યો.
“બે કામ કરવાના છે ટીના તારે મારા ,” રાત ના બે વાગ્યા મને શાંત કર્યો બીજા મિત્રો ઍ અને ઉમેશે..
મેં રડતા રડતા કીધું બૉલ મારો જીવ લઈ લે ઉમલા પણ તું જીવતો રહે ,ઉમેશ બોલ્યો ..ના ટીના મારે પેહલા તારી બૈરી ને જોવી છે, અને બીજુ શિરીષને શોધવાનો છે.
“શિરીષ કોણ ?” મે પુછયુ
મને આખી વાત કરી આખી રાત હુ ઉમેશ સાથે રહ્યો, રડ્યો છાનો રહ્યો ,પાછો રડુ ,પણ ઉમેશ મક્કમ આજે જે કોઈ વાત થાય એ વાત એમની પૂર્વી ને કોઈ કાળે નહી જ કરવાની ..
ઉમેશની ઈચ્છા પૂરી કરવી એ મારા માટે પેહલી પ્રાયોરીટી હતી, મારી માટે ફટાફ્ટ છોકરીઓ જોવા નુ ચાલુ કર્યુ .મને ,ઉમેશ ,અને પૂર્વીભાભી ને ત્રણે જણાને વંદના ગમી અને અમારા ઘડિયા લગન લેવાયા.. દિવસો જતા ગયા ઉમેશના અંતિમ દિવસો નજીક આવ્યા,ઍક દિવસ ઉમેશ જેમતેમ કરીને રિક્ષામાં મારા ઘરે આવ્યો ,એના હાથમાં ઍક મોટુ ખોખુ હતુ ,લગભગ બૂટ નુ ખાલી ખોખુ હોય તેટલુ ઉમેશ મારા રૂમમાં આવ્યો અને એણે બારણું બંધ કર્યુ.
ઉમેશે મને એની પાસે બેસાડ્યો અને મારા માથે હાથ ફેરવતા બોલ્યો .. મારી જાન ટીનુડા હવે હું તને જે કહુ તે સાંભળજે જરાક પણ રડતો નહી , પેહલાથી જ તને કહી દઉં છું , જો ટીનું શિરીષ મને મળી ગયો છે ,મારે શિરીષ જોડે બધી વાત થઈ છે , મારા મરણ પછીના ઍક મહિને આ ખોખુ તારે ખોલવાનુ છે , શિરીષના નંબર છે આમા ,મારા વિલ અને મારી અંતિમ ઈચ્છા લખેલા કાગળના ઍક સરખા ચાલીસ કવર છે ,અને એ દરેકે દરેક કવર પર જે તે વ્યક્તિના નામ અને સરનામાં લખેલા છે સરનામા લખેલા છે, આ બધા જ કવર તારે પોસ્ટ કરવાના છે, જેથી એ કવરો જેના માટેના છે એ એ વ્યક્તિને મળી જાય ,અને બાકી બધુ તારે શું કરવું તે આમા લખેલુ છે.હવે તું જા ગલ્લે મારી અને સિગારેટ લેતો આવ, હુ ઉમેશ માટે સિગરેટ લેવા ગયો એટલા સમયમાં બીજું ઍક કવર જેની ઉપર મારૂ નામ હતુ તે ઉમેશે મારી પત્ની વંદના ને આપી દીધુ અને પોતાના મરણના એક મહિના પછી ખોલવા નુ કીધુ ત્યા સુધી મારા હાથ મા ઍ કવર ના આવે ઍનું ખાસ ધ્યાન રાખવનું ઉમેશે વંદનાને કીધુ.
મને થોડો ઘણો અંદાજ આવી ગયો હતો કે કવરોમાં શું હશે..પૂર્વીભાભી ને શિરીષ જોડે ફરી પરણવા ની જવાબદારી મારા માથે નાખતો હતો ઉમેશ.. દિવસો વીતતા ગયા ઉમેશ ની પીડા વધતી ચાલી અને હું પેહલા ભગવાન ને પ્રાર્થના કરતો હતો કે ઉમેશને જીંદગી આપ એ જ હું હવે ભગવાન ને પ્રાર્થના કરવા લાગ્યો કે હવે લઇ લે ભગવાન ઉમેશ ને..
Previous Page | Next Page