૧૪ મી સપ્ટેમ્બર ટાઇમ્સ ઓફ ઇન્ડીયા એ એક વિવાદ નો મધપુડો છેડયો …..
“OMG: Deepika Padukone’s cleavage show”.
બસ થયુ દિપીકા ઉછળી…અને એણે સામો જવાબ નાખ્યો ….
“YES! I am a Woman. I have breasts AND a cleavage! You got a problem!!??”
થયુ ત્યારે પછી તો ફિલ્મ વાળા અને પત્રકારો અને જનતા બધુ ભેગુ થઇ બાંયો ચડાવી ને મેદાન મા આવી ગયુ …સામસામે ચાલી …. ગાળા ગાળી… ફરી પાછુ બળતા માં દિપીકા એ ઘી રેડયુ ….
“Don’t talk about Woman’s Empowerment when YOU don’t know how to RESPECT Women!”
લો પાછા નારીવાદી લોકો કુદી પડયા હવન ચાલુ છે ટવીટર પર ….
બહુ નાના હતા ત્યારે ખાનપુર રેહતા ત્યારે સ્પેશિયલ પાછળ નદી કાંઠે ઝુપડપટ્ટી નો ઝઘડો જોવા જતાં….જોરદાર ગાળો બોલે સામસામે અને નવી ગાળો નુ સર્જન થાય મારામારી થાય છેલ્લે બધા ચા પી ને છુટા પડે …અને અમે ટેણીયા મેણીયા કશુ જ સમજ્યા વિના પાછા આવીયે … કોનો ઝઘડો હતો..? કેમ હતો ..? શેના માટે હતો કંઇ કરતા કંઇ જ ખબર ના પડે અને બુમાબુમ અને ગાળો સાંભળી ને પાછા આવવા નુ ….
આવુ જ કંઇક આ દિપીકા વાળા કેસ માં થયુ , પેલા ટાઇમ્સવાળા એ આવુ કેમ લખ્યુ જ.?
તો કે રામ જાણે … હવે મારા જેવો તો કહે અલી તેં એવુ પહેર્યું કેમ .. .તે પહેર્યું તો પેલા એ જોયુ અને એણે લખ્યુ .. ત્યારે શુ વળી હેં .? એમા આટલી મગજમારી શેની …
હવે બીજી બાજુ થી આવ્યુ મારે જે પેહરવુ હોય તે પેહરુ તુ બોલનારો કે લખનારો કોણ ? હારુ ત્યારે તમારી મરજી નુ પેરો બસ માતા…
અને ટાઇમ્સવાળા તને લખવા માં ભાન નથી રે’તુ … ઘર મા તારે માં બેન છે કે નહી …? નાલાયક તેમાંનો ..
સારુ બસ હવે તો શાંત થાવ.. ના નહિ થઉ … હું સ્ત્રી છુ અને કોઇ પણ માણસ આવુ કોઇ સ્ત્રી માટે કહી જ કેમ શકે …..
સારુ લે હુ મારા જીમ ના પેહલવાનો
cleavage! ની વાતો કરુ …
લે હાય હાય તમે એવી ગંદી વાતો કરશો ….
ઓ ભઇ ૫૬ ની છાતી જોઇએ એના માટે અને અમારા પેહલવાનો તો અખરોટ ફોડે cleavages! થી મજુરી કરવી પડે અને ખાવુ પડે ..ખાધેલુ પચાવુ પડે ત્યારે શરીર પર ચડે અને તાકાત આવે ….
એમ તો અમે હિરોઇનો કંઇ ઓછી મજુરી કરીએ છે…..
પાછી કુદી વચ્ચે ..
ઓ ભગવાન શુ કરવુ બોલો …. બે માં થી કોઇ છાલ છોડતુ નથી….
બાઝ કયાં તો બાઝવા દે .. બસ જેને મન માં જેમ આવે તેમ લખે છે…
તમને કેવુ લાગ્યુ બોસ સાચુ કેહજો …. હોં ..મજા આવી ને … મને તો નાનપણ થી જ ઝઘડા જોવા ગમે છે… એ તારી માં ને … અરે જા તારી બેન ને ….. અહાહાહા …. કાન માં હજી ગુંજે અને આંખ મા દિપીકા નો ફોટો ….
શુભ રાત્રી
– શૈશવ વોરા