અમુલ દૂધ ..
કાલે લગભગ વોટ્સ એપ ના બધા જ ગ્રુપ માં એક દૂધ ની એક થેલી નો ફોટો આવ્યો…..જોરદાર મોટુ કૌભાડ પકડાયુ ..!!અમુલે ૨૧ મી તારીખે ૨૩ મી તારીખ છાપી ..હે રામ..!!! આ શુ કર્યું અમુલે …!! અમે દુધ બે દિવસ વેહલા નું પી ગયા … તાજું નહિ સુપર તાજું દૂધ પી ગયા ..વા વાયો નળીયુ ખસયુ .. કુતરુ ભસયુ … આગ લાગી … દોડો ભાઇ દોડો ગાય દોડી. ..હરણ દોડયું …વાઘ દોડયો. વોટસ એપ દોડયુ.. …ફેસબુક દોડયુ … ટવીટર દોડયુ… આખુ જગલ દોડયુ …મને તો ટેનશન ટેનશન થઇ ગયુ .. હુ આજે આ શુ પી ગયો … વાસી દુધ તો પીધુ છે ..પણ આ વધારે પડતુ તાજુ દુધ… હુ કેમનુ પી ગયો ? પછી છેલ્લે અમુલે ટ્વીટ કર્યું કે ભાઈ .. એ થેલી પર નાખેલી તારીખ તેની મેન્યુફ્રેકચરીંગ ડેટ નથી … એક્ષ્પાયરી ડેટ છે…
સોસીઅલ મીડિયા ની એક ઓર ફજેતી …કોઈ પણ ખાદ્ય પદાર્થ માં તેની એક્ષ્પાયરી ડેટ નાખવી ફરજીયાત છે … પણ કોઈ મારા જેવા કોઈ હોશિયાર ને સવાર સવાર માં થેલી જોઈ અને કીડો ઉપડ્યો …અને ફોટો પડ્યો …વાયરલ થઇ ગયો …
પણ કાળા વાદળા ની રૂપેરી કોર .. બધાને જ્ઞાન મળ્યું કે ૨૩ મી પેહલા આ દૂધ ની થેલી વાપરવા ની છે …
ઉતાવળા સો બાવરા કીમત એક બદામ ..
શુભ રાત્રી
– શૈશવ વોરા