Page :-2
મહાપરાણે મનોહરલાલે મૌન તોડ્યું .. ના ના ના જગદીશ ભાઈ એવું ના કરશો .. બધું થઇ પડશે તમે ને ભાભી અમેરિકા મેઘના પાસે જાવ , એની પેહલી ડીલીવરી છે.. તમારા બંને ની ત્યાં જરૂર વધારે છે , અને અમે અહિયાં બધું પતાવીશું અને લાલો તો મારે ઘેર જ રેહશે …જગદીશભાઈ એ કીધું મારું મન નથી માનતું મનોહરલાલ … મનોહરલાલે ભારપૂર્વક કીધું .. મારા સમ છે જો તમે અમેરિકા નથી ગયા તો …. એકબાજુ તમે જ મને કહો છો કે બધું થઇ પડશે અને બીજી બાજુ તમે પોતે જ ઢીલા પડો છો આમ કેમ ચાલે ..? જગદીશભાઈ એ ઊંડો નિસાસો નાખ્યો..ખરી કસોટી કરે છે આ ભગવાનીયો મારી … એક બાજુ મારી દીકરી અને બીજીબાજુ તમે …એમ બોલીને લાચાર નજરે જગદીશભાઈએ મનોહરલાલની સામે જોયું …મનોહરલાલ એ કીધું …થઇ પડશે બધું ચિંતા છોડો .. એક વચન આપો જગદીશભાઈ … જગદીશભાઈ એ કીધું બોલો શું …? મનોહરલાલ બોલ્યા ..અત્યારે તમે અમેરિકા જાવ છો ત્યાં સુધી મારી કીડની ફેઈલ છે એવું તમારે કોઈ ને કેહવાનું નથી.. , નથી તમારા ઘર માં કે નથી મારા ઘરમાં… તમે અમેરિકા જાવ ત્યાં સુધી માં બબલુ ની પરીક્ષા પૂરી થઇ જશે અને પછી કહીશું ..અને અમેરિકા માં પણ તમે કોઈ ને કેહતા નહિ , ત્યાં તમારી મેઘનાની તબિયત પર અવળી અસર પડે .. માટે વાત ને અહી દાટી દો જગદીશભાઈ ,અને આ ફાઈલ અહિયાં હોસ્પિટલમાં ભલે રહી ,ઘેર લઇ જ નથી જવી … આવતે અઠવાડિયે હું ,લાલો અને બબલુ આવીશું અને બધું ફાઈનલ કરી નાખશું …જગદીશભાઈ એ કીધું મનોહરલાલ સાચું બોલો છો ને તમે ..? મનોહરલાલ તમે કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવશો ને ..?જગદીશભાઈ ને ઊંડે ઊંડે બીક હતી કે આ ટ્રાન્સપ્લાન્ટ નહિ કરાવે, મનોહરલાલએ જવાબ વાળ્યો હા ચોક્કસ કેમ નહિ ..? હવે જ તો આપણા સુખ ના દિવસો આવે છે જગદીશભાઈ … તમે ટૂંક સમયમાં નાના બનવાના પછી દાદા એમ મારે પણ નાના અને દાદા બનવું છે ભાઈ …જગદીશભાઈએ કીધું ઠીક છે..સારું ત્યારે ફાઈલ અહિયાં જ મુકાવીએ ….
બને જણા ફાઈલ ઓળખીતા ડોક્ટર પાસે મુકાવી અને લાલબસ માં ઘેર પાછા ગયા…લગભગ રાત પડી હતી ,મનોહરલાલ અને જગદીશભાઈના ઘર પણ આજુબાજુ માં જ હતા , નવા વાડજ ના અખબાર નગરમાં જ રેહતા હતા બને ,અને વર્ષો સુધી એસટી માં ક્લાર્ક હતા , રોજ સવારે લાલબસ પકડી અને ગીતા મંદિર જવાનું અને સાંજે જોડે પાછા આવવાનું ,આવો નિત્યક્રમ વર્ષો સુધી ચાલ્યો ,સંતાન માં બને ને એક દીકરી અને એક દીકરો હતા … જગદીશ ભાઈ નસીબ ના થોડા બળિયા હતા , એમની દીકરી મેઘનાને અમેરિકા નો વર મળી ગયો ,અને દીકરો લાલો પણ ગ્રેજ્યુએટ થઇ ને નોકરીએ લાગી ગયો હતો , To read page 3 click here
No Comments