વહુ અને વરસાદ ને જશ નહી…
એક મહિના થી આવતો નો તો ..તો કહે બહુ કરી ….. અને આવ્યો તો કહે હેરાન હેરાન થઇ ગયા….
આજે બધી નદીઓ ગાંડીતુર છે..લોકમાતાઓ ઉફાન પર છે… રૌદ્ર રૂપ ધારણ કર્યા છે…મારી સાબરમતી આજે પોતાના પાણી એ બે કાંઠે છે..૭૦ હજાર કયુસેક પાણી આવ્યુ છે …. વાસણા બેરેજ ના દરવાજા બધા ખુલ્લા છે…ઉપરવાસ ના વરસાદ પર બધુ ગોઠવાશે …. ૩ લાખ કયુસેક પાણી સુધી રિવરફ્રંટ સલામત છે… પછી સાબરમતી કાંઠા તોડે .. અને અમદાવાદ ને ધમરોળે….. આ વરસે એવી શકયતા નથી….
મહીસાગર ચડતો જાય છે અને વિશ્વામિત્રી વડોદરા માં ફરવા નીકળી ચુકી છે… તાપી અને નર્મદા લગભગ ભયજનક સપાટીએ છે.. તંત્ર સાબદુ છે …પણ હજી ઘણુ બાકી છે…જો કે જગત નો તાત એટલે કે બાપ…. ખેડુત… આ વરસ નો હજી બાર આની વરસાદ ગણે છે….એટલે આપણી ભાષા મા પંચોતેર ટકા વરસાદ થયો….હજી ૨૫ ટકા બાકી છે…. દસ દિવસ રહી ને ફરી વરસાદ આવી જાય તો દિવાળી સુધરી જાય…..સાહેબ ને ઇકોનોમી સુધારવા થોડી ઓછી મેહનત પડે…બજારો દોડે….જોકે જુવાન છોકરાઓ ગાળો આપે ..નોરતા બગડે…. પણ કદાચ બગડશે પણ ખરો ..અને પાછોતરો વરસાદ દિવાળીને પણ ભીંજવે ….
કેટલાક દુઃખીયારા ને આ મેઘ વધરે દુઃખી કરે ….એક દુઃખી પાડોશી ને દેડકા નુ વરસાદી ગાન નડયું ….. મને પુછે આ મચ્છર ની જેમ દેડકા ઓ નુ કઇ ના થાય… કંઇ કેમીકલ લાવો ને યાર… રેડી દઇએ બધા પતી જાય …. લો હવે દેડકા પણ પતાવા છે… આ માણસ જાતે કેટલુ બધુ નિકંદન કાઢયુ અને પાછા હજી નવા ટારગેટ સેટ કરે છે….હવે દેડકા પતાવો….. હે પ્રભુ….કુદરત આટલા બધા સંકેતો મોકલે છે ….કાશ્મીર મા જે આર્મી ના જે જવાનો ને પથરા અને ગોળીઓ મારતા હતા …. આજે એ જ જવાનો પોતાનો જીવ જોખમ મા નાખી ને એ લોકો ને બચાવે છે… ફરી એના એ જ કાશ્મીરી ઓ લાલચોક મા આર્મી ને પથરા મારશે….. એક જ શબ્દ છે. .. બેગૈરત….
સલામ છે એ જવાનો ને એમની ધીરજ ને અને દરિયાદિલી ને પોતાને ગોળી અને પથ્થર મારનાર ને પણ આજે હસતે મોઢે મુસીબત માં થી બહાર કાઢે …
ખાલી વહુ વરસાદ નહી આર્મી ને પણ જશ નહી…
શુભ રાત્રી
– શૈશવ વોરા