Page-1
સરમણ ,એ સરમણ વયો જા આયથી .. મારા બાપ હજુ તને કાઉ છું … તારો ને મારો નો મેળ બેહે સરમણ , કાંક સમજ સરમણ..બે હાથ જોડી ,દયામણા મોઢે જદ્દન કરગરતી રહી..સરમણ અને જદ્દન બને જણા જુનાગઢની તળેટીમાં ગઢથી થોડા દુર સાંજ નો પોહર, ઢળતો સુરજ અને ધીમો તાપ…જંગલમાં એક નાના મંદિરની પાછળ, ડુંગરની ધારે અવાવરું કુવા પાસે પોહચી ગયા હતા … પેહલા મન ભરી ને પ્રેમ કર્યો બે ઘડી એકાંતે ….પછી એકદમ જદ્દ્ન ને યાદ આવ્યું કે એ તવાયફ છે ….સરમણ ઓગણીસ વટાવી ને વિસે પોહચેલો એક બાંકો જવાન…કાચી દાઢી અને પાકી મૂછો ..પાંચ હાથ પૂરો ઉંચો, બાંકો કાઠીયાવાડી જુવાન …ગોરો કસાયેલું શરીર …અડધો ઉઘાડો શરીરે ,ખાલી એક પંચિયું લપેટી અને અને ગુસ્સામાં ને ગુસ્સામાં કુવામાંથી ડોલે ડોલે પાણી ખેંચી , બહાર કાઢી અને ડોલ પાણી પોતાના શરીર પર રેડતો રહ્યો .. જદ્દન એના આખા ઉઘાડા ભીના કસાયેલા શરીર ને પંચિયામાંથી આરપાર જોતી અને ફફડતી રહી હતી,જદ્દન પણ ઓગણીસ વર્ષની હતી ,એક તવાયફ, લખનૌની …જન્મી ત્યારથી જ પુરુષની નજર પારખતાં શીખી હતી ..અને કોને કેમ રીઝવવો એની તાલીમ એને અપાઈ હતી …ઉમરના વીસમાંવર્ષે હજી કુંવારી હતી ,એનું રૂપ અપરંપાર હતું અને જોબન હિલ્લોળે ચડ્યું હતું … જદ્દ્નની માં સુલતાના બેગમ એક સારા બકરાની તલાશમાં હતી જદ્દ્નની નથ ઉતારવા માટે …પણ જદ્દન દિલ હારી બેઠી સરમણ પાસે.,સરમણ જુનાગઢ ના નવાબની ચાકરીમાં હતો , નવાબના હુક્કા ભરતો અને મેહલ માં મુજરા થાય ત્યારે નવાબના સિહાસન ની પડખે બેસી અને નવાબ સાહેબ ની હુકમી ઉઠાવતો સરમણએ પચીસેક ડોલ પાણી કુવામાંથી ખેંચી પોતાના શરીર પર ખાલી કરી નાખ્યું પછી થોડો હાંફ ચડ્યો ..અને ગુસ્સાથી બોલ્યો લાવ મારા કપડા જ્દ્દ્ન, જદ્દનબાઈએ પોતાની ચુંદડી ફેકી પેહલા લે પેહલા તારું ડીલ કોરું કર્ય લે .ના … એમ કરી ને સરમણએજદ્દન ની ચુંદડી બાજુ પર ફેંકી … click here cont.page-2
No Comments