Page-16 આ તો હીજડો સે …હાલ્ય હવે આ રાત ઈમને ઈમ ના જાવા દે નકર કાલે કાઈ નવો બીઝો કકળાટ આવશે ….સરમણ ઉભો થયો અને જદ્દ્નને ભેટી પડ્યો અને સરમણ અને જદ્દ્ન ને મોકળું મેદાન મળ્યું … અર્ધ બેભાન છોટે નવાબ ની સામે જ અને એનાજ કમરા માં … સવારે ત્રણ ચાર લોહી ના ટીપાવાળી સફેદ ચાદર છોટે નવાબ ને બતાડવામાં આવી .. મન્સુર ને પોતાને વિશ્વાસ નોહતો થતો કે આ કામ એણે કર્યું…સરમણએ ચાદર સુલતાના બેગમ ને મોકલી આપી અને સુલતાના બેગમે સાડા ત્રણ લાખ વસુલ્યા … નવાબ કાસીમ અલી સાહેબ પાસેથી…હજુ અઠવાડિયું જદ્દ્ન અને છોટે નવાબ સાથે સરમણ રંગ મહેલ માં જ રેહશે એવું કેહણ છોટે નવાબએ મોકલવી દીધું …નવાબ કાસીમ અલી સાહેબ ખુશ ખુશ હતા ,થોડી નવાઈ તો લાગી પણ ….મન્સુર ને બહુ દિવસે કોઈ આવો સરમણ જેવો પુરુષ હાથ માં આવ્યો હતો .. બીજા દિવસ ની બપોરે છોટે નવાબ ઘોરતો હતો, જદ્દને સરમણ ને પૂછ્યું તું કેવી રીતે અંદર રંગમહેલમાં આવ્યો..?સરમણએ આખી વાત કરી …જદ્દ્ન એકદમ ગભરાઈ ગઈ આ તો ચાર દિનની ચાંદની જ છે, અને જો એમાં પણ સરમણ સહેજ ચુક્યો તો મન્સુર એને મારી ખાશે .અને જેવો પોતે રંગમહેલને છોડશે એ ભેગો સરમણ મોત ને હવાલે થશે …એણે સરમણ ને પૂછ્યું આ શું કર્યું તે સરમણ મારા માટે મોત ની બાજી ..?? સરમણ એ કીધું તારી એકલી માટે આ બાજી નથ રયમો હું.. મારે મારા પણ કઈ હિસાબ સરભર કરવાના સે જદ્દ્ન… જદ્દન બોલી કેવી રીતે કરીશ ઈ તો બોઈલ …સરમણએ જવાબ આપ્યો ઈ ઝ નથ હમઝાતું જદ્દ્ન …સમય ઓસો સે અને ખેલ ઝાઝા સે …જદ્દને કીધું દિવાન સાહેબ ને વાત કર ..કાંક રસ્તો દેખાહે …પેહલા તો એને ઈચ્છા ના થઇ કદાચ દિવાન સાહેબ એને રંગમહેલ ની બહાર કઢાવી લેશે, પણ બીજો રસ્તો ના સુઝતા ,સરમણ તરત જ બધા હીજડા ની નજર ચૂકવી રંગ મેહલ ની બહાર નીકળી ગયો…અને સીધો દિવાન સાહેબ ને ત્યાં પોહચી ગયો …દિવાન સાહેબ એને તરત જ સંતાડી ને એક કમરા માં લઇ ગયા … ઘરડી આંખો દિવાન સાહેબ ની થોડી કડક થઇને ઊંચા અવાજે બોલ્યા સરમણ તને રંગમેહલમાં કોણે મોકલ્યો..? એક વાર તો મેં તને આ નરાધમથી બચાવ્યો હવે સામે ચાલી ને તું કેમ ત્યાં મરવા માટે ગયો..?? સરમણએ જદ્દ્નથી લઇ ને બધી વાત કરી દિવાનસાહેબને, .. …. cont.page-17
No Comments