Page-19 જદ્દ્ન મઝલી બેગમ ની જગ્યાએ નવાબ પર લેટી ગઈ અને સરમણ અને બેગમ ઢોલીયામાં સમાઈ ગયા … સવાર થતા પેહલા … સરમણએ નવાબ ને ઊંચકી ઢોલીયામાં નાખી દીધો…. પોતે જદ્દ્ન જોડે ગાલીચા પર આવી ગયો …
અઠવાડિયું દસ દિવસ ગયા રોજ નો ખેલ થઇ ગયો ..મઝલી બેગમ બે જીવ સોતી થઇ ગઈ .. ફરી એકવાર રંગમેહલ ને આંગણે બીજી એક વિક્ટોરિયા આવી અને એમાંથી બીજી બેગમ ઉતરી….અને મઝલી બેગમ પાછી રાજમહેલ ગઈ …..
સરમણ અને જદ્દ્ન બને સમજ્યા નહિ કે આ શું છે …દોડી ને દિવાન સાહેબ પાસે ગયો … દિવાન સાહબે કીધું … સરમણ તારે પાંચે પાંચ બેગમો ને ….. સરમણ ગભરાઈ ગયો બોલ્યો …નાં બાપ ના એક પાતક તો કર્યું તમે તો પાંસ પાંસ પાતક કરાવો સો … ઘરડા દિવાન સાહેબ બોલ્યા કરવું પડે એવું છે સરમણ ફરી આ મોકો નહિ આવે અને એક વારમાં જો દીકરી આવી ને તો પાછા ઠેર ના ઠેર થાય બધું .. પાંચમાંથી એક તો દીકરો જણશે જ… જા સરમણ મન પર ભાર ના રાખ ….આ પાપી ઓ ના રાજ માંથી જુનાગઢ ને મુક્તિ અપાવ ….દીકરા ..પેહલી વાર સરમણએ દીકરા નું સંબોધન સાંભળ્યું દિવાન સાહેબ ના મોઢે … નીચું મોઢું કરી ને સરમણ નીકાળી ગયો ત્યાંથી …રંગમહેલ માં પોહચ્યા પછી જદ્દ્ન જોડે વાત થઇ .. બરાબર છે સરમણ દિવાન સાહેબ ની વાત ….જ્દ્દને કીધું .. સુલતાના બેગમ ને કેહણ આવ્યું ગઢ માંથી થોડી અંદર થી ફફડી સુલતાના બેગમ અને વિચારતી થઇ ગઈ પણ જ્યાં સુધી જુનાગઢ માં પડી પાથરી હતી ત્યાં સુધી તો એને છૂટકો જ નોહતો ગયા વિના …
ગઢ ના છેડે ફરી એકવાર સાંજ ઢળી બડે નવાબ કાસીમ અલી ખુશ ખુશ હતા .. સુલતાના બેગમ લખનૌ જાના હૈ વાપિસ કે રુક જાઓગી યહી પે ..? સુલતાના કઈ સમજી નહિ પણ ખાલી ખાલી જવાબ વાળ્યો હુઝુર હમ તવાયફો કિસી કી નહિ હો સકતી ,જાના તો પડેગા .. નવાબ સાહેબે કીધું ઠીક હૈ આપકે ઔર દેઢ લાખ રૂપિયે આજ ભિજવા દે રહે હૈ … છોટે નવાબ સાહબ કી મઝલી બેગમ ઉમ્મીદ સે હૈ … સુલતાના ને તો એકાદામ જ છપ્પર ફાડી ને ખુદા એ આપ્યું … હજૂર આપકી દરિયા દિલી હૈ …યે …. ..cont.page-20
No Comments