Page-3 વગર લગ્ન કર્યે સુલતાના અને અબ્દુલના સંબંધો પતિપત્ની જેવા હતા ,અને જદ્દન પણ અબ્દુલ સરંગીયા ને એક બાપ જેટલું માન આપતી.જયારે શ્યામ તબલચી સુલતાના બેગમનો સાવકો ભાઈ થતો ….સુલતાનાની અને શ્યામ તબલચી ની માં એક હતી પણ બાપ જુદા જુદા હતા … અને આખા કાફલામા મામુજાન તરીકે જ ઓળખાતો શ્યામ તબલચી …..
સુલતાના ચાલીસી વટાવી ગઈ હતી , બ્રિટીશ રાજ માં જ સુલતાના જન્મી અને મોટી થઇ હતી , એની માં પાસેથી જ કથ્થક ની તાલીમ લઇ, અને લખનૌ ના કોઠા માં જ મોટી થઇ હતી ,અને એ જમાનામા ચોખ્ખી ચાંદીના સવા લાખ રાણી છાપ રૂપિયામાં સુલતાનની નથ ઉતરી હતી ….લખનૌ અને દિલ્લી માં એક એક મોટી કોઠી ની માલકીન હતી સુલતાના બેગમ.. પણ ધીમે ધીમે આગળ વધતી આઝાદી ની લડાઈ ને લીધે અને અંગ્રેજો ના જાત જાતના કરવેરા અને ઓછા થતા સાલિયાણાને લીધે રાજા રજવાડા આર્થિક રીતે પાયમાલ થતા જતા હતા, અને પરંપરાગત કોઠા પોતાના નુર ગુમાવતા જતા હતા … એટલે જ્યાંથી કેહણ આવે અને રૂપિયા સરખા મળતા હોય તો સુલતાના પોતાની દીકરી જદ્દનબાઈ ને લઇ ને પોતાના કાફલા સાથે નીકળી પડતી ,અંગ્રેજો ના ખંડિયા રાજાઓ અને નવાબોના રજવાડામાં મુજરા કરવા….બે દિવસ વિરમગામમાં રોકાયા પછી સવા લાખ રૂપિયામાં સુલતાના અને જદ્દ્નબાઈ નો નાચ થશે એવું ગોઠવાયું ,અને કાફલો લખનૌ ને બદલે જુનાગઢ તરફ વળ્યો. જુનાગઢના બડે નવાબ કાસીમઅલી
સાહેબ લગભગ સાહીઠ પાર કરી ગયા હતા દીકરા ને ગાદી સોપવી હતી…
છોટે નવાબ મન્સુરખાન સાહેબના જનાનખાનામાં પાંચ પાંચ બેગમો હતી પણ શેર માટી ની ખોટ હતી …બડે નવાબ ને એ બહુ કઠતું હતું …ઈરાનથી હકીમો ને બોલાવી અને ઓસડીયા છોટે નવાબ ને અપાતા હતા..કોઈ હકીમે સુચન કર્યું કિસી અચ્છી તવાયફ કી સૌબત મેં છોટે નવાબખાન સાહેબ કો રખ્ખો … કુછ ઈલમ જલ્દી હો જાયેગા …અને બડે નવાબ કાસીમ અલી સાહેબ ને આ વાત ઘર કરી ગઈ …દર મહીને તવાયફો બદલાતી ગઈ ..આઠ દસ તવાયફો આવી અને ગઈ .. પણ છોટે નવાબ મન્સુરખાન ઠેર ના ઠેર હતા … …click here cont.page-4
No Comments