Page-6 સરમણ કાતિલ આંખે જદ્દ્નને જોતો રહ્યો આજુબાજુ કોઈ જ નોહતું.. સરમણએ આંખ નો ઈશારો કર્યો …અને બોલ્યો.. હાલી આવ..આમ અટકી ક્યાં ..? જદ્દને એક ડગલું ભર્યું અને પગમાં કાંટો વાગ્યો ચીસ પડી હલકી …સરમણ બે કુદકા મારી અને એની પાસે પોહ્ચ્યો .. આખી ઉપાડી લીધી જદ્દ્ન ને અને મંદિરની પાછળ ના જંગલમાં દોડવા માંડ્યો ..જદ્દને કોઈ જ ઇનકારના કર્યો ..થોડું દોડ્યા પછી એકદમ નિર્જન વિસ્તાર માં ..એક ઝાડ નીચે જદ્દ્ન ને ઉતારી સરમણ એ , અને જમીન પર અને બેસાડી … ધીમેકથી જદ્દ્નના નરમ નરમ લોહી નીકળતા પગ ને હાથ માં લઇ અને સરમણ બેઠો અને પોતાના દાંત થી લોહી નીકળતા જદ્દ્ન ના પગની પાનીમાંથી કાંટો કાઢ્યો..સરમણ ના હોઠ જદ્દ્ન ના લોહી થી લાલ લાલ થયા …જદ્દ્ન એ સોહામણા સરમણ ને જોતી રહી ..સરમણએ માટી લઇ ને જદ્દ્ન ના ઘા માં દાબી દીધી .. લોહી બંધ થઇ ગયું …પાછળના એ અવાવરું કુવામાંથી સરમણ એક ડોલ પાણી લઇ આવ્યો અને ફરી જદ્દ્ન ના પગ ધોયા ..અને પોતાના હોઠે ચોંટેલું જદ્દ્ન નું લોહી જદ્દ્નની સામે જોતા જોતા હોઠ પર જીભ ફેરવી ફેરવી ને સરમણ ચાટી ગયો …સરમણએ જદ્દ્નને આખે આખી પગથી માથા સુધીની નજરમાં ભરી લીધી .. એકપણ શબ્દ બોલ્યા વિના આખી સાંજ એકબીજા ને જોવા માં બંને જણા એ પસાર કરી …સુરજ દેવતા ગિરનાર ની પાછળ થી દરિયા માં ડૂબી ગયા..આછા અંધારે ફરી એકવાર સરમણએ જદ્દ્ન ને ઉપાડી લીધી અને મહાદેવ ના મંદિર ના ઓટલે મૂકી અને જતો રહ્યો …લંગડાતી જદ્દ્ન ઉતારા સુધી પોહચી … મામુજાન ગીર ગઈ થી મૈ દેખો બહોત લાગી હૈ .. બધા ભેગા થઇ ગયા ..અને જદ્દ્ન ના જખમ નો ઈલાજ થયો ..બે અઠવાડિયા પગ ના ઘા ને લીધે નાચ બંધ થયો….અને જદ્દ્ન નવરી પડી..આંખ બંધ કરે અને જદ્દ્ન ને સરમણ દેખાતો હતો .. લાલ લાલ લોહી થી રંગાયેલા સરમણ ના હોઠ ઉપર વાંકડી મૂછો અણીયાળું નાક અને મોટું કપાળ મોઢા પર ની કુમાશ અને વર્તન ની મક્કમતા ..જદ્દ્ન કોઈ પણ રીતે પોતાની જાતને રોકી શકતી નોહતી… સરમણના વિચારો કરવાથી … પગ ની પીડા તો ક્યાય રહી હતી જ નહિ … દિવસ વીત્યો સાંજ પડી ગમે તેમ કરીને સરમણ ને જોવો હતો તડપ ઉપડી હતી જદ્દ્નને ..ત્યાં એક ઘોડા ગાડી બહાર આવી ને ઉભી રહી … cont.page-7
No Comments