ઝેર મરવા માટે ઓછું અને જીવવા માટે વધારે ઝેર પીવું પડે છે ……..સમજાય તેને વંદન
આ મેસેજ આવ્યો ,થોડું સુધારવા નું મન થયું મેસેજ ને સમજાય તેને વંદન નહિ ,જેણે પીધું તેને વંદન …સમજી ને શું કાંદા કાઢવાના ..? સમજી તો અડધી દુનિયા જાય ..લગભગ બધા એવું જ માનતા હોય કે મેં તો જિંદગી માં બહુ ઝેર પીધા… મારા જેટલો હેરાન કોઈ ના થયો ..ફલાણા એ મારી જિંદગી બરબાદ કરી નાખી , છતાં મેં ગળી પીધું ….એટલે ખોટી જગ્યા એ વંદન કરી ને દુખી થવા નું …અને મરવા માટે કેટલું ઝેર પીવાનું એ છોડો , કેટલું તડપવાનું એ વિચારો ને ભાઈ ……એના કરતા જીવી લો …
થોડો વિચાર કર્યો આ લાઈન ઉપર ….પપ્પા હમેશા એવું કહે છે , સંસાર ના ઝેર ક્યારેય પીવાય નહિ એને તો મહાદેવજી ની જેમ ગળા માં રખાય … કેમ તો કહે જો ઝેર ની સામે ઝેર ઉગળશો કે પાછું કાઢશો તો સામે વાળો મરશે અને તમે જો ઝેર પીશો તો તમે મરશો ….
કેવું સરસ ઉદાહરણ મહાદેવજી એ સેટ કર્યું છે … અને આપણે શું ગાઈએ પ્રાર્થના માં …? કંઠે વિષ ધર્યું …અમૃત આપો … બોલો પેહલા વિષપાન કરાવ્યું અને પાછું અમૃત માંગવાનું ….હા પણ દુનિયા એનું નામ જ છે ….મહાદેવજી ને વિષ કોણે આપ્યું…? તો જવાબ છે, એમના પોતાના એવા દેવી દેવતાઓ એ… કોઈએ ફરજ નોહતી પાડી પણ એવી રીતે રજૂઆત કરી બધાએ ભેગા થઇ ને કે ઝેર પીવું પડ્યું શંકર ભોળા ને અને અમૃત દેવો લઇ ગયા ….
બસ આ જ વાત છે ……
સંસાર ના ઝેર તમને કોણ પીવડાવે …? તમારા પોતાના બીજું કોઈ નહિ અને પીવાનું કોના માટે ….???તમારા પોતાના લોકો માટે જ ,,, જેથી એમને અમૃત મળે ….
આ સંસાર નું જીવીએ ત્યાં સુધી મંથન ચાલ્યા કરે છે ….
તમારા અને મારા હ્રદય એટલે ભગવાન કશ્યપ(કાચબો ) જેની પીઠ પર મેરુ પર્વત ગોઠવાયો , અને મન નો બને છે મેરુ પર્વત અને સારી ખોટી ઈચ્છાઓ ને અપેક્ષાઓ નો વાસુકી નાગ ,સુર અને અસુર … સગા ,વહાલા ,મિત્રો અને એ તમારી દુનિયા સમુદ્ર …..હ્રદય મન આમ થી તેમ વલોવાયા કરે …
પેહલું નીકળ્યું વિષ ,તો કોનું મહાદેવજી નું ,બીજી નીકળી કામધેનું ગાય કોની .. ઋષિ મુનીઓ ની ,ત્રીજો નીકળ્યો ઉચ્ચ્શ્રીવા ઉડતો ઘોડો તો કોનો બલી રાજા નો ,ચોથો ઐરાવત નીકળ્યો તો કોનો ઇન્દ્ર નો ,પછી કલ્પવૃક્ષ અને રંભા આવી એને બે ને સ્વર્ગ માં સેટલ કર્યા પછી નીકળ્યો કૌસ્તુભમણી એ વિષ્ણુજી એ રાખ્યો … પછી પ્રગટ થયા લક્ષ્મીજી એ જાતે વર્યા વિષ્ણુ ભગવાન ને ,પછી બહુ મસ્ત વસ્તુ નીકળી બોસ …. મદિરા ઉર્ફે દારૂ ……હા .. મજા પડી ગઈ ને ગુજરાતી તને … દારૂ ને રત્ન કેહવાય ઠોકો ત્યારે શું હેં …..??? પણ ના બકા એ રાખ્ય્રો અસુરો એ, રાક્ષસો એ દારૂ રાખ્યો …. એટલે દારૂ કોણ પીવે રાક્ષસો આપણે માણસો નહિ …..સમજ્યો બકા , રેહવા દે …નથી પીવો ચાલશે ……પછી પછી પારીજાત નું વૃક્ષ ,ચંદ્રમાં ,અને શંખ નીકળ્યા અને છેલ્લે ભગવાન ધન્વન્તરી, એ ચાર રત્નો માનવ કલ્યાણ માટે ધરતી પર રહ્યા , અમૃત કુંભ હાથ માં લઇ ને ધન્વન્તરી (ડોકટર) પ્રગટ થયા ….એટલે વારો આવ્યો પછી અમૃત નો તો એ કોનું..? દેવો નું ……
મહાદેવજી ને શું મળ્યું તો ઝેર ..વિષ …
એ સિવાય ની તેર ચકાચક વસ્તુઓ ,રત્નો એમની આજુ બાજુ ના દેવ, દાનવ અને માનવ માટે એમણે રાખી …. માટે જ એ દેવાધિદેવ મહાદેવ કેહવાય છે ….
એમજ જે માણસ ચુપચાપ સંસાર ના ઝેર ગળા માં રાખે છે અને આજુ બાજુ ના લોકો ને બાકી ના તેરે તેર રત્નો આપી દે છે…એને જ સંસાર ઓળખે છે અને દેવાધિદેવ મહાદેવ કહે છે ….
બીજા કોઈ દેવ ને દેવાધિદેવ મહાદેવ નથી કેહતા ….
છેલ્લે
નથી રે પીધા વણ જાણી….
ઝેર તો પીધા જાણી જાણી…..
જય સોમનાથ
– શૈશવ વોરા