ઠગ …
પેહલી વાર આ શબ્દ સંભાળ્યો પપ્પા માં મોઢે …. બહુ જ નાનપણ માં દિલ્હી ફરવા ગયા અને દિલ્લી રેલ્વે સ્ટેશન પર સમાન સાચવવા નું કીધું …જોજે હો દિલ્હી માં ઠગ બહુ ફરતા હોય …..ગમે ત્યારે કોઈ ઠગ બેગ ઉપાડી જશે .. ધ્યાન રાખો ….હું ટાંગો લઇ ને આવું છું ….. ત્યારે પુરાની દિલ્લી માં ટાંગા ચાલતા …..પણ ખબર ના પડી ઠગ એટલે શું લગભગ સાત આઠ વર્ષ નો હતો ત્યારે હું ….અને અત્યારે ચારે બાજુ ઠગો થી ઘેરયારેલા આપણે બધા ….પેલા બકા જીગા ના શબ્દો માં કહું તો લખી રાખજે જીગા …..આ એન્ટી ઠગ ડીપાર્ટમેન્ટ જે અંગ્રેજો એ ચાલુ કર્યું હતું અને ઈંદીરા ગાંધી એ બંધ કર્યું હતું ….તે મોદી સાહેબે ફરી ચાલુ કરવું પડશે …..
ઠગ ,લુંટારા, ચોર, ડાકુ ,ઘરફોડીયો , લેટેસ્ટ શબ્દ ચીટર, આમ તો આ બધા તમારા અને મારા રૂપિયા લેવા અને તમને અને મને ખાલી કરવા જ આવતા હોય … પણ ઠગ એક વિશિષ્ટ પ્રકૃતિ નો ચોર …. ઠગ વિષે ની ડીટેઇલ જાણકારી મળી બારમાં ધોરણ ના વેકેશન માં …. પેહલીવાર સ્વર્ગસ્થ હરકિસન મેહતા ની નવલકથા પીળા રૂમાલ ની ગાંઠ હાથ માં આવી …. બપોર ના બાર વાગ્યા થી વાંચવા નું ચાલુ થયું રાત ના બે થયા …. પણ એવી બીક લાગી કે મારા રૂમ માં મને ઊંઘા જ ના આવે …. અડધી રાતે મમ્મી પાપા ના રૂમ નું બારણું ખખડાવી અને એમના પલંગ માં એમની વચ્ચે જઈ ને સુતો …ત્યારે મારી જાત ને થોડી સેઈફ ફિલ કરી …
અમીર અલી ઠગ ની સત્ય ઘટના પર આધારિત વાર્તા માં લગભગ પેહલા થોડાક પાના માં જ બસો માણસો ના ખૂન થઇ જાય …
જુના જમાના માં વણઝારો અને કાફલા નીકળતા યાત્રા માં ….અને એકબીજા ની સાથે લોકો યાત્રા એ જતા .. ઘોડા ,બળદ ,ઊંટ ટ્રાન્સપોર્ટ ના સાધનો ….પચાસ સાહીઠ લોકો ભેગા થાય અને કોઈ ડેસ્ટીનેશન પર જવા નીકળે ….રોજ ના બાર પંદર કિલોમીટર કપાય …. એટલે કાશી ગયેલો માણસ મોટે ભાગે પાછો નાં આવે …ઠગ લોકો આવી રીતે જાત્રા એ નીકળેલા લોકો સાથે પોતાના કુટુંબ કબીલા સાથે એમની સાથે ભળી જાય .. સબંધ બાંધે અને આઠ દસ દિવસ માં બધા યાત્રાળુ ઓ નો વિશ્વાસ હાંસલ કરી લે ….. પછી આખી ટોળકી જેમાં સ્ત્રીઓ પણ શામિલ હોય .. કોણ કોનો શિકાર એટલે કે કોણ કોને મારશે તે નક્કી કરી લે …. અને એક રાત્રે રેશમ ના રૂમાલ થી દરેક પોતાના શિકાર ગળે ટુંપો દઈ ને ઊંઘ માં મારી નાખે …બધી માલ મત્તા લુંટી અને આખી ટોળકી ફરાર અને આખો કાફલો પ્રભુ ના શરણે ….
વાત એટલે યાદ આવી કે જેને આપણે બીઝનેસ રીલેશન કહીએ કે મલ્ટી લેવલ માર્કેટિંગ , કે પછી ઇન્સ્યોરન્સ એજન્ટ કહીએ છીએ…. આ બધું શું છે ..? પેહલા સબંધ બનાવો અને પછી પાડી દો … જીવ નથી લેવાતો પણ માણસ ને જીવતો પણ ઘણા કેસ માં નથી રાખતો …બીઝનેસ રીલેશન … સખત મોટું નામ ..ચલ સાથે ધંધો કરીશું …શીખવાડું તને … ધંધો કેમ થાય …. કાકા નાખો રૂપિયા હું બેઠો છું … કઈ વાંધો નથી ..એક વરસ માં તો પચાસ ટકા એપરીશેશન મળશે ……મેં પણ પ્લોટ લીધો છે ….કોઈ પણ બિલ્ડર પેહલા તો એવું જ કેહતો કે આ સ્કીમ માં તો હું જાતે રેહવા આવવા નું છું …. કેમ ભાઈ કેટલા બૈરા રાખ્યા છે તે ? સ્કીમે સ્કીમે રેહવા આવવા નો તું હેં …?? તદ્દન ખોટી વાતો ..પોતાનો માલ વેચવા ની વાતો ….
ઠગાઈ અત્યાર ના જમાના માં બહુ જ કોમન .. સબંધ બાંધવા માટે જે કઈ ખર્ચો કરવો પડે તે કરો …. પણ એકવાર સબંધ થાય પછી તો જલસા જ છે શેઠ શેઠ કર્યા કરવા નું …બાવા સાધુ પણ બધા જ આ પ્રકાર નો ઉપયોગ કરી લે છે પેહલા સબંધ બાંધી લેવાનો પછી જોયું જશે …. ઉતારી લઈશું બાટલા માં …ઘરમાં ઘૂસો અને પછી ….
અંગ્રેજ સરકારે એક સ્પેશીયલ એન્ટી ઠગ ડીપાર્ટમેન્ટ બનાવ્યો હતો અને ઠગો નો નાશ કરવા માટે લગભગ એમને પચાસ વર્ષ થયા હતા …. અંગ્રેજો ની અક્કલ બહાર ની વસ્તુ હતી કે ફક્ત એક રેશમી રૂમાલ થી ગળે ટુપો દઈ ને કેવી રીતે માણસ ને મરાય અને એ પણ એક બે નહિ એક સામટા પચાસ કે સો સો જણ ના કાફલા ને આટલી મોટી સામુહિક હત્યા …….અને તે હત્યા કરવા માં સ્ત્રીઓ પણ સામેલ …….
બસ આજે હવે દુનિયા ને એ નથી ખબર પડતી કે આ હિન્દુસ્તાન માં ચાલી શું રહ્યું છે …..??બિચારા થાકેલા છે …..મોદી સાહેબ દોડ દોડી કરે ઈન્વેસ્ટ કરો ભારત માં …..પણ બિચારા ફોરેનારો …..સમજી જ નથી શકતા …અહી ના ગલીએ ગલીએ રખડતા ઠગો ને …..સરકારી ઓફિસરો ને ….ભાઈ આપણે તો એવું માનીએ કે સૌથી મોટી ખાણ કઈ તો કહે ઓળખાણ ….પત્યું …ત્યાં થી જ ચાલુ થાય ઠગાઈ …..
લગે રહો મુન્ના ભાઈ ….. બધા માં ક્યાંક નાનો મોટો અમીર અલી જીવે છે ……
શુભ રાત્રી
શૈશવ વોરા