ટ્રીંગ ટ્રીંગ ..ફોન આયા ,
ફોન આયા ,
બેન કા ફોન આયા …
ટ્રીંગ ટ્રીંગ માંકા ફોન આયા ,સોરી ..
ટ્રીંગ ટ્રીંગ તેરી બેનકા ફોન આયા …
ફોન ઉપડ્યો …
એલાવ કોણ બોલો હું ગાંધીનગરથી બેન બોલું સાહેબભઈ ને ફોન આપો ..
સામે થી જવાબ આવ્યો ..બેહનજી વો તો મીટીંગ મેં હૈ..
એઈ કોણ બોલતા હૈ તું ..? છાનામાના સાહેબભઈ કો ફોન દે નહિ તો નોકરી જતી રહેગી તારી …તું જાણાતા નહિ હૈ મેં કોન હું હા …
એક મિનીટ એક મિનીટ મેડમ ચાલુ રખીએ.. બિચારો ગભરાઈ ગયો …
સામે થી સાહેબભઈ એ ફોન લીધો હા બોલો બેન ..?
આ તમારા સાળા અને સાળાવેલી ને લઇ ને ગાંધીનગર કેમ ના આવ્યા ..?મને બહુ ખોટું લાગ્યું છે મને તો હા …. મેં અહિયાં બધી તૈયારી કરેલી હતી ..અને ..છોકરાવ બચારા મામા મામી આવશે , મામા મામી આવશે કરતા હતા, અને તમે સીધે સીધા રવાના કરી નાખ્યા ..બેન ગુસ્સામાં ઉછળ્યા..
બેન બેન શાંતિ રાખો ,એમ જે દિલ્લી આવે એ બધા ને લઇ ને દિલ્લી થી અમદાવાદ ના અવાય તમે કઈ સમજો….
શું સમજુ હું …? બેન વધારે ઉછાળ્યા …એક તો ના અહિયાં લાવ્યા અને ના અને મને જમણવારમાં ગણી તમે ,પેલા મહારાણી અને યુપી વાળા ને બોલાવ્યા અને મને ના બોલાવી આવડા મોટા પ્રસંગ માં …ત્યારે શું મને તો બહુ જ ખોટું લાગ્યું છે …
બેન બેન શાંત થાવ તમે ..
ના નહિ થાઉં સાહેબભઈ જો તમારા સાળા અને સાળાવેલી ને રાતે પરેડ પતી પછી અહી અમદાવાદ મોકલી દીધા હોત તો મારો કેવો વટ પડતે..
અરે બેન એ કઈ નાનો માણસ નોહતો ..મારો સાળો થયા એટલે બધું મારું કીધું ના કરે ….
એ જવાદો હો સાહેબભઈ મને ખબર છે તમે કેવો એને લપેટ્યો હતો …તમે એને ખાલી ખાખી ચડ્ડી જ પેહરાવવા ની બાકી રાખી હતી , બાકી સ્વામી વિવેકાનંદ સુધી નું બે દિવસમાં બધું ગોખાવી માર્યું તમે એને …હા અને શું કહું છું સાહેબભઈ તમે આપણી ગરીબી ના બહુ વર્ણન કર્યા કે શું ..? તમારા સાળા ને ..? એ બચારા ને એમની ગરીબી ના દા`ડા યાદ આવી ગયા…મને એવું જ લાગતું હતું કે હમણા ભારત માતા કી જય …ભારત માતા કી જય એવી બુમો પાડશે આ …પણ બાકી કેહવું પડે હો ગજબ ના તમે એમને ઓળઘોળ કરી નાખ્યા … હવે મુદ્દા ની વાત કરોતો સાહેબભઈ …
શું બેન ..?
શું લાવ્યો અમારા બધા માટે ..? હું તો નણંદ ની નણંદ થાઉં હો …
બેન આખી બેગો ની બેગો ભરીને લાવ્યા છે એટલે ધીમે ધીમે ખોલું એટલે ખબર પડે …
હમમમ ..પણ સાહેબભઈ આ આટલો બધો તમારો સાળો ઈમોશનલ કેમ થઇ ગયો ..?
જુવો બેન એમને ત્યાં આપડા જેવું નથી બે ટર્મ થી વધારે ના રેહવાય અને આ એમની છેલ્લી ટર્મ છે ..એટલે આ બધા ઠાઠમાઠ એમના હવે થોડા દા ડા જ છે …
હે એવું છે સાહેબ ભઈ ..? લે ત્યારે તો આટલું બધું તમે ગોખાવ્યું એ બધું માથે પડશે ..!!! તે હવે કોણ આવશે તો ગાદીએ ..?
એવું છે ને બેન મને તો મારા મોટા સાળી હિલેરીબેન ગાદીએ આવે એવું લાગે છે …અને છોકરાવ ને તો મામા કે માસી બધું એક જ છે ને …
બેન બોલ્યા લે તો તો બહુ સારું થાય એકવાર એ પણ એમના ઘરવાળા જોડે અમદાવાદ આવી ગયા છે… મને તમારા મોટા સાળી જોડે સારું ફાવે હો … તે પણ સાહેબભઈ ત્યાં પણ ઈલેક્શન થાય છે ને ..? તો કોઈ બીજું ના આવે ..?કે પછી અહીંથી આપણા શાહસોદાગર ને ઈલેક્શન લડાવા મોકલો છો …??
સાહેબભઈ ખડખડ હસ્યા હા..હા …હા .. બેન અહીંથી જ ઓનલાઈન બધું કરવાના છીએ સમજો ને બધું હવે …ફોન મુકશો હવે બેન ..
ના મુદ્દા ની વાત કરો બેગો બધી ક્યારે ખાલી કરી રેહશો તમે ..? અને મારું હોય ને એ બધું તમે પાછું બીજા ને ના આપી દેતા ..પેહલા હું એક રાખડી બાંધતી તમને ,હવે તો લાઈન લાગી છે તમારી બેનોની, પણ યાદ રાખજો હું સૌથી મોટી અને પેહલ્લી છું ..હા …
બેન સાવ સાચી વાત તમે બિલકુલ ફિકર ના કરો તમારું હશે એ તમને જ મળશે બીજા કોઈ ને નહિ જાય …બસ .. સારું ત્યારે જે શી ક્રષ્ણ ..મુકું છું …..
સંપૂર્ણ કાલ્પનિક ફોન ..
મારા જશુભઈ એક કેહવત કેહતા કાળા એટલા શેઠ તમારા સાળા ના હોય હો….
– શૈશવ વોરા