PAGE:-10
આશિષ બોલ્યો ..હા રીટા જે દિવસે તું મને તારા ઘેર લઇ ગઈ હતી એ પછી મારી હાલત વાઘે લોહી ચાખ્યા જેવી થઇ અને હું કબુલ કરું છું કે મેં બીજા જ દિવસે મોના પર હાથ માર્યો ..
શાબાશ આશિષ શાબાશ … મજા આવે છે તારી કબુલાત સાંભળી ને ..અને મેં તને જયારે ત્રીજા દિવસે પૂછ્યું ત્યારે તે કીધું નહિ કે તું મોના સાથે પણ …
હું તારો દોસ્ત હતો ગુલામ નહિ રીટા ..કે બધી વાતો તને મારે કેહવી જ પડે ..
ઓહો શું વાત છે તું મારો દોસ્ત હતો એમ ,મને તો એમ જ કે તું મારો માલિક હતો અને હું બજારની …
જો રીટા એમાં પણ મારો વાંક નોહતો તે જ સામેથી મને કીધું હતું કે કોઈ તારા દોસ્તને લાવ અને એમાં પણ તે સ્પેસીફીકલી કીધું હતું કે પેલા રેડ યામાહાવાળા બીજલને લાવજે અને પછી તું તારી મરજીથી એની જોડે મહિનો રખડી હતી ..એણે તને લાત મારી એટલે પછી તું મારી પાસે પાછી આવી ..આટલા વર્ષે હવે તો કબુલ કર કે બીજલે તને પ્રેક્ટીકલી ટીસ્યુ પેપરની જેમ યુઝ કરીને ફેંકી દીધી ..
રીટા નું મોઢું બગડી ગયું ,એ હલકટની વાત કરવા હું અહિયાં નથી આવી ..
તું રીટા હલકટની નહિ ખાલી હલકી વાતો કરવા જ આવી છે ,તારામાં જે મૂળભૂત રીતે જે હલકાઈ છે ને એ આટલા વર્ષો પછી એ ફરી બહાર કાઢવા આવી છે તું .. વિકૃતિ છે રીટા આ બધી..ભૂલી જા ..
ઓ મહાત્મા આશિષ આ બધું જ્ઞાન તમને ક્યારે લાધ્યું .? પેલી પોળની ભાભીઓ અને પિયર રેહવા આવેલી બધી ને ભરબપોરે ધાબે અને રાતે ત્યારે એ બધું વિકૃતિ નોહતી …?
આશિષએ અટકાવી જો રીટા એમાં પણ તે જ મને ધક્કો માર્ય્યો હતો ..
રીટાએ કીધું મેં ..? કેવી રીતે ..?
મેં તને જયારે પેહલી વાર કીધું કે અમારી પોળમાં એક મસ્ત ભાભી છે ત્યારે તે જ મને ઉક્સાયો હતો.. કરી લે મોજ આશિયા જા જા ..અને ધીમે ધીમે હું હરામીમાં કન્વર્ટ થતો ગયો ..
અને તે મને પેલા બીજલ માટે નોહતી ઉક્સાવી.?
એતો તું જે મારી સાથે કરતી હતી તે હું તારી સાથે કરતો હતો અને સાચી વાત બોલ આપણી વચ્ચે ક્યારેય જેન્ડર ડીફરન્સ હતો ખરો ..?
રીટા બોલી એટલે ..?
લિંગભેદ ડોબી તું ક્યારેય મારી આગળ છોકરીની જેમ વર્તી છે ? તું હમેશા મારા બીજા કોઈ છોકરો દોસ્ત હોય એમ તો રહી હતી .. ગાળો કેટલી બધી તું બોલતી હતી ..? હજી બોલે છે ગાળો રીટા તું ..? એકદમ ટોપિક ફર્યો
અત્યારે તો નથી બોલતી પણ તું ફટાફટ બોલ કે મારો ક્યાં વાંક હતો ..? અને જો નહિ બોલે તો એ બધી હું ગાળો હજી ભૂલી નથી ..સમજી લે આશિયા
રીટા તને કેટલું યાદ કરાવું ..?
રીટા થોડી અપસેટ થઇ હતી અને બોલી ..બસ પૂરું થયું તારું પુરાણ …તો હવે હું તને એમ પૂછું કે તું કહે છે કે હું જો તને ઉક્સાવતી હતી તો તારી બુદ્ધિ બેહર મારી ગઈ હતી ..? મોના જોડે પરણી જવું હતું ને શું કરવા એને પણ તે રખડાવી? મને તો જયારે લાગ્યું કે આ બીજલ્યો મારી જોડે રમત રમે છે એટલે એ જે દા`ડે મને એના ફ્લેટ પર લઇ ગયો ત્યારે એના કપડા કાઢી ને બાથરૂમમાં ગયો ત્યારે ત્યાં જ જ લોક મારી ને સાલા ને પૂરી દીધો હતો એના જ બાથરૂમમાં .. એની માં એ ઘેર આવી ત્યારે એને બહાર કાઢ્યો જેવો એણે જણ્યો તો એવો ..મારી લડાઈ હું એકલી લડતી હતી ,પણ તને શું પેટમાં દુખ્યું મોના જોડે પરણવું હતું ને ..
આશિષ કઈ બોલ્યો નહિ …..CONT..11