PAGE:-11
રીટા બોલી ..એક્ચ્યુલી હકીકત એ છે કે આશિષ તને પણ આ બધા જેણે તું હવે લંપટવેડા કહે છે ને એ ગમતા હતા અને તું પણ મજા લેતો હતો તને મોના કે મારા બંને માંથી કોઈમાં રસ નોહતો …
આશિષ ઝીણી આંખો કરીને બોલ્યો તો પછી મોનાને જઈ ને શા માટે તે કીધું હતું કે તું પ્રેગનેન્ટ છે ? તું મોના પાસે પોકે પોકે કેમ રડી હતી ? કોણે પોતના પેટમાં ત્રણ મહિનાનું છોકરું છે એવું બધું કીધું હતું ..?થોડું યાદ કરો તો શ્રીમતી રીટાદેવી પરેશકુમાર રાણા ..
રીટા નફફટની જેમ બોલી તો એમાં ખોટું શું કીધું હતું મેં જે હતું એ જ કીધું હતું ને ..
હા બરાબર રીટા પણ તે પેહલા મને કેમ ના કીધું કે તું પ્રેગનેન્ટ છે ..? તને તો સૌથી પેહલી ખબર પડી હોય ને ..?અને તું મને કેહવાની બદલે પેહલા મોનાને કેહવા ગઈ , હકીકતમાં પેહલા તારે મને કેહવું હતુંને ..!
રીટા કઈ બોલી નહિ ..
આશિષ બોલ્યો રીટા તું કેહ ના કેહ રીટા તારે આજે પણ આશિષ જોઈએ છે અને એના માટે જ તું અહિયાં આવી છે ..તને એમ હતું કે બીજી છોકરીઓ ના રવાડે તું મને ચડાવીશ તો તું મને મોનાથી દુર કરી શકીશ .
એટલે તે મને બીજી બધી છોકરીઓ અને બૈરાઓ તરફ ધકેલ્યો, છતાં પણ હું તારા હાથમાં ના આવ્યો એટલે તું મને જલાવવા બીજલ પાસે ગઈ પણ એ તો તારો બાપ નીકળો ..એટલે છેલ્લે તે તારો પ્રેગનેન્સી નો દાવ નાખ્યો..
યાદ કર રીટા આપણે સો વખત શારીરક સબંધ બાંધ્યો હશે અને હું જાણું છું ત્યાં સુધી તું મારાથી બેવાર અને એક વાર બીજલથી પણ પ્રેગનેન્ટ હતી ..અને
મેં તને બસ્સો વખત કીધું હતું કે હું તારી સાથે ક્યારેય નહિ પરણું છતાં પણ તું ગમે ત્યારે શારીરિક સબંધ માટે હમેશા તૈયાર રેહતી અને સામેથી ઇન્સીસ્ટ કરતી અને રહી વાતતો તારી પ્રેગનેન્સીની તો મને તો હજી પણ વિશ્વાસ નથી કે જે મિતાલી ને તું મારી દીકરી છે એવું કહે છે એ મારી છે કે બીજાની ..
ચલ રીટા હવે તો સાચું બોલ કેટલા હતા તારી જીંદગીમાં મારી સિવાય ..?
રીટા કઈ બોલી નહિ ..પછી એકદમ ઉછળી
હદ્દ થઇ ગઈ આશિષ આ તો ઉલટા ચોર કોટવાલ કો ડાટે કોલેજ ના ત્રણ ત્રણ વર્ષ તું મને ભોગવતો રહ્યો અને ઉપરથી બધો દોષનો ટોપલો મારી એકલી પર નાખે છે ..!!
આશિષ બોલ્યો હું ક્યાં ના પાડું છું હું પણ સ્વીકાર કરું છું કે તે જે કર્યું તે તારું પાપ કે તારો ગુન્હો અને મેં જે કર્યું એ મારું પાપ અને મારો ગુન્હો ..મેં તો તને ક્યારનીય માફ કરી છે અને મારા જીવનમાંથી તારી બાદબાકી કરી નાખી છે …
અને રીટા હવે તું પણ મને સદંતર ભૂલી જા આજકાલ કરતા ત્રેવીસ વર્ષના વહાણા વાયા છે રીટા આપણા બંને ના રસ્તા જુદા છે આપણા બધાની ભલાઈ એમાં જ છે આપણે બંને આપણા રસ્તે જતા રહીએ ..
રીટા બોલી ..આશિષ તારા માટે બોલવું સેહલું છે ભૂલી જા મારા પેટે મેં તારી છોકરી જણી છે ,અને મિતાલી આખે આખી ચેહરે મોહરે તારા જેવી છે તારી જ આંખો અને તારો જ દેખાવ છે ,એને જોઉં એટલે તું તો યાદ આવે જ ..નહિ ભૂલાય તું મને આશિષ ..
ભૂલવું પડશે રીટા મેં તને પેહલા જ કીધું કોઠીનો કાદવ નથી ઉલેચવો આપણે બહુ જ ગંદકી કરી હતી ,જુવાનીને તે કે મેં કોઈ એ જીરવી નથી જાણી ..હવે છોડ ..બધું
ચલ આશિષ છોડવું છે મારે પણ ,મને એમ કહે કે તારાથી કેવી રીતે છૂટયું આ બધું .? મારા રીસેપ્શનમાં તો તું મારી ડીલીવરીના સવા મહિના પછી પાછો આવવાની ટણી કરીને ગયો હતો અને એકદમ કેમનો તું ખોવાઈ ગયો ..?
ખોવાઈ નહિ રીટા ખોવાવા માટે જ હું આવ્યો હતો , મને ખબર હતી કે તું ઝેરીલી નાગણ થઇ ગઈ હતી ,તું જયારે મોના પાસે ગઈ અને તારા દુ:ખણા રડ્યા ત્યારે એ જ દિવસે મને મોના એ બોલાવ્યો હતો .. મેં મારા બધા પાપની કબુલાત કરી લીધી હતી મોનાની પાસે ……CONT..12