PAGE:-14
રીટાને રેસ્તોરાંતમાંથી બહારનીકળી ને સીધી રીક્ષામાં બેઠી રીક્ષા વાળાને કીધું લાલદરવાજા … રસ્તામાં ભયંકર માથું દુખવાનું ચાલુ થયું હતું રીટાને એકાદી ઉલટી થઇ જાય તો સારું એવું લાગતું હતું ખુબ જ બેચેની અને મુંઝારો થવા માંડયો હતો રીટાને ….
લાલદરવાજા આવ્યું , રીટાએ કીધું ભાઈ અસારવા લઇલે અરવિંદ મિલ રોડ મને ઠીક નથી મારે ઘરે લઇ જા …રીટા ના મોઢા પર પરસેવો અને બેચેની જોઈ ને રીક્ષા વાળા એ કીધું બેન લો પાણી પીવો પોતાની બોટલ આપી .. રીક્ષા વાળાએ રીક્ષા ઉભી રાખી.. રીક્ષાવાળા એ કીધું બેન દવાખાને લઇ જાઉં ..? રીટાએ કીધું ના ભાઈ હું કઈ પૈસા વળી નથી મારે ઘેર લઇ લે થોડી સુંઠ અને હિંગ ફાકી લઈશ મને સારું થશે ડોક્ટરના પૈસા ના પોસાય ઉપરથી આ તારું ભાડું આપવાનું છે ..
રીક્ષાવાળો બોલ્યો ના બેન એની ચિંતા ના કરો પણ તમને કઈ તબિયત વધારે ખરાબ લાગે તો કેહાજો … રીક્ષા વાળાએ રીક્ષા મારી મૂકી ..ચાલીની બહાર રીક્ષા ઉભી રહી
રીટા ના પગમાંથી તાકાત જતી રહી હતી ઉતરી ના શકી .. ચાલી ના બે ત્રણ છોકરાએ પકડી લીધી અને બુમ મારી, આખી ચલ ભેગી થઇ ગઈ એક જ મિનીટ માં રીટાને ગોદડામાં નાખી ને એના ઘરમાં લઇ ગયા
આજુબાજુની પાડોશી ઓરતોએ રીટાના હાથે પગે માલીશ કરવાના ચાલુ કર્યા , અને વાતો ચાલુ થઇ હાડ માં એટેક લાગે છે ના ..ના.. પેચોટી ખસી ગઈ હોય તો આવું થાય .. ચાર પાંચ બૈરાઓ એ રીટાની પથારી પર હતી અને માલીશ ચાલુ હતું
રીટાને આંખે અંધારા આવતા હતા શ્વાસ લેવા માટે હવા જ નથી એવું લાગતું હતું અચાનક એણે મોટેથી બુમ મારી પરેશ.. પરેશ..
પરેશ દોડતો રૂમ માં આવ્યો રીટા ઉભી થઇ અને યંત્રવત પરેશને ચોંટી જોર જોરથી ને રડવા માંડી , બહાવરી થઇ ગઈ પરેશ કે રેવાબાઈની ચાલી ના લોકો કઈ સમજી ના શક્યા ..રીટા રડતી રહી …
રેવાબાઈ ની ચાલીના લોકો માં ચણભણ થઇ કોઈ વળગાડ લાગે છે , આ પરેશની બૈરીને .. ઝોડ વળગ્યું લાગે છે .. ભરબપોરે તો એ જ હોય .. ના ના માતા નું કઈ હોય …
પરેશએ રીટાને એની પથારીમાં સુવડાવી પાણી પીડાવ્યું બે ત્રણ સ્ત્રીને કીધું તમે રહો બાકીના બધા જાવ .. ઘર ખાલી થયું એક સ્ત્રીએ ચા મૂકી અને પરેશે પ્રેમથી રીટાને ચા પીવડાવી.. ધીમે ધીમે રીટા સેટલ થઇ ..
રાત પડી રીટાએ પરેશને કીધું રજા લઇ લો નોકરીએ મને ઠીક નથી આજે મારી પાસે રહો , જીવનમાં પેહલી વાર પરેશ પાસે રીટાએ કઈક માંગ્યું ..
પરેશએ કોઈ આનાકાની કર્યા વિના મોબાઈલ પરથી ફોન લગાડી ને કહી દીધું ફેકટરીએ કે હું નોકરીએ નહિ આવું ..
રીટા પલંગમાં પડી રહી હતી ,આજુબાજુ વાળા પડોશીઓ ખાવાનું ઢાંકી ગયા , મિતાલી નોકરીએ થી ઘરે પાછી આવી અને એને ખબર પડી કે એની મમ્મી ને આવું કઈક થયું હતું , મમ્મી ડોક્ટર પાસે ચલ રીટાએ ના પાડી બહારના રૂમમાં ટીવી ચાલુ કરીને મિતુલ બેઠો રહ્યો હતો મિતાલીએ પરેશ અને મિતુલ ને જમાડ્યા પોતાની થાળી લઈને રીટા પાસે આવે મમ્મી ચાલ જમી લે તો …
રીટાને આજે મિતાલીની હાજરી પણ ભારરૂપ લાગતી હતી એને મિતાલીમાં સતત આશિષ દેખાતો હતો , રીટાને ફરી ગભરામણ થવા લાગી .. રીટાએ ઉલટી કરી ..છેવટે ડોક્ટરને બોલાવ્યા રીટાને ઇન્જેક્શન અપાયું રીટા ઇન્જેક્શનની અસરમાં તંદ્રા અવસ્થામાં જતી રહી …
ભૂતકાળ દેખાવા લાગ્યો ..મોનાથી આશિષને દુર કરવા કેટલા બધા ચક્કરો ચલાવ્યા ..પણ અંતે તો બધું નિષ્ફળ .. મોના જ લઇ ગઈ આશિષને …રાત પસાર થઇ અડધી જાગતી અને ઊંઘમાં …
બીજે દિવસે સવારે મિતાલીએ ઓફિસે ફોન કર્યો અને જાણ કરી કે મારી મમ્મીની તબિયત ખરાબ છે હું નહિ આવી શકું ……CONT..15