કોલેજના એડમીશન ફોર્મ ભરવાની બસ્સો છોકરા છોકરીની લાઈન , છોકરીઓની જુદી લાઈન હતી અને કોઈએ બુમ મારી.એ ભાઈ યે લડકી લોગ રાઈટ્સ તો ઇકવલ લેતે હો તો ફિર લાઈનભી એક કરો અને છોકરાઓ છોકરીની લાઈન એક જ થઇ ગઈ અને …બધા એક સમાન ..!!
અને ઓહ .. એ ભોલી સૂરતવાળો બરાબર રીટાની આગળ આવીને ઉભો રહી ગયો ,રીટા એને સ્પર્શ કરવાની લાલચ રોકી ના શકી , લાઈનમાં સેહજ હલકો ધક્કો આવ્યો અને રીટા જાણી કરીને એ છોકરાની ઉપર પડી અને બધાની વચ્ચે એ છોકરાના ખભાનો એક હાથથી ટેકો લઇ અને પડતા બચી ગઈ એવો ડોળ કર્યો ..
એ છોકરો ઉંધો ફર્યો અને રીટાને પડતી બચાવી અને પોતાના બે હાથથી રીટાને ઝાલી રીટાએ પેહલીવાર આટલી નજીકથી કોઈ છોકરાની આંખો જોઈ ,આટલી ખૂબસૂરત કોઈ છોકરાની આંખો હોય …
ગીત આગળ ચાલ્યું …અને એકદમ ફીટ બેઠું ..
દે ગઈ ધોખા હમે નીલી નીલી આંખે …
હાય રામ શું આંખો હતી એ છોકરાની ..એકદમ નીલી નીલી , જાણે મધદરિયાનું પાણી , રીટા રીતસર ખોવાઈ ગઈ ..એ છોકરાએ ઉભી કરી રીટાને અને પોતાનાથી છૂટી મુકવાની કોશિશ કરી,પણ રીટાએ જાણે ક્યારેય જીવનમાં કોઈ છોકરો જોયો જ ના હોય એમ એની નીલી આંખોને જોતી રહી ..
એ છોકરાએ રીટાની આંખો આગળ એક હાથથી ચપટી વગાડી અને હાથ હલાવીને બોલ્યો એ ભાગ્યેશ્રી જાગો લૌટ આઓ ..હું તારો સલમાન નથી ..
અને રીટા એકદમ હોશમાં આવી આજુબાજુના બધા જ ઓગણીસ વર્ષના એના જેટલી જ ઉમરના છોકરા છોકરીઓ માટે મસ્ત સીન થઇ ગયો હતો ..
ભગવાનને પ્રાર્થના કરતી થઇ ગઈ રીટા .હે ભગવાન પેલો બ્લુ આંખો વાળો મારી જ ક્લાસમાં આવે ..પણ …અફસોસ ..
ક્લાસમાં તો આવ્યો જ ,પણ એ બ્લુ આંખોવાળો રીટાના જીવનમાંથી બહાર નીકળ્યો છેક રીટાના પેટમાંથીમિતાલી થઈને,અને એવી એજ નીલી નીલી આંખો જીવનભર જોવાની આવી રીટાને મિતાલીના રૂપમાં …
સુની હૈ દિલ કી મેહફીલ ભીગી આંખે.. હો ભીગી ભીગી આંખે
મેહફીલ સુની લાગી હતી, હા ચોક્કસ ખાલી સુની નહિ પણ ભયાનક અને બિહામણી પણ લાગી હતી …
જયારે પરેશની સાથે ભાગીને પરણી રીટા, અને રીટાના પપ્પાએ લોક લાજે માંડ માંડ નાતની વાડીમાં નાનકડો એક સત્કાર સમારંભ ગોઠવ્યો બસ્સો માણસનો ત્યારે ..
બધા જમી જમીને જતા રહ્યા અને છેલ્લે જનારમાં એક એ હતો નીલી નીલી આંખવાળો , વણનોતર્યો આવ્યો હતો એ આશીયો હરામી અને જતા જતા કાનમાં કેહતો ગયો હતો ..
એ રીટલી તારી આ પેહલી ડીલીવરી પતેને એટલે બોલાવજે આવી જઈશ તારા ઘરે ,સવા મહિનો પૂરો થાય એટલે .. અને આંખ મારીને સડસડાટ નાતની વાડીમાંથી એ બહાર નીકળી ગયો .. ત્યારે એ મીનીટે રીટાને માટે મેરી બિલ્લી મુજસે મિયાઉ જેવો ઘાટ હતો ..
પેટ ભરીને પસ્તાવો થતો હતો રીટાને ,પોતે બિલાડી પાળી અને મોટી કરી અને એ બિલ્લી બિલ્લો થઇ ગયો અનેરોજ મોઢા પર ઝાપટો મારતો ..છેલ્લા કેટલા વર્ષથી..
એ ઘડીએ પેહલી વાર એકદમ રીટાને વિચાર આવ્યો કે એ જીવે છે કોના માટે ..?? શું મતલબ છે આ જીંદગીનો ..? ક્યાં સુધી આ ધોખેબાજ મને હેરાન કરશે ..? કેવી રીતે કાઢીશ જીંદગી પરેશ જોડે ..? આખી મેહફીલ સુની થઇ ગઈ અને આંખો ભીની ભીની ..
અત્યારે જો આવું કેહતો હોય તો હજી શું કરશે .? આશિષની ભવિષ્યમાં થનારી હેરાનગતિઓ વિશે વિચારી વિચારીને શ્વાસ ભારે થવા લાગ્યો હતો રીટાનો ચક્કર આવ્યા અને ત્યાં જ રીટા ફસડાઈ પડી હતી …નાતની વાડીમાં ..!!…CONT..3