PAGE:-4
પથારીમાં પડ્યા પડ્યા મનોમંથન ચાલુ થયું રીટાને એક મન કેહતું હતું ..જે કરતો હોય તે તારે શું ..? બીજું મન કેહતું હતું એકવાર જો તો ખરી ક્યાંક કુદરતે આશિષને એકાદી થપ્પડ મારી હોય તો તું એને લાત મારીને આવ ..અને આ તારી તને નર્ક જેવી જીંદગી આપનારનો બદલો લે ..
એ જ જવાબદાર છે તારી આ હાલત માટે રીટા ..?
ના ના એ એકલો જવાબદાર નથી તું પાણ એટલી જ છે, તને ખબર હતી કે આશિષ આવો છે છતાં પણ તે એને તારું બધું ધરી દીધું .. અને પાછી ઉપરથી પ્રેગનેન્ટ થઇ અને એના ચાર મહિના સુધી એને તે જાણી કરીને આશિષને ના કીધું ..છુપાવ્યું કે આશિષ હું પ્રેગનેન્ટ છું …શું કરવા એવું કર્યું ..? છુપાવાની શું જરૂર હતી ?
ના કીધું તો શું થયું ?ગમે તેવો રાક્ષસ પણ પોતાના છોકરાને જોવે તો ઢીલો પડી જાય ..
બસ તે એજ ગણતરીએ તે એને ફાસ્યો અને તારી આ ગણતરી જ ખોટી પડી ..તું પણ એક સરખી જ જવાબદાર છે તારી આ હાલત માટે ..
ના જે હોય તે એક વાર તો આશિયાને જોવો છે, લગ્નના રિસેપ્શનમાં તો ડીલીવરીને સવા મહિનો પૂરો થાય પછી બોલ્વાજે એવા બણગા મારતો હતો પછી અચાનક ક્યાં ખોવાઈ ગયો ..?
દેખાયો જ નહિ આજ કાલ કરતા ત્રેવીસ વર્ષ થયા શોધવો તો જોઈએ ..બસ રીટાના મનમાં કીડો ભરાયો આશિયાને શોધો,
બીજે દિવસે પોતાના ઘરથી લાલ બસ પકડી આશિષના પોળના ઘરે પોહચી ગઈ ..તાળું મારેલું હતું આજુબાજુ પુછતાછ કરી ખબર પડી કે એ તો મણીનગર ભૈરવનાથ રોડ પર એક ફ્લેટમાં રહે છે ..અને ટ્યુશન કરે છે ..
પોળમાંથી બહાર નીકળતી હતી અને આંખમાં અને મનમાં આશિષ જ ભરાયો હતો ..ત્યાં એકદમ આશિષ જેવો જ નીલી આંખોવાળો છોકરો એની સામેથી નીકળી ગયો એક થડકારો ચુકી ગઈ રીટા .. ગજબની કુદરત છે ..
અને વિચાર આવ્યો રીટાને કે આ છોકરાનો બાપ આંધળો હશે ..? એને ખબર નહિ પડી હોય કે આ આશિયાનું ફરજંદ છે …
તરતજ જવાબ એના મને એને આપી દીધો તારા પરેશ ને ક્યાં ખબર પડી કે મિતાલી એની નથી ..પરેશ જેવા ઘણા મૂરખા દુનિયામાં રખડે છે , જેને લાંબુ વિચારવાની શક્તિ જ નથી હોતી કે પછી વિચારવું નથી હોતું ….
મણીનગરનું એડ્રેસ લઈને ભૈરવનાથ રોડ પરના ફ્લેટ પર રીટા પોહચી .. બેલ મારી અને એકદમ પોતાની દીકરી મિતાલીની નાની આવૃત્તિ જેવી સોળએક વર્ષની એક છોકરી એ બારણું ખોલ્યું ..
મનમાં વિચારતી રહી સાલા આશિયાના જીનેટીક્સ કેટલા ડોમીનેટીગ છે …એના બધા છોકરામાંમાં આંખો અને રંગરૂપ તો એનાજ આવે છે …
રીટા એ પૂછ્યું બેટા તારા ડેડી ઘરે છે બેબીએ ના પાડી ઉભા રહો આંટી, મમ્મી ઘરમાં છે બોલાવું ….એટલું કરીને અંદર દોડી ગઈ એકદમ પાતળી અને ઊંડી આંખો ઉતારેલી દુર્બળ એક સ્ત્રી આવી અને ઉભી રહી બોલો બેન શું કામ હતું …? રીટા એકદમ થોથવાઈ આ…આ.આ .શિસ ..
ના એ તો ટ્યુશન કરવા ગયા છે ..રાતે મળે શું કમ હતું તમારે ..? રીટા એ ગપ્પું ઠોક્યું મારે મારા બાબા માટે ટ્યુશન રાખવું છે ..
પેલી સ્ત્રી અંદર ગઈ અને એક વીઝીટીંગ કાર્ડ લઈને આવી આમાં એમનો મોબાઈલ નબર છે ફોન કરીને વાત કરી લેજો..
રીટા કાર્ડ વાંચતી હતી ત્યાં અંદરથી એક મોટી ચીસ સંભળાઈ ઓ મમ્મી..ઓ મમ્મી મોન્ટુ છૂટી ગયો છે .. મને મારે છે બચાવ ..બચાવ તરત જ પેલી સ્ત્રીએ બારણું ધડામ કરતુ બંધ કર્યું અને રીટા બહાર બારણા પાસે જ ઉભી રહી અંદરથી પેલી ઓરતની બુમો સંભાળતી હતી મોન્ટુ છોડ છોડ મોન્ટુ ..અને પેલી છોકરી ચીસો પડતી હોય એવું લાગ્યું અને એકદમ જોર જોર થી કોઈ મોટા પુરુષની દર્દભરી ચીખો સંભળાઈ આ આ આ ..આ અને એકદમ જ બધા અવાજ બંધ થઇ ગયા …..CONT..5