PAGE:-8
રીટા બોલી ..કઈ નહિ ખાલી તને મળવું છે ..
શું કામ ?
કામ તો કઈ નથી પણ બસ ..
કોઈજરુરી કામ ના હોય તો રેહવા દે
ના એકવાર તને જોવો છે મારે આશિષ
શું કામ ? શું કરીશ મને જોઈ ને ? મેં બધું છોડી દીધું છે જે તે મારી સાથે ચાલુ કરાવ્યું હતું તે ..
શું મેં ચાલુ કરાવ્યું હતું આશિષ તારી પાસે .. ?
ચલ જવાદે ..
હવે તો નહિ જવા દેવાય આશિષ તારે મળવું તો પડશે જ ..
ના ચાલશે મારી ભૂલ થઇ ગઈ રીટા તે નહિ મેં જે ચાલુ કર્યું હતું તે બધું બસ માફી માંગું છું ..
ના આશિષ કાલે સવારે આગિયાર વાગે આપણી કોલેજ ના પાછલા ભાગેપાર્કિંગમાં મળીએ અને જો તું નહિ આવે તો સીધી હું તારે ઘેર ..એટલું બોલીને રીટાએ ફોન કાપી નાખ્યો ..
આશિષએ ફરી રીંગ કરી રીટાએ મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો …આશિષ સમજી ગયો કે આ રીટા હવે જીદે ભરાઈ છે જવું જ પડશે બીજે દિવસે સવારે અગિયાર વાગે આશિષ પોહચી ગયો કોલેજ ના પાછલા ભાગે પાર્કિંગમાં ..
આખી કોલેજ નો માહોલ અને બધું જ અજાણ્યું લાગતું હતું આશિષને ,નાના નાના કોલેજ ના છોકરા છોકરીઓ હતા ..બિલ્ડીંગ એજ પણ માહોલ જુદો..
એક જમાનામાં કોલેજના દરવાજેથી બુમો પડતી એ આશિયા એ આશિષ .. કોઈ ને કોઈ તો બુમો મારી ને બોલાવતું રેહતું આજે એમાંનું કોઈ જ નોહતું દેખાતું કે સંભળાતું ..
રીટા કોલેજના પાછલા ભાગે એજ પાર્કિંગમાં ઉભી હતી , જૂની ગેસની કરેલી પોતાની ખખડધજ વેગન આર આશિષએ પાર્ક કરી અને ઉતર્યો રીટાની સામે ગયો …
રીટા જોતી રહી આશિષને એ નીલી નીલી આંખો સાવ અંદર ઉતરી ગઈ હતી, ઉપર જાડા ચશ્માં અને આંખની બખોલ ઉપર કાળી સફેદ નેણો ,માથાના વાળ બધા સફેદ બે ચાર માંડ ક્યાંક કાળા ,દુબળો પાતળો ખાલી પેટ બહાર અને સફારી સુટ પેહરેલો અકાળ વૃદ્ધત્વને ધારણ કરેલો આશિષ…
અને આશિષ જોતો રહ્યો રીટાને કાળા ભમ્મરવાળ લાંબા થોડું સરસ ઘાટીલું શરીર અને એવો પેહલા જેવો જ ગોરો વાન પણ સાવ સાદા કપડા..આર્થિક સંકડામણ એના શરીર પર દેખાતી હતી ..
રીટા જોઈ રહી આશિષને એને થયું આ શું અને બોલી પડી આશિષ પિસ્તાલીસ વર્ષમાં તારી આવી હાલત કેમ ? સાહીઠ વર્ષનો કેમ લાગે છે તું આશિષ ?
આશિષ થોડું ફિક્કું હસીને બોલ્યો શું ફર્ક પડે છે સાહીઠ નો લાગુ કે સીતેરનો ..!! બોલ ચલ કામ બોલ ..રીટાએ ઝીણી આંખ કરીને પૂછ્યું કામ તો કઈ જ નથી ખાલી તને જોવો હતો અને તારી દીકરી મિતાલીની વાતો કેહવી હતી તને જોવી છે મિતાલીને ..?
આશિષ ફરી એકવાર ફિક્કું હસીને બોલ્યો એનો બાપ તો પરેશ છે રીટા ,હું નહિ કૃષ્ણનીમાં જશોદા હતી દેવકી નહિ તું ખોટી જગ્યાએ વાત કરવા આવી છે રીટા …હું તો એના માટે કંસ છું .
રીટા થોડા વ્યંગમાં બોલી ઓહો બહુ જ્ઞાની થઇ ગયો છું ને તું તો કઈ મોટી મોટી વાતો કરે છે ..
આશિષ બોલ્યો સમય અને સંજોગ માણસને ઝુકાવે છે રીટા ચલ જવા દે એ બધું ,મને જોઈ લીધો હોય તો હું જાઉં ..
ના ના એમ થોડા જવાય જુના દિવસો થોડા યાદ કરી ને જઈએ આશિષની આવી દુ:ખી વાતોથી રીટાના મનને સંતોષ મળતો હતો એટલે એ વધારે વાતો ખેંચવાના મૂડમાં આવી ગઈ…..CONT..9