PAGE:-9
શું યાદ કરવું છે કોઠી સાફ કરીશું તો કાદવ જ નીકળશે રીટા છોડ હવે..
ના ના આશિષ યાદ કર એ કાદવમાંતો આપણે મન ભરીને નાહ્યા હતા અહિયાં જ જો યાદ કર પેલી ધૂળેટી …અને કાદવ ..
આશિષએ નિસાસો નાખ્યો આખી કોલેજની વચ્ચે રીટાએ એને રંગ્યો , જંગલીની જેમ એને ચોંટી અને કાદવમાં આળોટી એની સાથે ..પાછળના જેન્ટ્સ ટોઇલેટ માં જઈને બંને જણા નાહ્યા.અને બધું જ …
રીટા શું ફાયદો છે આ બધું યાદ કરીને ..?
ચલ ફરી કરીએ એ બધું આશિષ ..રીટા થોડું દાઢમાં બોલી ..
આશિષ બોલ્યો ના થાય હવે આ શરીર સાથ ના આપે લપસી જઈએને તો હાડકા તૂટે અને એ ફરી રીપેર ના થાય ..
કેમ ..?આવો બરબાદ કેમનો થઇ ગયો તું ..? કોણે કર્યો ..તને આટલો બધો બરબાદ ? તારી બૈરીમાં તો કઈ એટલી તાકાત ના દેખાઈ મને આશિયા ..
આશિષએ પૂછ્યું તું ક્યારે મળી એને ?
તારા ઘરેથી જ એની પાસેથી જ આ તારું કાર્ડ લીધું અને તને ફોન કર્યો છે ડર નહિ બીજી કશી વાત નથી કરી મેં એને .. ટ્યુશન માટે કામ છે એમ કરીને નીકળી ગઈ છું .. તારા જેટલી હરામી અને નફફટ હું નથી ગમે તેમ તો પણ હું સ્ત્રી અને એક માં છું ..
આશિષ થોડું જોરથી હસ્યો સારું લાગ્યું આટલા વર્ષે તને ખબર પડી કે તું સ્ત્રી છું ..
કેમ ..તું કેહવા શું માંગે છે આશિષ ?
કઈ નહિ
આશિષ ચોખ્ખી વાત કર …ફોન પર પણ તું બોલ્યો હતો કે મેં તને બગાડ્યો હતો તારા દિમાગમાં જે હોય તે ચોખ્ખું બોલ ..
સંભાળવું છે ..?
હા આશિષ સંભાળવું છે મારી જીંદગી ને દોજખ કરનારાના મોઢે મારે સંભાળવું છે કે તું..
આશિષએ વચ્ચે થી વાત કાપી અને બોલ્યો જો રીટા હજી કહું છું નહિ જીવી શકે તું હું બોલીશ એ સાંભળીને
એ મારા પર છોડ આશિષ બોલ તારે શું કેહવું છે …રીટા ઝઘડવા તૈયાર થઇ ..
રીટા યાદ કર આ જ કોલેજમાં તું મારી ઉપર પેહલીવાર પડી હતી ,અને આજ કોલેજના કંપાઉંડમાં તે મને કીધું હતું કે તારે મારી સાથે ફ્રેન્ડશીપથી વધારે કઈ નહિ જોઈએ મેં તને ના પાડી હતી કે હું મોના સાથે કમિટેડ છું પણ તે હમેશા મને ઉકાસાવ્યો..
રીટા બોલી કેવી રીતે ..?
તારે હવે ઘણું બધું યાદ કરવું છે રીટા એવું લાગે છે ..
હા યાદ કરવું છે બોલ આગળ બોલતો જા આશિષ ..
યાદ કર મેં તારો હાથ નોહતો પકડયો પેહલી વાર તે મારો હાથ પકડ્યો હતો ..યાદ છે પછી ..? લાયબ્રેરીમાં આપણી વચ્ચે મુકેલી ચોપડી એ તે હટાવી હતી રીટા અને તારી જાંઘ પર તે મને હાથ મુકાવ્યો અને …
આગળ બોલ .. ..
સફેદ ટીશર્ટ અને અંદર બ્લેક ..
એમાં મેં તને શું ઉકસાવ્યો ??
હાથે કરીને તું પાણી પીતા પીતા તું તારા ટીશર્ટને ભીનું કરતી અને બધું તારા ટીશર્ટમાંથી મને આરપાર ..
બહુ નાની નાની વાતો યાદ છે તને તો આશિષ ..
લે મોટી વાત કહું .. તારા ઘેર કોઈ નોહતું અને તું મને પરાણે ભરબપોરે તારા ઘેર લઇ ગઈ અને ત્યારે તું જ એગરેસીવ થઇ ગઈ હતી અને એ મારું પેહલું સ્ખલન હતું ..
કેમ મોના જોડે તો તારે જાણે આધ્યાત્મિક પ્રેમ હતો આશિષ ..? શું જુઠ્ઠું બોલે છે ..? જાણે તે મોનાને હાથ ના લગાડ્યો હોય એમ વાત કરે છે .! રીટા આડું જોઈ ગઈ …CONT..10