નમસ્તે દોસ્તો ,
ફરી એકવાર એક નવી વાર્તા લઇને આવું છું , આ વાર્તામાં ક્યાંક કોઈકને એવું થશે કે શું ખરેખર આવું બનવું શક્ય છે ..?
મારા કોલેજ ના દોસ્તોને ખાસ વિનંતી કે મેહરબાની કરીને ક્યાય કોઈ કનેક્શન ના જોડશો ,
હું બહુ ચોકસ્સપણે માનું છું કે સત્ય કલ્પના કરતા વધારે ભયાનક હોય છે , આ વાર્તામાં ક્યાંક કંઇક સત્ય છે પણ બાકીની મોટા ભાગની મારી કલ્પના છે ..
થોડા સમય પેહલા મને કોઈ એક અમેરિકન ગુજરાતી વડીલની આત્મકથા લખવાનું કહેણ આવ્યું હતું , મારી એક જ શરત હતી કે તે લખવામાં કે ..
તમારા જીવનમાં કઈક મોટી ઉથલ પાથલ હોવી જોઈએ તો હું લખું ,અને સાચું બોલવાની તમારામાં તાકાત હોવી જોઈએ ..
જો તમારી જીંદગીમાં આવું કંઇક છે કે તમારે જુવાનીમાં ખાવાના વાંધા હતા ,બાળપણમાં રોડની લાઈટ નીચે બેસી ને તમે ભણ્યા , કોઈના ઉછીના પાછીના પૈસા કરીને માંડ માંડ અમેરિકા આવ્યા અને ખુબ મેહનત કરી અને આજે તમારી પાસે હેલીકોપ્ટર છે .. તો આવી આત્મકથા લખવામાં મને રસ નથી ..
આવું તો ઘણા બધાની સાથે બન્યું છે ..અને હકીકતે પણ આવું જ કઈ હતું ..!! એટલે મેં માંડી વાળ્યું ..
મારી વાર્તાઓમાં ક્યારેક તમને વધારે પડતું કોઈ એક અસામાન્ય તત્વ લાગશે પણ આ વિશ્વાસ રાખજો દોસ્તો આ અસામાન્ય લાગતું તત્વ જો ખરેખર સત્ય લખું તો એ મારી કલ્પનાથી વધારે ભયાનક નીકળશે …
રીટા , આશિષ ,અને મોના ત્રણે ત્રણ ક્યારેક મારી થોડીક નજીક રહી ચુક્યા છે ,છેલ્લી બેંચ પર બેસી અને તોફાન કરનારા વાંદરામાં મારો નંબર પણ હતો …
ક્યારેક એવું લાગે કે એક ડોકટર કક્ષાની વ્યક્તિ શા માટે આવા વર્ગમાં પડે ?
થોડું સત્ય અને થોડી મારી કલ્પનાની ભેલપૂરી એટલે આ વાર્તા
નીલી નીલી આંખે ..
તમને ગમશે એવી અપેક્ષા સહ
- શૈશવ વોરા
Page 1 Page 2 Page 3 Page 4 Page 5 Page 6 Page 7 Page 8
Page 9 Page 10 Page 11 Page 12 Page 13 Page 14 Page 15 Page 16