Page:-11
વાસંતીબેનનો કાયમનો અફસોસ રહી ગયો ,પણ બંને દિયરો એ એટલો પ્રેમ અને માન આપ્યા કે અફ્સોસ્સ ખાલી નામ માત્રનો રહ્યો ….
દિલીપભાઈ એ કીધું બા હું રીન્કુ જોડે વાત કરી લઉં છું બધી પેઢીઓના સરવૈયા એમને આપું છું ..પ્રભુદાસભાઈ કઈ બોલવા ગયા ..નથી બોલવાનું તમારે કઈ મોટાભાઈ .એમ કરીને દિલીપભાઈ એ રોક્યા ..
પ્રભાબા વચ્ચે બોલ્યા ..પરભુ કરવા દે દિલીપને જે કરવું હોય ઈ બધું બરાબર છે હું ય જાણું તો ખરી કે મારા છોકરા કેટલું કમાણા છે હવે તો મારે પણ સરવૈયા જોવા છે .. સાચો આંકડો હશે તો હું ય હૈયે ધરપત લઇ ને જઈશ કે મારી સાત પેઢી સલામત છે …અને દિલીપ ,રમેશ ના સરવૈયા પણ મંગાવજે મારે ઈ પણ જોવું છે ..
જા દિલીપ રીન્કુ વહુ ને બોલાવતો આવ દિલીપભાઈ એ મોબાઈલ કર્યો અને રીન્કુને દિવાનખંડમાં બોલાવી ..
પ્રભાબેન એ વાત નો દોર હાથમાં લીધો લગભગ સાંજ પડી હતી ..જુવો રીન્કુ બટા આજે આતમારા મોટીબા તમને બહુ મોટી જવાબદારી સોપે છે ..તમે આજકાલ કરતા પાંચ વર્ષથી આ ઘરમાં આવ્યા છો હવે તમારાથી કઈ છાનું નો હોય અમારે અટલે રીન્કુ તમારે તમારા ભણતરનો ઉપયોગ કરી અને મારું આ કામ પાર પડવાનું છે ..
રીન્કુ નીચી નજરે સાંભળતી રહી ..અને એમાં કાઈ તકલીફ પડે તો દીલીપકાકા તમને મદદ કરશે , તમારે મને આપણા કુટુંબની બધી મિલકત ગણી અને મને આપવાની છે અને એ બધા કાગળિયાં તમારે મને જ સોપવાના છે , પરભુ કે વાસંતીને નહિ અને બને તો અનીલને પણ કેહવાની જરૂર નથી ,અને આટલામાતમે સમજી ગયા હશો …
રીન્કુ એ એક પ્રશ્નાર્થ મોઢા પર લાવી અને પ્રશ્ન પૂછી નાખ્યો દિલીપકાકા વેલ્યુએશન કરવાની છે કે બેલેન્સશીટમાં જે બતાડી એ વેલ્યુ મુકવાની ?
દિલીપભાઈ એ તરત જવાબ આપ્યો..ના રીન્કુ બેટા બધી મિલકતોની કરંટ માર્કેટ વેલ્યુ મુકવાની ને કાચું સરવૈયું કાઢવાનું છે ,
રીન્કુ એ સામો સવાલ પૂછ્યો વેલ્યુઅર કોણ છે આપણા કાકા ?મારે એમની જરૂર પડશે ..
એ બધું થઇ જશે બેટા ..રીન્કુ ને ફટાફટ સવાલો કરતી જોઈ ને પ્રભાબેન રીન્કુ પાસે આવ્યા અને બોલ્યા ..લે આ મારો અનીલ પણ લાવ્યો છે તો કરોડોમાં એક હો ..જાવ બટા અત્યારે તમે તમારા કામ કરો પછી દીલીપ તમને ફોનથી બધું જણાવશે ..રીન્કુ બહાર ગઈ
દિલીપભાઈ એ પૂછ્યું બા અમેરિકા ફોન કરું હવે ત્યાં સવાર પડી હશે ..પ્રભાબેન થોડા મુંઝાણા પણ પછી બોલ્યા હા લગાડ
દિલીપભાઈએ પોતાના મોબાઈલથી રમેશ ને ફોન લગાડ્યો સુખ શાંતિ ના સમાચાર ની આપ લે થઇ પછી દિલીપભાઈ એ કીધું રમેશ બા ને આપણું મજિયારું છુટું કરવું છે તો તારી મિલકતનું કાચું સરવૈયું ક્યારે મોકલી શકીશ ?
સામેથી રમેશભાઈ નો જવાબ આવ્યો ભાઈ હમણાં અત્યારે જ મોકલું છું , અમારે યાં તો બધું કોપ્યુટરમાં તૈયાર જ હોય હું તમને હમણાં જ ઈમેઈલ કરું છું ..
દિલીપભાઈ એ રોકયો ..રમેશ ,ના મને નહિ રીન્કુ ને કરી દે અને જે ડીટેઇલ ખૂટતી હશે એ રીન્કુ માંગી લેશે તારી પાસેથી..
રમેશભાઈ એ જવાબ આપ્યો સારું ચોક્કસ ..
દિલીપભાઈ એ કીધું દિવાળી પર દસ દિવસ વેહલા આવો થોડું વધારે રેહ્વાય ભાડલા ..
રમેશભાઈ સંમત થઇ ગયા સારું હું અને માલતી વેહલા આવશું અને છોકરા ધનતેરસના આવી જશે અને નાતાલ કરી ને જશું અમે બધા ..
ફોનન પત્યો પ્રભુદાસ ભાઈ હજી ઉદાસ હતા ..એ દિલીપ રે`વા દે ને ભાઈ આ બધું ..
પ્રભાબેન એ કીધું પરભુ તું આકળો થામાં.. હું હજી બેઠી છું … CONT….12