Page:-12
દિલીપ ,તારી બંને બે`નો અને બનેવીઓ ને પણ બોલાવી લે ભાડલા અને એમના દીકરા વહુ અને દીકરી જમાઈ ને લઇ ને આવે બધા ભાડલા દિવાળી કરવા …
પણ આ બધી વાતમાં દિલીપભાઈ અને પ્રભાબેન ને નવાઈ લાગી કે રમેશએ એક જ મિનીટમાં એમ કેમ કહી દીધું કે હા હું મારી બધી મિલકતનું લીસ્ટ સરવૈયું મોકલું છું અને સામો સવાલ પણ ના પૂછ્યો ..?
પણ જે હશે તે.. પડશે એવા દેવાશે …
બીજા દિવસે બધા છુટા પડ્યા અને સીધા ભાડલા મળશું દિવાળીના દસ દિ` પેહલા …
પ્રભાબેન પણ ભાડલા જવા નીકળી ગયા જોડે વાસંતીબેન પણ ભાડલા ગયા બા તમારાથી એકલા નો પોહચાય આટલા બધા આવે છે.. ઘણું બધું કરવું પડશે ..અહિયાં તો મારે કરનારી રીન્કુ છે ..અને મંજુલા તમે બને તો શરદ પૂનમે આવી જજો ભાડલા…
ભાડલામાં વિઠ્ઠલભાઈ મનુભાઈ પારીની હવેલી ના રંગ રોગાન ચાલુ થઇ ગયા .. વાડીએથી પાંચ માણસો ને હવેલીએ બોલાવી લેવામાં આવ્યા બધા કમરાઓ ને ખોલી અને રંગ રોગાન ચાલુ કર્યા …
શરદ પૂનમે મંજુલાબેન પણ મુંબઈથી આવી ગયા ભાડલા…
રીન્કુ પોતાના કામે વળગી હતી , અમેરિકાથી બેલેન્સશીટ આવી ગઈ હતી , દિલીપભાઈ નો આંકડો પણ આવી ગયો હતો , પ્રભુદાસભાઈ પાસેથી વિઠ્ઠલભાઈ મનુભાઈ પારીનો આંકડો આવ્યો …
પ્રભાબેનના માટે મોટી રાહતની વાત એ હતી કે એમના બધા છોકરાઓએ પોતાની મિલકતનો આકડો આપવા તૈયાર થઇ ગયા એ પણ મજીયારો છૂટો કરવો છે એ વાત જાણતા હતા છતાં.., એમણે મનોમન નક્કી કર્યું કે બધાની મિલકત ભેગી કરી ને ત્રણ ભાગ કરી નાખીશ , પણ જો કોઈ વધારાનો ફણગો ફૂટે તો ..? કે કોઈ હા ના થઇ તો ?
પછી વિચાર્યું કે પડશે એવા દેવાશે..પછી ફરી વિચાર આવ્યો કે એ ના ચાલે , એ તો કંકાસનું ઘર તો પેહલેથી જ એવું કઈક કરવું પડે કે કંકાસના થાય .. છેવટે તનસુખભાઈજી ને જમનાભાભી ની મદદ લેવાનું વિચાર્યું …
રાત પડ્યે પ્રભાબા એ રીન્કુને ફોન લગાડ્યો .. બેટા કેટલે પોચ્યું તમારું કામ ? રીન્કુ એ કીધું મોટીબા બધું લગભગ તૈયાર છે પ્રભાબેનએ કીધું …તો પછી ભાડલા આવો બટા ,
રીન્કુ એ કીધું પણ મોટીબા મમ્મી ત્યાં છે અને હું પણ આવું તો અહિયાં ..પ્રભાબેન તરત જ સમજી ગયા … સારું હું વાસંતી જોડે વાત કરું છું …એમણે તરત જ ફોન કાપી અને બુમ મારી વાસંતી ..? વાસંતીબેન દોડતા આવ્યા બોલો બા શું ..? પ્રભાબેને પૂછ્યું મંજુલા ક્યાં ? ઈ તો બારે ગ્યા છે નાથાભાઈ હારે ..
હા તો તું બેસ મારી હારે .. જો વાસંતી રીન્કુ એ બધું તૈયાર કર્યું છે , કાચા સરવૈયા અને દિલીપ પણ બે `દિ માં આંય ભાડલા આવશે અને એના ત્રણ દિ` પછી રમેશ ને માલતી અમેરિકાથી આવશે તું એક કામ કર તું પરમદિ` અમદાવાદ જા અને રીન્કુ ને આંય મોકલ ..
અને હા ઓલી તારી દેરાણી માલતી અમેરિકાથી કંઈ સીધી ભાડલા નો આવે ,એ પેલા એના પિયર જાહે , એટલે ઈ બેગુ મુકશે તારે ઘેર અને રેશે પિયર …તું તારે એના કપડાના ગાંસડા ધોયા કરજે …
વાસંતીબેન ખડખડાટ હસવા માંડ્યા અને બોલ્યા .. બા મારા માટેઈ બધું ક્યાં નવું છે ? ઈ માલતીતો હમેશા એમ જ કે છે હું પિયર બે દિ માંડ રહું છું પણ જે દિ` ના અમદાવાદમાં પગ મુકે ઈ દિ` થી એની પિયરની એક ગાડી ઉભી જ હોય આપડે બારણે…અને ઈ બપોરની જાય એના પિયરીયા ભેગી તે આવે મોડી રાત્રે અને પાછી ગણાવે કે હું તો મારા સાસરે જ રહું છું …હવે બા જવા દયો માલતીની વાતું , બીજું કાઈ કામ હોય કયો બા ?
ના બસ અને તું જરાક જાણી લેજે કે માલતીને ભાગ લઈને એના ભાગના રૂપિયાનું કરવું છે શું ? જો ઈ બોલે તો …