Page:-17
રમેશે આગળ કીધું ……તો એ જો એ રૂપિયા પર મારો અને દિલીપભાઈનો હક્ક હતો તો અમે ધંધો કરીને જે રૂપિયા વધાર્યા એની ઉપર તમારો હક્ક કેમ ના લાગે ?
પ્રભુદાસભાઈ અકળાયા અરે તમે તો બંને નાના નાના હતા ત્યારે એ દિવસે મેં બાપુજીના પચીસ લાખ લીધા હતા ધંધો કરવા માટે..
રમેશે કીધું ..એકદમ સાચી વાત મોટાભાઈ અમે નાના નાના હતા અને હજી પણ તમારાથી નાના છીએ , તમે બાપુજીના ગયા પછી અમારા માટે બાપુજીની જગ્યાએ જ છો , વાસંતીભાભી મારી માં જ છે ,એટલે તમારે કોઈ જ ભાગ પાડવાનો ના હોય અને રહી વાત રેણુકાની તો એને તમે કેહશે એનાથી સવાયું હું અને દિલીપભાઈ આપીશું …
પ્રભુદાસભાઈ એકદમ આકળવિકળ થઇ ગયા એક બાજુ હું તારો બાપ છું એમ કહે છે અને તું કે દિલીપ મારું કહ્યું કોઈ સાંભળતું જ નથી મારે તો જીવતે જીવત મરવાના દા`ડા આવશે ..
રમેશે કીધું ..તમે એ બધી વાત જવા દો હું બા જોડે અને દિલીપભાઈ જોડે કરી લઈશ , હું કાલે ભાડલા જાઉં ?
પ્રભુદાસભાઈએ કીધું… હવે એમાં શું કરવા મને પૂછે છે જાવ બધા યાં ભાડલામાં ભેગા થઈને મારી આબરૂ પૂરી કરી નાખજો તું બા અને દિલીપ …
રમેશે કીધું ..ભાઈ હજી ક્યાં કઈ કર્યું છે વચન આપું બસ તમે કેહાશો એમ હું અને દિલીપભાઈ કરશું બસ ..
પ્રભુદાસભાઈ એ નિ:સાસો નાખ્યો …
સાજે કાલુપુર ઓફીસથી રમેશ સીધો એના સાસરે ગયો અને ત્યાં બધાને મળી અને પાછો ઘેર આવ્યો અને થોડો વેહલો જમી ને ઊંઘી ગયો …મુસાફરીનો થાક ઉતારવા ..
રમેશ ઊંઘ્યો અને માલતી ઉઠી …ફ્રેશ થઇ ને બહાર બંગલા ના ગાર્ડનના હિંચકે વાસંતીબેન પાસે ,માલતી બેઠી ..
માલાતીએ પૂછ્યું ..ભાભી રીન્કુ ને કેમ ભાડલા મોકલી એ અહી હોત તો મને થોડાક દિવસ સારું લાગત ..
વાસંતીબેને જરાય શબ્દો ચોર્ય વિના કહી દીધું.. બા ને આપણું મજિયારું છુટું કરવું છે અને રીન્કુ સી.એ. થયેલી છે તે બહારના કોઈ ને રાખી અને આપણા ઘરની વાત બહાર ના જાય એટલે બા એને બધા હિસાબ કિતાબ સમજવા યાં એને ભાડલા બોલાવી છે..
માલતી થોડા આશ્ચર્ય સાથે બોલી રીન્કુ પાસે બા સમજશે અને પછી બા બધું નક્કી કરશે ?
વાસંતીબેને કીધું.. હા
માલતી બોલી ..બા ને બધી ખબર પડે છે એકાઉન્ટ્સમાં ?
વાસંતીબેને કીધું ..હા માલતી મને નો પડે પણ બા ને બધી પડે,બાપુજી ના ગયા પછી બા અને તમારા મોટાભાઈએ જ બધું છુટું કર્યું હતું ,અને તમારા ભાઈ દર અઠવાડિયે અમદાવાદથી ભાડલા આવતા અને બા ને બધા હિસાબ કિતાબ સમજાવતા ,ઈ માં દીકરાએ વર્ષો સુધી ભેગા બેસી ને નામા જોયા છે…
માલતી થોડા આશ્ચર્યથી ..બોલી એટલે ભાઈ બધી ધંધાની વાત તમને કેહવાની બદલે બધું બા ને કેહતા ? તમે એવું કેવી રીતે સહન કરી લેતા તા ભાભી આ બધું ?
વાસંતીબેન બોલ્યા ..મારા લગન થ્યા ત્યારે તો હું બહુ નાની હતી અને બા એ જમાનાના મેટ્રિક પાસ છે ,અને જો માલતી મારા માણસ એની માં ને જ બધી વાત કરતા તા ને ક્યાં કોઈ પારકાને વાત કરતા ? એમાં ખરાબ શું લગાડવાનું?
જે વાત માલતી માટે અસહ્ય હતી તે જ વાત વાસંતીબેન માટે સહજ હતી …બે દેરાણી જેઠાણી ના સ્વભાવ અને સાલસતા નો આ ફર્ક હતો..
વાસંતીબેને લાગ જોઈને પૂછી કાઢ્યું .. તે પણ માલતી તારા જેઠને ફોન કરીને કેમ પૂછ્યું તું તે તમારી આંય દેશમાં મિલકત કેટલી છે ..? તે તમને નામામાં ખબર પડે ?
માલતી એ કીધું ..ના ભાભી બહુ નહિ
તો તમે કેમ પૂછ્યું હતું ? CONT….18