Page:-21
પ્રભાબેન રીન્કુ જોડે ફરી બેઠા .. બેટા રીન્કુ આજે મને છેલ્લો આંકડો આપો ,રીન્કુ એ આંકડો આપ્યો …મોટીબા બધું થઇ ને બધાની સ્થાવર જંગમ અને રોકડ મિલકતમાં
પ્રભાબેન વિઠ્ઠલભાઈની ૫ (પાંચ) કરોડ
પ્રભુદાસ વિઠ્ઠલભાઈની ૧૦૦ ( એકસો )કરોડ
દિલીપભાઈ વિઠ્ઠલભાઈની ૨૩૫ ( બસ્સો પાંત્રીસ )કરોડ
રમેશભાઈ વિઠ્ઠલભાઈની ૧૧૦૦(અગિયારસો ) કરોડ રૂપિયામાં
થાય છે , સૌથી વધારે રમેશકાકાની મિલકત આવે છે ..
પ્રભાબેને પૂછ્યું ..આમાં તે કોઈના બૈરાના ઘરેણા નથી મુક્યાને રીન્કુ ?
રીન્કુ એ કીધું ના મોટીબા એ તમે ના પાડી હતી એટલે કોઈના ઘરેણા નથી મુક્યા …ઘરેણાની કિમત આમાં નથી .
હવે રીન્કુ બેટા તમે ઘણું ભણેલા છો મને થોડી સલાહ આપો આ મજિયારું મારે છુટું કરવું કેમનું ? આ બધા ભાઈઓએ તમારા દાદાજીના લગભગ પચાસ વર્ષ પેહલાના પચીસ લાખમાંથી આટલું સર્જન કર્યું છે મૂડી બધા એ બાપની જ વાપરી છે કોનો કેટલો હક્ક ગણાય ?
રીન્કુ બોલી મોટીબા જુવો મોટી મોટી કંપનીઓમાં જયારે ભાગ પડતો હોય છે ત્યારે કોઈ બહારના પ્રોફેશનલને બોલાવવામાં આવે અને દરેક વારસદારોના ઇન્ટરવ્યુ લે અને યોગ્ય વ્યક્તિ ને ધંધો અને બીજાને રોકડ અને સ્થાવર મિલકત આપવામાં આવતી હોય છે ..અને મોટીબા આપણા કેસમાં તો બધાના કુટુંબોની અંદર અંદર એન્ટ્રીઓ બહુ ફરેલી છે એ સીધી કરાવી પડશે..પેહાલાતો …
પ્રભાબા બોલ્યા ..બટા મારા તો ત્રણે ત્રણ લાયક છે અને એમણે પોતાનો ધંધો પોતાની રીતે ઉભો કર્યો છે…દરેકે એકબીજા માટે સમય , પૈસા અને પોતાના અરમાનો નો ભોગ આપ્યો છે હવે તમે કહો કે મારે શું કરવું ..
રીન્કુ મૌન થઇ ગઈ .. મોટીબા હું તો એટલું કહું કે જયારે જે પણ છુટું કરો ત્યારે એન્ટ્રીઓ બધી જ ફેરવી નાખજો બધું પેહલા તમારા નામે લઇ અને જેને જે આપવું હોય તે તમે આપજો એટલે ચોપડા બધાના ચોખ્ખા રહે ,
પછી રીન્કુ આગળ બોલી મોટીબા આવો આપણા મજીયારા જેવો કિસ્સો તો ક્યાય નથી વાંચ્યો કે જોયો .
પ્રભાબા એ નિ:સાસો નાખ્યો .. અરે રે ભગવાન કેમ મારી આટલી કસોટી કરે છે ?
સારું ચાલો ત્યારે હું જ કઈ વિચારું …
બીજા દિવસે બપોર પડે માલતી ભાડલા આવી , પ્રભાબેન અને મંજુલાબેન બંને ને ખબર હતી કે રમેશ અને માલતીમાં ચકમક ઝરવાની છે એટલે બંને જણા પેહલેથી જ તૈયાર જ હતા મંજુલાબેન બને તેટલી માલતીને રમેશથી દુર રાખવાની કોશિશ દિવસભર કરતા રહ્યા ,પણ સાંજ પડે હિંડોળાવાળા રૂમમાં બધા ચા પીવા ભેગા થયા .. રીન્કુ ,પ્રભાબા , મંજુલાબેન અને રમેશ માલતી ..
રમેશે સીધું જ પૂછ્યું ..માલતી તારે મોટાભાઈ ને પૂછવાની કેમ જરૂર પડી ?તે ફોન કેમ કર્યો ?
માલતીએ પેહલા જ હથિયાર હેઠા મૂકી દીધા .. મારી ભૂલ થઇ ગઈ સોરી ..
પણ રમેશ નું મગજ છટકેલું હતું .. તારા બાપ ના ઘેરથી તું બધું લાવી છે ?
માલતીએ કીધું .. મારા બાપનું નામ લેવાની ક્યાં જરૂર છે મેં કીધું તો ખરું કે મારાથી ભૂલ થઇ ગઈ ..રમેશ અકળાયો તને ભાન છે મોટાભાઈ અને ભાભીનની શું હાલત હશે તારા આ એક ફોનથી ? તે અહિયાં બધાના જીવતર હરામ કરી નાખ્યા નાલાયક
માલતી બોલી જો રમેશ તું વધારે પડતું બોલે છે ..
આ તારા એક ફોન ને લીધે બંને ભાઈઓ ભાભીઓ અને બા બધા અત્યારે મજિયારું છુટું કરવું એવા નિર્ણય પર આવ્યા છે, માલતી બોલી તો ખોટું શું છે ? ક્યારેક તો કરવાનું જ છે ને તો આજે ભલે થતું …CONT….22