Page-2
મૂળે અંજલી મુંબઈ માં મોટી થયેલી અને મીઠીબાઈ કોલેજ માં ભણેલી , મુબઈ ના એક ધનાઢ્ય જૈન પરિવાર નરોત્તમ કાલિદાસ ઝવેરી શેઠ ની પૌત્રી અને સુમનલાલ ઝવેરી અને શ્રીમતીબેન ઝવેરી ની દીકરી ….
શ્રીમતીબેન મૂળે અમદાવાદ ના અને એમને મુંબઈ પરણાવવા માં આવ્યા હતા , શ્રીમતીબેન ને મુંબઈ ની જિંદગી બીલકુલ પસંદ નોહતી એટલે પોતાની બંને દીકરીઓ માટે જમાઈ અમદાવાદ માં જ શોધ્યા ….મોટી દીકરી દર્શના માટે બિમલ અને નાની અંજલી માટે શૈવલ ….
નરોતમ કાલિદાસ ઝવેરી મુંબઈ નું એક બહુ મોટું નામ મુંબઈમાં અને ખુબ માલેતુજાર કુટુંબ , નરોતમ કાલિદાસ ઝવેરી ને ચાર દીકરા ,એમાં સુમનલાલ ઝવેરી સૌથી નાના , મોટા ત્રણે ભાઈઓ ને એક દીકરો અને દીકરી હતા , જયારે સુમનલાલ અને શ્રીમતીબેન ને બે દીકરીઓ સંતાન માં , ચારેભાઈઓ ને નરોતમદાસ એ પોતાના જીવતે જીવ બધું સરખા ભાગે વેહચી આપ્યું હતું પણ એમના દીકરાઓ નો અને ચારે દેરાણી જેઠાણી નો સંપ એટલો કે તમામ ધંધા હજી પણ મજીયારા માં જ ચાલતા ……સુમનલાલ ના પોતાના નામે વાલકેશ્વર માં બે ફ્લેટ ઉસ્માનપુરા અમદાવાદ માં એક બંગલો અને થોડી જમીનો અમદાવાદ માં ભેગી કરેલી , બે આઠ આઠ કરોડ ની સખાવત કરી અને બે દેરાસર પણ સુમનલાલે એકલા જાતે બનવડાવ્યા હતા ….નરોતમ કાલિદાસ ઝવેરી ના ધંધા માં એમનો પચીસ ટકા ભાગ ચાલુ હતો ….જે નફો ભાગે આવતો એ ધર્મ ના કામ માં વાપરતા.. એમની બે દીકરીઓમાં મોટી દર્શના દેખાવડી અને આકર્ષક ,જયારે નાની અંજલી થોડી ભીનેવાન , દર્શનાને અમદાવાદ ના એક મિલ માલિક કુટુંબ માં પરણાવી … અને પછી અંજલી માટે શોધખોળ ચાલુ થઇ , નહિ નહિ તોય ચાલીસ પચાસ છોકરા પર નજર ફેરવી સુમનલાલે , પણ કોઈ હા પાડે તો એનું કુટુંબ સુમનલાલને નાનું પડે અને મોટા કુટુંબ નો દેખાવડો છોકરો અંજલી ને હા ના પાડે, દેખાવડો અને પૈસા પાત્ર કુટુંબ આ બે પ્રાયોરીટી સુમનલાલ ઝવેરીએ રાખી હતી અંજલી માટે ….
અંજલી તૈયાર થઇ ને બહાર આવી અને શૈવલ ની બડબડાટી ચાલુ થઇ , ” દર વખતે તને કેહવાનું કમ સે તારા પિયર જવું હોય કોઈપણ પ્રસંગ માં ત્યારે તો હીરા ના અસલી દાગીના પેહર ને ……મમ્મી તને આપવા ની ના પાડે છે ..? આખું ગામ ત્યાં હીરે મઢાઈ ને આવ્યું હોય છે …. ત્યારે ત્યાં એકલી તું જ આવી સાદીસીધી તૈયાર થઇ ને આવે છે …. “ અંજલી નો પિત્તો ગયો .. “ તો હું નથી આવતીશૈવલ તું એકલોજ જઈ આવ … એટલે શૈવલે સામી ટણી કરી “ સારું ચાલશે , વાંધો નહિ ખાલી એટલું કહી દે કે હું ત્યાં જઈ ને શું કહું ..?? મને કોઈ વાંધો નથી તારા પપ્પા ના ઘરનો પ્રસંગ છે અને તારી મરજી …” અંજલી કઈ બોલી નહિ ..એનું મગજ ફાટતું જતું હતું .. એનાથી હવે શૈવલ ની ટણી સહન નોહતી થતી …દરેક વાત માં શૈવલ નામક્કર જતો હતો .. એને જે દિવસ થી પરણી એના બીજા જ દિવસ થી શૈવલે રૂપ બદલ્યું અને એકદમ ટણીબાજ નું રૂપ ધરી લીધું , વાતે વાતે એમ કેહતો .. જો ભાઈ આપણે રહ્યા સામાન્ય માણસ ,કે નાના માણસ ..એને અંજલી ના પિયરની કોઈ પણ વ્યક્તિ ની વાત ઘર માં થાય તો શૈવલ ને સખત જેલસી ફિલ થાય અને કઈ ક ખોડખાપણ કાઢી અને શૈવલ એ વાત પડતી મુકાવે .. cont. page3
No Comments