Page-8
સવાલો વિચારતી વિચારતી અંજલી ઊંઘી ગઈ.. મોડી રાત્રે દર્શના એ પણ એક ઝોકું ખાઈ લીધું …. સવાર પડી અને સૌરભ હોસ્પિટલ આવી ગયો , “ દર્શના બેન તમને મારો ડ્રાઈવર ઘરે ઉતારી જાય છે તમે નીકળો સાંજે આવજો , હમણા ભાઈ આવે છે અને પછી આખો દિવસ મમ્મી અને શ્રીમતી આંટી રોકાશે ભાભી પાસે …”
સવાર ના આઠ વાગ્યા નો ડોકટર નો રાઉન્ડ પત્યો અને અંજલિ ને રૂમ માં શિફ્ટ કરવા માં આવી , બને દિયર ભાભી એકલા પડ્યા રૂમ માં સૌરભે હિમત કરીને પૂછ્યું “ ભાભી શું મામલો છે કેમ તમારા બંને વચ્ચે આટલો સ્ટ્રેસ છે ..? ” અંજલીએ કઈ જવાબ ના આપ્યો એટલે સૌરભે ફરી પૂછ્યું ” ક્યાં તકલીફ છે ભાભી ..?” અંજલી ધીમેક થી બોલી “ સૌરભભાઈ મને પણ સમજાતું નથી પણ છેલ્લા પાંચ છ વર્ષ થી શૈવલ ધીમે ધીમે બદલાઈ રહ્યો છે .. એને કઈ ધંધા માં તકલીફ છે ..? “ અંજલી એ સામો સવાલ નાખ્યો ..સૌરભ એ કીધું “ ના એવું કઈ નથી ..ભાભી “
“ તો પછી શૈવલ નું વર્તન કેમ બદલાઈ જાય છે ક્યારેક સૌરભભાઈ..?? અને એ પણ મારા પિયર નો કોઈ પ્રસંગ કે કોઈ વાત હોય ત્યારે જ શા માટે ..? અને પાછો મારા પિયર માં તો એટલો પોહળો થઇ ને ફરે છે કે જાણે મારું નહિ એનું કુટુંબ છે એ તો મને કઈ જ સમજણ પડતી નથી ભાઈ … તમે એને એકાદવાર ખુલી ને પૂછી લો ને કે તકલીફ શું છે શૈવલને… “ સૌરભે કીધું “.. હા ભાભી એમજ કરવું પડશે …ક્યાંક તો એને કૈક ખટક્યું છે…..” બપોર થઇ અને સૌરભ ઘરે ગયો .. અને શ્રીમતીબેન અને સુભદ્રા બેન અંજલિ પાસે રેહવા હોસ્પિટલ પોહચી ગયા …સૌરભ વિચારતો હતો કે સીધી રીતે પૂછીશ તો શૈવલ ક્યારેય નહિ બોલે કૈક કારસો કરવો પડશે…
ઓફીસ માં પોહચ્યો સૌરભ .. કલાક પછી શૈવલ આવ્યો .. ઇન્ટરકોમ થી પૂછ્યું સૌરભે ” ભાઈ કેમ છે ભાભી ને તમે જઈ આવ્યા ..? શૈવલ એ હા પાડી હું જઈ આવ્યો અંજલી ને સારું છે…. થોડીવાર પાછી સૌરભ શૈવલ ની કેબીન માં આવ્યો .. “ ભાઈ આ ગઈકાલ ની પાર્ટી માં અમને કેમ ઇન્વીટેશન નોહતું ..? કઈ તમને ખબર છે ..? મોટેભાગે તો એ લોકો અમને બોલાવે છે ….” શૈવલ બોલ્યો “ હા મારું ધ્યાન જ નોહતું સાચી વાત છે તમને કેમ ના બોલાવ્યા આ લોકો એ ..?? “ સૌરભ ને રસ્તો મળી ગયો આ લોકો એ …બોલ્યો શૈવલ એમાં..સૌરભે પલીતો ચાંપ્યો “ એવું તો નોહતું ને કે બધી મોટી મોટી પાર્ટીઓ ને જ બોલાવ્યા હતા અને ખાલી તમને દીકરી જમાઈ છો એટલે જ બોલવ્યા હતા ..?? ” સહેજ ધારીને સૌરભ જોઈ રહ્યો શૈવલ ની સામે .શૈવલ વિચારવા લાગ્યો અને એકદમ બોલ્યો બને કદાચ આ ઝવેરીઓ ને ત્યાં તો બધો કરોડ કરોડ ની ગાડીવાળા જ હોય છે સાલા ,અને આપણે રહ્યા ચાલીસ પચાસ લાખ ની ગાડીવાળા એટલે ના બોલાવે .. બધો પૈસા નો ખેલ છે સૌરભ …” સૌરભ એ આગળ સળી કરી “ પણ ભાઈ સુમન અંકલ ને જે ગણો એ તમે અને બિમલ ભાઈ જ છે ને …“ શૈવલ સેહજ અકળાયો “ મારા સસરા અમારા માટે એકાદો વાલકેશ્વર નો ફ્લેટ રાખે તો બહુ છે .. એ તો એમનું બધું જીવતે જીવત ધરમાદો કરી નાખવા ના છે … “ સૌરભ બોલ્યો “ ના ભાઈ સાવ છેક એવું તો ના હોય થોડું ઘણું કરે બાકી તો ભાભી નું અને દર્શનાબેન નું જ હોય ને …“ cont . page 9
No Comments