Page-9
શૈવલ બોલ્યો ” એકદમ ખોટી વાત સૌરભ આ તો આંધળા છે ધરમ માં આ આઠ કરોડ ના તો બે દેરાસરો ના બનાવી નાખ્યા … દીકરી જમાઈ યાદ આવ્યા છે ક્યારેય ..? એમ થયું કે ક્યાંક બહાર પરદેશ ફરવા લઇ જઈએ ..? આ તો પાલીતાણા અને સમેત શિખરજી બસ બે જગ્યા દેખાય એમને , જવાદે ભાઈ ક્યાં આપણા સગા બાપા છે .. મને હતું કે રૂપિયાવાળા ની છોકરી લાવશું ઘર માં તો ક્યાંક કઈ ટેકો રેહશે તને અને મને ,એની બદલે આ તો દર વર્ષે કઈ ને કઈ ગતકડું કરે ક્યાંક ,અને એમના બધા વેવાઈ ની પાછળ આપને પણ ખેંચાઈ ને બે પાંચ લાખ ના ઘી બોલવા પડે છે… હા એની છોકરી હીરા ના દાગીના અઆપ્યા કરે અને વેકેશન માં કપડા , હું દર વર્ષે મુંબઈ જાઉં તો મારા હાથ માં લાખ રૂપિયા રોકાડા મુકે જાણે હું ભિખારી હોઉં અને એમના લાખ રૂપિયા લેવા ગયો હોઉં ને એમ … છોડ ને સૌરભ એમની કોઈ વાત જ કરવા જેવી નથી …”
પેહલી વાર શૈવલ ખુલ્યો અને એની દુખતી રગ સૌરભે જાણી .. પણ જાણવા થી સૌરભ વધારે ભરાયો .. એ કઈ સુમન લાલ ને કહી શકે એમ નોહતો કે આ મારા શૈવલભાઈ ને તમારા રૂપિયા જોઈએ છે ..અને રૂપિયા મળે એટલે તમારી છોકરી સાથી પરણ્યો છે અને તમે રૂપિયા એને આપવા ની બદલે દેરાસરો બનાવો છો …અને તમારા જમાઈ તરીકે એને જખ મારી ને ધરમ કરવો પડે છે એટલે મારા ભાઈને દુઃખે છે પેટ અને કૂટે છે માથું….બૈરી ને કઈ કહી શકતો નથી …એટલે નાની નાની વાત માં બખાળા કાઢ્યા કરે છે .. રાત્રે શૈવલ અંજલી પાસે રાત રોકવા હોસ્પિટલ ગયો .. ઘરે સૌરભ સુભદ્રા બેન ના રૂમ ગયો અને બધી વાત કરી શૈવલ ને દુખે છે પેટ અને કૂટે છે માથું …બને માં દીકરા એ મસલત કરી અને સુભદ્રા બેને કીધું મારી ઉપર છોડી દે હું કરું છું બધું ….
બે દિવસ પછી અંજલી ઘરે પાછી આવી હોસ્પિટલ થી … શ્રીમતી બેને પ્રસ્તાવ મુક્યો કે અમે અંજલી ને મુંબઈ લઇ જઈએ એને હવાફેર થાય અને આરામ થશે … સુભદ્રા બેને ઘસી ને ના પાડી દીધી … ના એ સંપૂર્ણ સજી સારી થશે પછી જ આવશે મુંબઈ .. તમારી દીકરી ખરી પણ મારી વહુ છે , એટલે પેહલી ફરજ મારી અને પેહલો હક્ક તમારો ….સુમનલાલ કે શ્રીમતીબેન ને બોલવા ની જગ્યા જ ના રહી…
અંજલી આખો સમય એક જ ગીત ગણગણતી ` મોર પિયા મોહ્સે બોલત નાહી …દ્વાર જીયા કે ખોલત નહિ …` શૈવલ ના અણગમા અને છુપા ઠંડા ડામ ને જીવન ના એક ભાગ તરીકે અંજલીએ સ્વીકારી લીધો … મહિનો દિવસ બધું સારે સારું રહ્યું એટલે મોકો જોઈ ને સુભદ્રાબેને મુંબઈ ફોન લગાડ્યો અને શ્રીમતી બેન અને સુમન લાલ ને બોલાવ્યા અમદાવાદ …સુભદ્રા બેન સમજી ગયા હતા જ્યાં સુધી અંજલી શૈવલ જોઈન્ટ ફેમીલી માં રેહશે ત્યાં સુધી સુમન લાલ એમને કઈ નહિ આપે…અને શૈવલ અંજલી વચ્ચે બધું સરખું નહિ થાય ….
એક રાત્રે મીટીંગ ગોઠવી શૈવલ અને સૌરભ શ્રીમતીબેન અને સુમનલાલ ને હાજર રાખ્યા .. અને કુટુંબ ના વકીલ કિનારીવાલા ને બોલાવી લીધા …… cont . page 10
1 Comment
Good heart touch mare pan ek dikri che bhai