મોર બોલે અડધી રાતે ….
અચાનક એક મોર બોલ્યો અને બાકી બધા બીજા મોરે ટેંહુ ટેંહુ કરી ને જગત આખુ ગજવી મુકયુ ….
સુંદરતાના માલિક અને થનગનાટ કરતા મોર ને જયારે તમારે સહન કરવા નો આવે ત્યારે જ ખબર પડે કે એની આ પાંખો તો ખાલી દેખાવની છે પચાસ મિટર તો માંડ ઉડશે ને જમીન શોધશે અને ઉપર થી કળા કરે ત્યારે ખબર પડે કે આ તો નપુંસક છે…..
મોર વિષે લખતા આરતી બે મિનિટ અટકી …કયાંક અનિશ ની વાત તો નોહતી લખતી ને …
એકદમ પાછળ જતી રહી … સમય જાણે અઢી દસકા પાછળ જતો રહયો …
દુનિયા ને દેખાતો સુંદર એનો સંસાર …મોર જેવો અનિશ અને એના જેવા જ એના ઇંડા એના બે દિકરા..
ઘેર ઝુલતી બે મોટી ઓડી અને ત્રણ મરસિડિસ મોટા મોટા બિલ્ડરો અનિશ માટે એના ઘેર આંટા ખાય … સાહેબ તમે અમારી સ્કીમ ડિઝાઈન કરો ….તમે અમારા આર્કિટેક્ટ રેહશો તો બધુ ફટાફટ વેચાશે….અનિશ ગોલ્ફ રમવા મા એક્કો … સરોદ વગાડે તો લોકો મોઢા માં આંગળા નાખે….પંચાવન નો અનિશ પિસ્તાળીસ નો માંડ લાગે ….કયો ગુણ નોહતો અનિશ માં …ઘણુ કમાયો ..દેશ દુનિયા જોઇ…બંગલા ગાડી ફાર્મ હાઉસ…પાર્ટીઓ કલબીંગ ..ક્રુઝ શું સાથે ના માણ્યું ..
પણ આરતી ને અનીશ ની પાંખો હંમેશા મોર જેવી અને અનિશ માં નપુંસક માણસ જ દેખાયો….જીવન માં કયારેય જવાબદારી લિધિ જ નહિ પોતાના મા મસ્ત રહ્યો …જ્યા સુધી એની પત્ની તરીકે સમાજ મા આરતી પોતે પ્રભાવશાળી રહી ત્યાં જ સુધી અનિશે સાથ આપ્યો જેવી જવાબદારી આવી અને પાંખો ફેલાવી હંસ ની જેમ લાંબુ ઉડવા નુ આવ્યુ ત્યાં અનિશ જમીન પર આવી ગયો….
મજબુત અને મોટી દેખાતી પાંખો માં તાકાત નોહતી… ખરી જરૂર આરતી અને એના નાના દિકરા અંશુલ ને સમાજ થી બચાવાની આવી ત્યારે ખસી ગયો …. આવી જ અડધી રાતે અનય આરતી અને અનિશ નો મોટો દિકરો વીસ વરસ નો હતો રાત્રે એક વાગ્યા નો સમય હતો ચુપચાપ અનય પાર્ટી કરી ને ઘરે આવ્યો અને સાથે એના એક મિત્ર ને લેતો આવ્યો અને પોતાના રુમ માં જતો રહયો….
આરતી ઉઠી ધીમા પગલે અનય ના બેડરુમ ની બહાર ઉભી રહી… બંને છોકરા ના હુંકારા સંભળાયા….સડક થઇ ગઇ જેને સમાજે એક મોટા દુષણ તરીકે જોવે એ મારા ઘર માં….આઘાત માં પોતાના રૂમ મા આવી … ગેલેરી નુ બારણુ ખોલી ને ઉભી રહી થોડી સંતાઇ ને એ આશા એ કે અનય ના રૂમ માથી કોઇ છોકરી પણ નિકળે .. આશા ઠગારી નિવડી…રૂમ માથી મિસાલ નિકળ્યો …. અનય નો બેસ્ટ ફ્રેન્ડ… અને જતા જતા પોર્ચ માં એક બહુ જ લાંબુ આલિંગન આપી બંને છુટા પડયા….
આરતી હચમચી ગઇ આખી રાત જાગી વેહલી સવારે અનિશ ને ઉઠાડી વાત કરી…. અનિશે જવાબ આપ્યો મારા મશરુવાળા ફેમીલી મા થી કોઇ ગે નથી…આરતી સમસમી ગઇ ….જ્યાં બાપ તરીકે જવાબદારી લઇ ને પ્રબલેમ નુ સોલ્યુશન લાવવા નુ હોય ત્યાં આ માણસ મારુ ફેમીલી અને તારુ ફેમિલી કરે છે … એ પણ લગન ના તેવીસ વરસ પછી….આરતી એ વાત ત્યાં જ પુરી કરી…..
એક દિવસ છાપા મા સમલૈંગિકો ની પરેડ માં ફ્રંટ પેજ પર અનય નો ફોટો આવ્યો ….જગજાહેર થઇ ગયુ….. અનયે સામે થી કબુલ કર્યુ … અને પોતે મિસાલ સાથે પરણવા માંગે છે….હુ એકવીસ વરસ નો છુ અને મારા જીવન નો નિર્ણય મને લેવાનો હક્ક છે….
આસમાન ટુટી પડયુ ….આરતી ઉપર પણ અનિશ ..?? કોઇ ફરક જ નહી બાપ તરીકે દિકરા સાથે વાત કરી કોઇ દવા ઇલાજ કરવા ની બદલે મજાક મા પણ એક વાર પુછી લિધુ આ મારો જ છે ને આરતી …???
જયારે બહુ કકળાટ ના અંતે આરતી એ મર્યાદા મુકી … અને પુછી લિધુ અનિશ તારી લાઇફ મા પણ આવો જ ફેઇઝ હતો ને …??
થોડા ગુસ્સા સાથે અનિશ બોલ્યો શુ નોનસેન્સ વાતો કરે છે આરતી તુ??
અનિશ હુ આખી જિંદગી આ વાત ના બોલત …અમે સ્ત્રી ઓ તમે ઘર માં પગ મુકો ને ત્યાર થી સમજી લઇએ છીએ ….એટલે તુ વધારે દોઢ ડાહપણ ના ડોહળીશ…
અનિશ આરતી પર સખત ગુસ્સે થયો …લાલચોળ થઇ ગયો … તુ મને બ્લેમ કરે છે આરતી …ના ખાલી મને એમ કહે કે તુ અને યુનીક વાળા મનોજભાઇ જિમ ના ટ્રેનરો જોડે મહિના ના છેલ્લા શનિવારે પાર્ટી કેમ કરો છો…?? અને હજુ આગળ બોલુ કે અટકે છે તુ….
અનિશ સમસમી ગયો …આરતી…. આગળ અનિશ બોલી ના શકયો … મને મારો છોકરો આ કળણ માં થી પાછો જોઇએ છે….અને રહી વાત મશરુવાળા ફેમીલી ની તો તમારા ફેમીલી મા કોઇ ગે નથી ને તો કોલસાવાળા મા પણ નથી…. અમારા ફેમીલી મા મુંબઇ થી કંપેનીયન આવે છે પાર્ટી મા જીમ ના ટ્રેનર નહિ…..હવે સિધી વાત સાભળ … તુ જેમ ડબલ લાઇફ જિવે છે ને એમ તારે અનય ને પણ શિખવાડવા નુ છે…..તારે ખાલી જે તેં કર્યુ એ જ તારે તારા દિકરા ને શિખવાડવા નુ છે…અને રહી વાત કે અનય તારો જ છે ને …એવા તારા સવાલ ની તો આજે કહી દઉ અનય અને અંશુલ બંને તારા જ છે… માટે જ મારા ભાઇ સાથે કોલસાવાળા સાથે જ અંશુલ ને લંડન મોકલુ છુ… અને ત્યા થી બંને આમ્સટરડેમ જશે અંશુલ હજી વર્જિન છે….પણ તારો જ છે.. એટલે બીજુ વધારા નુ કે આડુઅવળુ શીખી જાય એના કરતા એના મામા જોડે સીધુ શિખે એ વધારે સારુ…..આરતી બોલતી રહી અને ચુપચાપ અનિશ સાંભળતો રહયો … આરતી અટકી…
તો મારે શુ કરવા નુ છે એમ વાત કર આરતી…
ચલો હવે એ પણ મારે જ શિખવાડવા નુ … વાહ અનિશ વાહ …. તારા જિમ ના ટ્રેનર ને અનય સાથે લગાવ અને મિસાલ જોડે ની એની રિલેશનશિપ તોડાવ ….કાલ થી એના માટે ટ્રેનર ને ઘેર બોલાવી લે …
પણ આખો કારસો ઉંધો પડયો …. અનયે જિદ પકડી અંશુલ મામા સાથે લંડન જાય તો હું રિયો જઇશ……મિસાલ પણ જાય છે અને આ નવો ટ્રેનર પણ અમારી સાથે આવશે…..ટ્રેનરના પૈસા કોણ કાઢશે ..?? ઘણા છે એની પાસે અને ત્યા આખુ અમારુ ગ્રુપ અમારી રાહ જોવે છે…. થેંકસ ડેડ …આત્માન ઇઝ ગુડ કંપની..હી ઇઝ નોટ ઓનલી ટ્રેનર બટ નાઇસ હ્યુમન બીઇંગ…. સો આઇ ડ્રોપ માય આઇડીયા …. મારે મિસાલ સાથે લિવ ઇન મા રેહવુ છે … મેરેજ નથી કરવા .. અંતે અનય અમેરિકા માં ખોવાઇ ગયો…
ક્યારેક રિયો ની ગે પરેડ માં થી એનો ફોટો એફ બી પર અપલોડ કરે છે… અંશુલ ના રુમ નુ બારણુ ખુલ્યું ….
બે છોકરીઓ સાથે અંશુલ બહાર આવયો ..આરતી ને હાશ થઇ હજી અનિશ આવ્યો નોહતો…મહિના નો છેલ્લો શનિવાર હતો….
મોર પણ ઉંઘી ગયા હતા આરતી ની પણ આંખ લાગી ગઇ …..
No Comments