તાતા ની લખટકિયા નેનો ફેઈલ ગયી …!!!!
લગભગ છેલ્લા સાડા ત્રણ વર્ષ થી અમે આ ગાડી ખુબ ખુશી થી વાપરીએ છીએ ..!
થોડી છણાવટ કરી …
રતન તાતા એ ગોથું ક્યાં
ખાધું ??,?
એક એવા તર્ક પર આ ગાડી બનાવાયી કે જે તર્ક સમય ની સાથે સંપૂર્ણ વિસંગત હતો …!
રતન તાતા એ એક બાઈક ઉપર ચાર જણ ના કુટુંબ ને જતા જોયું અને એક લાખ રૂપિયા માં વેચાય તેવી કાર બનાવા નું બીડું ઝડપ્યું ….!!
આડકતરી રીતે આ સીધો હુમલો ત્રણ પૈડા ની રીક્ષા પર હતો .. મારું અંગત રીતે માનવું છે કે ત્રણ પૈડા વાળા વાહનો હિન્દુસ્તાન ના રોડ ઉપર નું સૌથી મોટું કલંક છે …..રીપીટ સૌથી મોટું કલંક…. છે …છે …અને કલંક છે જ ..
નેનો ની સફળતા આ કલંક ને ધોઈ નાખત …
પણ થોડું કાચું કપાયું …..
એક લાખ રૂપિયા માં વેચાણ કરવું અને તેને ગરીબો ની ગાડી તરીકે નું પ્રોજેક્શન નેનો ની આ હાલત માટે જવાબદાર છે ……
રતન તાતા જેવી વ્યક્તિ શું એવું નહિ જાણતી હોય કે ચાર વર્ષ પેહલા સેકંડ હેન્ડ ગાડી એક લાખ રૂપિયા માં જોઈએ તેટલી મળતી હતી …
હા માર્કેટિંગ નો સર્વમાન્ય નિયમ કબુલ છે કે ખુબ પૈસા કમાવા હોય તો નાના માં નાના માણસ ના ખિસ્સા માં થી રૂપિયા બહાર કઢાવવા પડે … જેનું ઉત્તમ ઉદાહરણ મોબાઇલ ફોન છે .. પરંતુ ગાડી પેટ્રોલ થી ચાલે છે … પચાસ રૂપિયા ના છોટા રીચાર્જ થી નહિ .. બાઈક વાળા ને એક લાખ ની ગાડી પોસાય …પેટ્રોલ નહિ …
પેટ્રોલ ની’ ગરીબી ‘ હું મારા જીવન માં ભોગવી ચુક્યો છું … નવ રૂપિયે લીટર પેટ્રોલ અને સાહીઠ કિલોમીટર ની એવરેજ ….મારી અમીરી ના દિવસો … ઓગણીસો સીત્યાસી ની સાલ … અને પાંચ વર્ષ પછી એક ભૂલ કરી … ત્રીસ ની એવરેજ વાળું ટુ સ્ટ્રોક બાઈક લીધું .. અને પેટ્રોલ મોંઘુ થયું સખત ‘ગરીબી ‘આવી ગઈ …
આજ વસ્તુ બાઈક વેચી ને નેનો લેનાર ની થાય …. પેટ્રોલ પુરાવતા ..પુરાવતા .બીપીએલ કાર્ડ કઢાવવાનો વારો આવે ..
એક લાખ રૂપિયા માં વેચવાના
ધખારા કર્યા એના કરતા સારા ફીચર્સ આપી વધારે ભાવ રાખ્યો હોત તો બચી ગયા હોત … દુનિયા આખી માં જેમ ગાડી નાની તેમ ભાવ ઉંચો … મારો યુઝેક્ષ .. એટલેકે યુઝર એક્સપીરીયન્સ કહું તો ક્લચ ,એન્જીન ફાયરીંગ , પાવર સ્ટેરીંગ અને એસી માં સુધારા ની જરૂર . બાકી ગમે તેવા ટ્રાફિક માં નીકળાય અને ગમે ત્યાં પાર્ક થાય … ઓટોમેટીક થાય તો મોજ પડે .. બચવા નો રસ્તો કોઈક મોટા સીટી માં ટેક્ષી તરીકે સીએનજી વર્ઝન ઠોકો અને ત્રણ પૈડા ઉપર પ્રતિબંધ લાવો …તળ મુંબઈ ની જેમ .. જેને જે ખવડાવું પીવડાવું પડે તે આપો …
બાકી બહુ ડાહ્યા બહુ ખરડાય..
શુભ રાત્રી
– શૈશવ વોરા