Page:-10
શર્વરીએ કીધું.. કમ સે કમ ચાર પાંચ જણાને તો લઈને જવું જ પડશે ,એટલે બરોડા અને રાજકોટ ને લે ,એ બંને રીઢા છે ગાળો ખાઈ ખાઈને પ્રૂફ થઇ ગયા છે,પેલા ઇશાનને પણ મુંબઈ સાથે લઈ લે એનું પરફોર્મન્સ છે એટલે એને તો લેવો જ પડશે પેલા બાકી કોઈને સાથે ના લેતો સચિન, નહિ તો એ બધાની બદલે તારે ઓલ ઇન્ડિયાના મેનેજરો અને બીજા કોર્પોરેટ ઓફીસના લોકોની સામે તારે ગાળો ખાવી પડશે અને હું પણ આવું છું બોમ્બે ..
સચિન બોલ્યો..ઓફકોર્સ તારે તો આવવું જ પડશે શર્વરી .. પણ શર્વરી તું એ દિવસોમાં મેન્સીસમાં નથીને ..? શર્વરીએ બરાબર અકળાઈનેકીધું.. બહુ વધારે ધ્યાન રખાવની જરૂર નથી સચિન તારે ,હું કઈ દૂધ પીતી બચ્ચી નથી , એક વાર વાત થઇ ગઈ પછી વધારે વાર વાત કરવાની જરૂર નથી હું બધું મેનેજ કરી લઈશ ..
શર્વરીએ ઇશાનને વોટ્સ એપ કર્યો બી રેડી ફોર બોમ્બે,નેક્સ્ટ વિક ..
સામે જવાબ આવ્યો ટૂંકો ઓકે મેમ
શર્વરીએ મેસેજ મુક્યો બીફોર ધેટ કમ ટુ અમદાવાદ, બટ નોટ ઓફીસીઅલ..
સામે ઇશાનનો જવાબ આવ્યો ઓકે ..
રાત્રે આઠ વાગે મેસેજ આવ્યો ઇશાનનો ..કેન આઈ કોલ યુ ?
શર્વરીએ ફટ કરતો ફોન લગાડ્યો ઇશાનને બોલ શું છે ?
ઇશાન બોલ્યો મેમ શું વાત છે..?
શર્વરીએ કીધું મેં તારી વાત ડાયનામેમને કરી છે,તારી સાથે ત્યાં ઓલ ઓવર ઇન્ડિયાના સેલ્સ પર્સન હશે,બધા ડાયના મેમ માટે ગમે તેમ બોલશે પણ તારે ફક્ત ડાયેના મેમ જ બોલવાનું છે ..
ઈશાનેજવાબ આપ્યો ઓકે મેમ
હવે ઇશાન સચિનને ખબર ના પડે એમ તું આ સેટરડે તારા તૈયાર કરેલા પ્રેઝન્ટેશનને લઈને સુરતથીઅમદાવાદ આવ યાલે એ પ્રેઝન્ટેશનની ઉપર એકવાર હું નજર મારી લઉં ..
વાત થયા પ્રમાણે શનિવારે ઇશાન અમદાવાદ આવી ગયો..શર્વરી હોટેલમાં એના રૂમમાં આવી, ઇશાન બે હાથ આગળ બાંધી અને સેહજ ઝૂકીને એકદમ અદબથી બોલ્યો.. હલો મેમ ગુડ ઇવનિંગ ..શર્વરી બોલી આઈ લાઈક યોર ધીસ એટીકેટ વેરી મચ ઇશાન ..ઇશાન બોલ્યો થેંક યુ મેમ..ઇશાન અને શર્વરી હોટેલના કમરામાં એકલા હતા, ઇશાનને એમ થતું હતું કે ક્યારે શર્વરીને જકડી લઉં..! અને ઇશાનની આ ફીલિંગને શર્વરીએ સુંઘી લીધી હતી..!CONT..11