Page:-100
એને એટલી સમજણ પડી ગઈ હતી કે પર્સી પ્રેક્ટીકલી ઇશાનનો ઉપયોગ પૈસા અને ડ્રગ્સ માટે કરી રહ્યો હતો, એણે ઇશાનને ભાર દઈને કીધું કોઈને કેહતો નહિ કે પર્સી તારા ઘરે આવ્યો હતો.. તારું મોઢું બિલકુલ બંધ રાખજે ..તું અત્યારે ફોન મુક ..શર્વરી બાલ્કનીમાં ઉભી ઉભી અડધી રાત્રે સીજી રોડની લાઈટો જોતી વિચારતી રહી ..પર્સીને ઇશાનની જરૂર ડ્રગ્સ માટે અને રૂપિયા માટે છે , તો મિલનને મારી જરૂર કેમ છે? હું એની સાળી રીના ભટ્ટની ફ્રેન્ડછું એટલે? ના ચોક્ક્સ બીજું કઈ કામ છે..જે કામ મિલન મારા થકી કરાવવા માંગે છે એ જ કામ તો મિલન ચિરાગને ડાયરેક્ટ કહી અને વધારે સારી રીતે કરાવી શક્યો હોત..તો પછી મિલન મને શા માટે પકડે છે? અને મિલન જાણે છે કે મને ચિરાગ દસ કરોડ આપવવાનો છે ,મિલને ધાર્યું હોત તો દસ કરોડ પોતે જ લઇ ગયો હોત એની બદલે મિલન એ દસ કરોડ મને કેમ લઇ જવા દે છે? વિચારતા વિચારતા શર્વરી બેડ પર જઈને ઊંઘી ગઈ..કોઈ જવાબ શર્વરીને મળતો નોહતો.. બીજે દિવસે શર્વરી પોતાના રૂટીનમાં બેંક પર હતી ત્યાં ઇશાનનો ફોન આવ્યો સરૂ પર્સી અહિયાં સીઆઈડીસી ની એચ.ઓ પર આવ્યો છે અને મને ઉપર બોલાવે છે..શર્વરીએ કીધું તો જા ને..મને શું ફોન કરે છે એમાં..સરૂ એણે બે પેકેટ સિગારેટના તૈયાર કરીને લાવવા એણે મને કીધું છે..શર્વરી તરત સમજી ગઈ..એણે કીધું છે પણ તારી પાસે અત્યારે પેકેટ છે? હા સવારે એનો ફોન આવ્યો હતો ત્યારે જ એણે મને કહી દીધું હતું..એટલે હું જોડે લેતો આવ્યો છું શર્વરી ગુસ્સાથી બોલી અને ઈડીયટ તું મને અત્યારે કહે છે છેક ?જા હવે ઉપર જઈને આપી આવ.. ઇશાનને સીડીઆઈસીની હેડઓફીસમાં પર્સીને હશીશ ભરેલી સિગારેટ આપતા થોડો ડર લાગતો હતો પણ એને છૂટકો નોહતો આપ્યા વિના..શર્વરીએ ઈશાનનો ફોન કાપીને તરત જ મિલનને લગાડ્યો મિલને કીધું હું તને દસેક મિનીટમાં કોલ બેક કરું છું,મિલનનો ફોન આવ્યો શર્વરીએ પર્સી અને ઇશાનની વાત કરી..મિલન બોલ્યો મને ખબર છે એ વાતની અને પર્સીના ગોવામાં કરેલા ડોપિંગ ની વાત એની માં મેહરાન ખંભાતા સુધી પણ પોહચી ગઈ છે..હું જાણું છું પર્સી ડ્રગ્સ લેવા માટે આ બધા ખેલ ખેલે છે, પણ એને ખબર નથી કે એની માં મેહરાન એનાથી કઈક વધારે ખેલ ખેલીને બેઠી છે ચલ છોડ એ વાય પછી કાલે મળીને વાત, આવતી કાલે પર્સી અને ઇશાન એ બંને પણ મારી સાથે આવે છે એટલે શર્વરી તું એક કામ કર કાલે રાત્રે મને તું ડીનર પર મળજે તારે આણંદ પ્લાન્ટ પર આવવાની જરૂર નથી.. CONT..101