Page:-101
પર્સી અને ઇશાન આવવાના હતા એટલે મિલને શર્વરીને સાથે લઇને આણંદ જવાનુ ટાળ્યુ..શર્વરી બોલી જીજુ રાત્રે તો ઇશાન મારી પાછળ લાગી જશે એ પેહલા કઈ.. મિલન એકદમ રુક્ષ અવાજે બોલ્યો એને તારે મેનેજ કરવાનો છે એ મારો પ્રોબ્લેમ નથી.. શર્વરી કઈ બોલી નહિ સામેથી મિલને ફોન કાપી નાખ્યો ..એણે થોડીવાર પછી શર્વરીએ ઇશાનને ફોન લગાડ્યો ઇશાન તું બીજા બે પેકેટ સિગારેટના તૈયાર કર અને પર્સીને કાલે સવારે ફ્લાઈટમાં આપી દેજે અને અમદાવાદ એરપોર્ટથી સીધો મારી બ્રાંચ પર આવી જજે, હું આણંદ જવાની નથી અને તારે પણ પર્સી સાથે આણંદ જવાની જરૂર નથી..પર્સીને એકલો મુક અને એનામાંથી નીકળવા ની કોશિશ કરજે નહિ તો બુરી રીતે ભરાઈ જઈશ. ઈશાને કીધું સારું.. શર્વરીએ ફટાફટ અમદાવાદના એક મોટા બિલ્ડર ક્રિશ્ના બિલ્ડર્સ વાળાને ફોન લગાડ્યો અને ગાંધીનગર ગીફ્ટ સીટીની બધી માહિતી ભેગી કરી અને સીધી ગાડી લઈને ગાંધીનગર દોડી..ગાંધીનગરના રસ્તે જતા જતા શર્વરી વિચારતી રહી ઇશાનના અને પર્સીના ડ્રગ્સકાંડની વાત સિલ્વારાજને કહીને ઇશાનની ટ્રાન્સફર અમદાવાદ લઇ લઉં અને હું પણ મિલનની જોડે સિલ્વારાજને કેહવડાવુ કે શર્વરી ભલે અમદાવાદ રહી તો આ બધી પર્સીની ડ્રગ્સની જંજાળમાંથી હું તો છૂટી થાઉં અને ઇશાન પણ..વર્ષે દિવસે એકાદવાર ડોપિંગ બરાબર છે પણ આવી રોજની માથાકૂટ નાં ચાલે..એમ વિચારી અને રસ્તા માંથી શર્વરીએ સિલ્વારાજને ફોન કરીને એટલુ તો જણાવી દીધું કે એ મિલનને રાત્રે ડીનર પર મળશે અને ઇશાનને પણ મેં સીધો બ્રાંચ પર બોલાવ્યો છે,અમે બંને આણંદ નથી જતા અને બાકીનું હું સાંભળી લઈશ..સિલ્વારાજને પણ ગમ્યું કે શર્વરી અને ઇશાન કાયાના આણંદ પ્લાન્ટ પર નથી જતા.. રાત પડી અને ફરી ચિરાગે એક વોટ્સ એપ શર્વરીને કર્યો આઈ લવ યુ.. શર્વરી તરત જ ઓફ લાઈન થઇ ગઈ.. બીજા દિવસે સવારે બોમ્બે એરપોર્ટથી મિલન ઇશાન અને પર્સી ત્રણે અમદવાદ આવવા નીકળ્યા શર્વરીના ગોઠવ્યા પ્રમાણે ઇશાને હશીશ ભરેલા તૈયાર કરેલા સિગારેટના બે પેકેટ પર્સીને એરક્રાફ્ટમાં પકડાવી દીધા અને કહી દીધું કે આપણે રાત્રે હોટેલ પર મળીશું..પર્સીને કોઈ પ્રોબ્લેમ નોહતો,એનું કામ થઇ ગયું હતું.. એ અને મિલન અમદાવાદ એરપોર્ટથી સીધા આણંદ જવા રવાના થઇ ગયા..! ઇશાન એરપોર્ટથી સીધો સીડીઆઈસીની બ્રાંચ પર ગયો..ઇશાન શર્વરીની કેબીનમાં દોડીને પોહચી ગયો લગભગ પરસેવે રેબઝેબ હતો શર્વરીએ કીધું શું થયું ઇશાન ?કેમ આટલો ગભરાયેલો છે ..? CONT..102