Page:-102
સરૂ સરૂ..એટલુ બોલીને એ અટકી ગયો..શર્વરીએ કીધું બોલ ઇશાન શું થયું છે તે કઈ ભૂત જોયું છે કે શું ? ઇશાન બોલ્યો ..હા હા પેલો મિસ્ટર ચઢ્ઢા મને બોમ્બે એરપોર્ટ પર મળ્યો હતો..ચિરાગએ એને ત્રીમ્પોલીમાં લીધો છે, શર્વરીના ભવાં અધ્ધર થઇ ગયા,અને ધડકનો તેજ થઇ ગઈ.. તું સાચું બોલે છે ને ઇશાન ?હા પણ મને મિલન સર અને પર્સી જોડે જોયો એટલે એ મારાથી થોડો દુર રહ્યો અને મારી સાથે બહુ બોલ્યા વિના એ જતો રહ્યો..હવે વારો હતો શર્વરીનો ગભરાવવાનો , મિસ્ટર ચઢ્ઢા ચિરાગની સાથે જોઈન થાય અને ચિરાગ અને ચઢ્ઢા ભેગા થઇને કોઈ ગુલ ખીલવે તો? શર્વરીને એના દસ કરોડ ઉપર ખતરો દેખાયો ,પણ કસાયેલી મંજાયેલી શર્વરીએ મોઢા પર ફેરફારના થવા દીધો અને બોલી ટેન્શન ના કર ઇશાન એ ચઢ્ઢા આપણુ કઈ નહિ ઉખાડી લે.તું કઈ હોટેલમાં રહ્યો છે ?અને કેટલા દિવસ રોકાવાનો છે અહિયાં અમદાવાદમાં ? ઇશાન બોલ્યો મેરીયટમાં છુ ,પર્સી જોડે જ મારે રૂમ શેર કરવાનો છે અને એ પણ ત્રણ દિવસ અહિયાં જ છે અને મારે પણ અમદાવાદ રેહવાનું છે એની સાથે જ ..શર્વરીએ પૂછ્યું મિલન કેટલા દિવસ છે અહિયા ? ઇશાન બોલ્યો મિલન સર તો છેક સોમવારે પાછા જવાના છે પાંચ દિવસ રોકાવાના છે અમદાવાદમાં .. શર્વરી સમજી ગઈ કે મિલન એના સો કરોડનો વહીવટ પાડવા આવ્યો છે ,એણે કીધું ઇશાન તું રીલેક્સ થા જ અહિયાં બ્રાંચમાં તારા બધા જુના કલીગ્સને મળ અહિયાં ,અને મને મારા કામ પતાવવા દે..અને હા કોઈને પણ પર્સી કે મિલન કે બીજી કોઈપણ હેડ ઓફીસની વાતો અહિયાં અમદાવાદમાં કરતો નહિ..ઓકે .. એટલુ કહીને શર્વરીએ ઇશાનને વિદાય કર્યો પોતાની કેબીનમાંથી અને શર્વરીનું દિમાગ ફરી એકવાર કામે લાગ્યું ..મિસ્ટર ચઢ્ઢાને ચિરાગે કેમ હાયર કર્યો ? અને તો પછી ડાયેના રોચા ક્યાં ગઈ હશે અત્યારે ? એને એકવાર ઈચ્છા થઇ ગઈ કે ડાયેના સાથે ફોન કરીને વાત કરી લઉં પણ એ અટકી ગઈ કેમકે ડાયેના રોચાને અને જયેશ પારેખને થોડાક વધારે અંગત સબંધો હતા..અને પેલી સાયકલ મીટીંગ પછી સીડીઆઈસીના ચેરમેન દિનેશ પારેખે ડાયેના રોચા,મિસ્ટર ચઢ્ઢા અને જયેશ પારેખને ભૂંડે હાલ સીડીઆઈસીમાંથી તગેડ્યા હતા અને એ બધાનું નિમિત્ત બન્યો હતો ઇશાન અને થોડા ઘણા અંશે શર્વરી..!! ફરી એકવાર શર્વરી ગોળ ફરી અને એના એ જ કુંડાળામાં ફસાઈ હતી પણ અત્યારે દાવ પર એને એના દસ કરોડ લાગેલા દેખાતા હતા..!! હવે એને ચિરાગ સાથે વાત કરવી પડે એમ હતું ચિરાગ ને વધારે ઇગ્નોર કરવો શર્વરીને પોસાય એમ નોહતુ , CONT..103