Page:-104
એને સમજણ નોહતી પડતી કે શું વાત કરવી.. રૂમમાં જઈને ઈશાને પોતાની બેગ ખોલી અને એમાંથી હશીનું પેકેટ કાઢ્યું અને કબાટ માં મુકવા ગયો..શર્વરીએ હશીશનું પેકેટ જોયું એટલે પૂછ્યું કે તું આ હશીશ તારી સાથે બોમ્બેથી લાવ્યો? ઈશાને હા પાડી શર્વરીનું મગજ ગુસ્સાથી ફાટી ગયું..મૂરખ એરપોર્ટ પર કોઈ ચેકિંગ થયું હોત તો તું અત્યારે જેલમાં હોત ઈડિયટ..તને ભાન છે કે તું શું કરી રહ્યો છે ? ઇશાન બોલ્યો હું તો આ ગોવાથી પણ ફ્લાઈટ માં જોડે લઈને જ બેઠો હતો ,અને પર્સી પણ મારી સાથે જ હતો પકડાત તો હું તો કહી દેત કે આ તો પર્સીનું છે..શર્વરીને ભયંકર ગુસ્સો આવ્યો ઇશાન પર એણે કીધું ઇશાન તું ક્રાઈમ ઉપર ક્રાઈમ કરે છે અને તને ભાન નથી, પર્સી એ તારો જીગરી કે લંગોટીયો દોસ્ત નથી, એ તને યુઝ કરી રહ્યો છે આ હશીશના પેકેટો માટે,આ હશીશના પેકેટ અહિયા અમદાવાદ લાવવા માટે જ એ તને મુંબઈથી લઈને આવ્યો છે,પેહલા ડીસ્ટન્સ ક્રિયેટ કર પર્સી સાથે અને પછી કોશિશ કર એની ચુંગાલમાંથી બહાર નીકળવાની, રીપીટ કરું છું ઇશાન તું એના માંથી બહાર આવી જા ઇશાન ,જો તું આ હશીશના પેકેટો સાથે એરપોર્ટ પર પકડાયો હોત તો એક જ મિનીટમાં પર્સી ફરી ગયો હોત,એણે હાથ અધ્ધર કરી દીધા હોત અને એ તને ઓળખતો પણ નથી એમ કહી દેત ઇશાન ,કોઈ પોલીસમાં તારા જામીન કરવવા પણ ના આવતે ..બંધ કર આ બધુ ઇશાન..શર્વરી એકદમ સ્ટ્રેસમાં આવી ગઈ હતી એણે ઇશાનના ખિસ્સામાંથી સિગારેટ નું પેકેટ કાઢ્યું અને એમાંથી સિગારેટ કાઢી અને સળગાવી .. ઇશાન એકદમ ભોળુ મોઢું કરીને એની સામે ઉભો રહ્યો અને બોલ્યો ..સરૂ મને કાઈ ખબર પડતી નથી, આ બધું મારી જોડે શું થઇ રહ્યું છે બસ મને તો તું જ જોઈએ છે મારે બીજું કાઈ નથી જોઈતું..ચલ આ બધું છોડીને ક્યાંક જતા રહીએ ,એમ કરીને એ શર્વરીને વળગી પડ્યો,શર્વરીએ એને વળગવા દીધો અને એક હાથ એના માથામાં ફેરવતી રહી..અને બોલી ના ઇશાન હવે તો આ વાઘની સવારી થઇ ગઈ છે આપણા બંનેની માટે, નીચે ઉતરીશું તો વાઘ ખાઈ જશે અને બેસી રહીશું તો પણ ગમે ત્યારે મોત જ છે, એટલામાં રૂમનું લોક ખુલ્યું પર્સી ઝડપથી રૂમમાં આવ્યો અને હાઈ શર્વરી એટલું બોલીને એ બાથરૂમ માં જતો રહ્યો..આ વખતે પર્સીએ બાથરૂમનો પડદો પાડી દીધો..શર્વરીને ચોંટેલો ઇશાન શર્વરીથી છૂટો પડી ગયો..થોડી વારે પર્સી બહાર આવ્યો અને શર્વરીને ભેટ્યો અને બોલ્યો જો શર્વરી તારા કુલ ડુડને હું લઇને આવી ગયો તારા શહેરમાં..એમ કરીને પર્સીએ ઇશાનને હાથ પકડીને ખેંચ્યો અને શર્વરી તરફ ધકેલ્યો.. CONT..105