Page:-105
અને પર્સી બોલ્યો કેમ ટેન્શનમાં છે દોસ્ત તું ?તારી સામે તારો લવ છે મજા કર યાર.. હું તો હમણા રૂમની બહાર જ જાઉં છું..તું ચાર દિવસે મળી રહ્યો છે આને અને ચાર દિવસ તો બહુ જ કેહવાય ઇશાન..શર્વરી ઇશાન કઈ બોલ્યા નહિ..પર્સી બોલ્યો ઇશાન હું એક ફાર્મ હાઉસમાં અત્યારે પાર્ટી કરવા જાઉં છું તમે બંને અહિયાં જ એન્જોય કરો.. શર્વરીએ કીધુ નો પર્સી હું મારા હોમ ટાઉનમાં છું અને મારે ડીનર માટે કોઈની સાથે જવાનું છે ,એટલે હું ઇશાન સાથે વધારે સમય નહિ રહી શકું ઇનફેક્ટ અત્યારે હું જઈ જ રહી છું.. ઇશાન લાચાર નજરે શર્વરીની સામે જોઈ રહ્યો..પર્સી બોલ્યો તો પછી તું મારી સાથે ચાલ ઇશાન ઈન્જોય કરીશું ચલ..શર્વરીને પસંદના પડ્યુ કે ઇશાન પર્સી સાથે જાય પણ એની ધંધાકીય મજબૂરી હતી એટલે એણે પર્સીને કીધું ગુડ આઈડિયા ..ઇશાન કેરી ઓન વિથ પર્સી .ચાલો ગાયઝ હું નીકળું છું બાય..એટલુ કહીને શર્વરી ઇશાન અને પર્સીને હગ આપીને નીકળી રૂમની બહાર નીકળી ગઈ,ઇશાન લાચારીથી મુડલેસ થઈને શર્વરીને જતી જોઈ રહ્યો..નીચે હોટલની લોબીમાંથી પોર્ચમાં આવી ને એણે મિલનને ફોન લગાડ્યો ક્યાં છો તમે? મિલન બોલ્યો હું આશ્રમ રોડ પરની હોટેલ હયાત માં છું કેટલી વારમાં આવે છે તું? શર્વરી બોલી કેમ તમે મેરીયટ માં નથી પર્સીની સાથે ? મિલને કીધું ના તું અહિયાં આવ ચલ..શર્વરી એ કીધું મને મીનીમમ પિસ્તાલીસ મિનીટ થશે..મિલન બોલ્યો ASAP.. શર્વરી સેટેલાઈટ થી ઉસ્માનપુરા આશ્રમ રોડ પર હોટેલ હયાતમાં પોહચી અને મિલન રાહ જોતો જ ઉભો હતો એણે તરત જ પૂછ્યુ તું કેમ મેરીયટ ગઈ હતી ? ઇશાનને મુકવા અને મને એમ કે તમે પણ ત્યાં મેરીયટમાં હશો..થોડી ઝડપથી ચાલતા ચાલતા મિલન હસીને બોલ્યો શર્વરી ગમે તેટલા મોટા મેનેજર થાવ પણ શેઠિયાની હોટેલમાં બને ત્યાં સુધી ના રેહવાય નહિ તો એ લોકો ગમે ત્યારે અડધી રાત્રે તમને હેરાન કરે..મિલને પૂછ્યું મળી તું પર્સીને ? શર્વરી એ કીધું હા બંને જણા વાતો કરતા કરતા હોટેલના ડાઈનીગ એરિયામાં આવ્યા અને ટેબલ પર ગોઠવાયા.. ડાઈનીગ રૂમમાં ચારેબાજુ લાઈટો અને ઝુમ્મરો ચાલુ થઇ ગયા હતા,થોડું લાઈવ અને હળવું મ્યુઝીક વાગતું હતું ,શર્વરી બોલી જીજુ ઇશાન ને પર્સીથી છોડાવવો પડશે..એ એને પણ ડ્રગ્સની લત લગાડી રહ્યો છે..અંદરખાને મિલનની બિલકુલ ઈચ્છા નોહતી કે એ પર્સીના ડ્રગ્સના મામલામાં પડે છતાં પણ મિલન બોલ્યો એ બધું તારા લીધે જ થયું છે.. શર્વરી બોલી કેમ મારા લીધે જીજુ ?શર્વરી તારે પર્સીની ક્લોઝ જવાનુ હતુ એની બદલે તે ઇશાનને એની સાથે ક્લોઝ થવા દીધો અને હવે પર્સી સરસ રીતે ઇશાનનો યુઝ કરી રહ્યો છે, CONT..106