Page:-107
અને મોઢું ધોયું અને પછી અરીસામાં પોતાની જાતને જોઈ રહી..ના ના પર્સી કીલર નથી કદાચ ધોખો કરી શકે પણ ઇશાનએ મારી ના શકે..એમ કરીને શર્વરીએ પોતાની જાતને ધરપત આપી અને વિચાર્યું કે કેટલા પુરુષોને હેન્ડલ કરાવના છે મારે?ચિરાગ ,મિલન ,ઇશાન ,પર્સી બધાને એકસાથે હેન્ડલ કરવાના આવ્યા છે..અને હવે થોડો ડર લાગ્યો પર્સીથી એને ચાર પાંચ પુરુષોને એકસાથે હેન્ડલ કરવામાં આમ તો કોઈ પ્રોબ્લેમ શર્વરીને ક્યારેય નોહતો આવતો પણ આ બધા એકબીજા સાથે કનેક્ટેડ છે, અને બધા જ હિન્દુસ્તાનના મોટા મોટા માથા છે એટલે બહુ સાચવી સાચવી ને રમવુ પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ હતી શર્વરી માટે..હવે શું કરવુ પર્સીની તરફ જતા રેહવું અને ઇશાનનું જે થવું હોય એ થાય કે પછી દસ કરોડ લઇને અટકી જવું અને શાંતિથી બીજુ કઈક કરવુ..!! શર્વરીને કઈ જ સમજાયુ નહિ.. છેવટે બહાર જઈને હવે આ ટોપિક પર આગળ વધારે વાત નથી કરવી અને મિલન જે કહે તે સાંભળી અને ચુપચાપ ઘરભેગા થઇ જવું એવા નિર્ણય સાથે શર્વરી વોશરૂમની બહાર આવી અને ડીનર માટે ટેબલ પર ગઈ..ડીનર માટે ટેબલ પર આવીને શર્વરીએ સીધો જ ગીફ્ટ સીટીનો ટોપિક કાઢ્યો જીજુ મેં રીનાને અમેરિકા વાઇબ્રન્ટના ડોક્યુમેન્ટ્સ મેઈલ કરી દીધા છે ,પણ એક મોટો પ્રોબ્લેમ છે બધા જ રૂપિયા એમાં ઓફિશિઅલ જોઇશે અને આપણે અહીંથી જો અમેરિકામાં રીનાના એકાઉન્ટમાં જો સો કરોડ રૂપિયાનો હવાલો નાખીશું તો પછી રીના પણ ત્યાં અમેરિકામાં ભરાઈ જશે, લગભગ ૬૦ ટકા ટેક્ષ રીના પાસેથી અમેરિકન સરકાર લઇ જશે..મિલન ઝીણી આંખે બોલ્યો તું હોમવર્ક સરસ કરે છે શર્વરી, એનો રસ્તો મેં કર્યો છે ,તારે અત્યારે તારા હસબંડ જોડે કેવું છે ?ડિવોર્સ તું ખરેખર લેવાની છે? પર્સી અને ઇશાન બનેમાંથી કોણ એ નક્કી ના કરી શકેલી શર્વરીએ ગોળગોળ કીધું ઈચ્છા તો છે પણ મારા દીકરાને લીધે હું અટકી જાઉં છું.. મિલન સમજી ગયો કે શર્વરી સ્ટોરી કરી ગઈ છે ડિવોર્સની ..મિલન બોલ્યો ઓકે ચલ એક કામ કર હું તને કાલે બીજા બધા ડોકયુમેન્ટસ આપીશ,આપણે અત્યારે તારા હસબંડ ના નામે એક ઇન્વેસ્ટમેન્ટ કંપની અને એનું બેંક એકાઉન્ટ મોરેશિયસ માં ખોલી નાખીએ છીએ ,એ મોરેશિયસ ની કંપની રીનાને અમેરિકામાં લોન આપશે અને રીના એ રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે વાઈબ્રન્ટમાં એમઓયુ કરશે અને એમાંથી ગીફ્ટ સીટીનો એક ફ્લોર રીનાના નામે લઈશું.. શર્વરી બોલી પરફેક્ટ જીજુ પણ મોરેશિયસની કંપની મારા સસરાના નામે ખોલીશું મારા હસબંડના નામે નહિ ,તમને વાંધો નાં હોય તો? CONT..108