Page:-108
મિલન ભવા ઉલાળીને બોલ્યો શું ફર્ક પડે છે મને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ બધી ઓથોરીટી તારી પાસે રેહશે અને હા શર્વરી આ મોરેશિયસની કંપની અને એનુ એકાઉન્ટ ખાલી આ જ ટ્રાન્ઝેક્શન પુરતું નહિ રહે,પછી પણ મારે એ જોઇશે જ આ તો હજી શરૂઆત છે ,અને હા બીજી વાત તારા માટે સારી વાત છે મેં તને પેહલા ગોવામાં કીધું હતું એમ મોરેશિયસની આ કંપનીમાં થનારા દરેક ટ્રાન્ઝેક્શન ના બે ટકા હું તને દલાલી પેટે આપીશ, પણ તારે એમાં બહુ જ ધ્યાન રાખવાનું છે ,મોરેશિયસની કંપનીના ડેટા તારે એક અલગથી જુદા લેપટોપથી ઓપરેટ કરવા પડશે, અને એ લેપટોપમાં એક બાયોમેટ્રીક્સ ચીપ લાગેલી હશે એટલે તારી ફિંગરપ્રિન્ટ અને આંખો સ્કેન કર્યા વગર એકપણ રૂપિયો મોરેશિયસની કંપનીમાંથી બીજે ક્યાય પણ ટ્રાન્સ્ફર નહિ થાય,અને તારે હમેશા પ્રોક્સી સર્વરથી જ એ લેપટોપમાંથી લોગ ઇન થવું પડશે..બે ટકાની દલાલી અને આટલું બધું હાઈટેક અને સેઈફ ઓપરેશન જોઇને શર્વરી એકદમ ઉત્સાહમાં આવી ગઈ અને બોલી ઓકે જીજુ મને કોઈ પ્રોબ્લેમ નથી, સારુ તો ચિરાગને કહી દે કે કાલે એને મોરેશિયસના બેંક એકાઉન્ટ અને કંપનીની ડીટેઇલ મળી જશે અંને એમાં મારા પચાસ અને જો તું ઈચ્છે તો તારા દસ કરોડ પણ એમાં બર્લિનથી નખાવી દેજે.. શર્વરી ખુશ ખુશ થઇ ગઈ અને પર્સી અને ઇશાનને ભૂલી અને આવતીકાલે ચિરાગને કેમ હેન્ડલ કરવો એ વિચારતી રહી..મિલન સાથે બાકીની બધી વાતો પતાવી અને દસેક વાગ્યે શર્વરી એના ઘરે ગઈ..શર્વરી પથારી પડી અને એને ઈચ્છા થઇ કે ઇશાન શું કરે છે લાવ ફોન કરી જોઉં પણ એ તો પર્સી જોડે પાર્ટીમાં ગયો હશે એટલે દારૂ ઠોકીને એ અને પર્સી પડ્યા હશે નશામાં એ વિચારે ફોન એ ફોન કરતા અટકી ગઈ.. શર્વરી પથારીમાં પડી હતી અને ચિરાગ નો વોટ્સ એપ આવ્યો આઈ લવ યુ સરૂ..શર્વરી ઓફલાઈન ના થઇ એણે સામી એક સ્માઇલી મોકલી અને પછી ઓફલાઈન થઇ..ચિરાગ દિલ્લીમાં શર્વરી જોડે કાલ ની બપોર કેવી જશે એ વિચારતો હતો અને થાકેલી શર્વરી પર્સીના વિચાર કરતી ઊંઘી ગઈ..પણ રાત હજી બાકી હતી.. લગભગ રાતના બે અઢી વાગ્યા હતા અને મિલનનો ફોન આવ્યો શર્વરી જલ્દી સાલ હોસ્પિટલ પોહચી જા એકદમ જલ્દી, પર્સી અને ઇશાનનો ભયાનક એક્સીડેન્ટ થયો છે, મિલનના અવાજમાં સેહજ ધ્રુજારી હતી,એટલે શર્વરીએ પૂછ્યું બંને જણા જીવે તો છે ને? મિલને કીધું હા હું અહિયા હોસ્પિટલમાં જ છુ તું જલ્દી આવ મીડિયા આવી રહ્યું છે.. CONT..109