Page:-109
શર્વરીએ પિયુષને જગાડ્યો જીન્સ ટીશર્ટ પેહરી પોતાના ક્રેડિટકાર્ડસ અને બે ત્રણ લાખની કેશ ઘરમાં પડી હતી એ પર્સમાં નાખી અને ફટાફટ ગાડીમાં સાલ હોસ્પિટલ પોંહચી..હોસ્પિટલની બહાર મીડિયાની ઓબી વાન અને પોલીસનો જમઘટ જામી ગયો હતો શર્વરીને અંદર પોહચતા તકલીફ પડી એણે પીયુષને બહારથી જ ઘેર રીક્ષામાં રવાના કરી દીધો.. શર્વરી મિલન પાસે પોહચી .. આઈસીયુની બહાર મિલન ઉભો હતો સતત ફોન પર વાતો કરતો હતો ,એણે શર્વરીને કીધું ચલ અંદર..એક બીજા મોટા રૂમમાં એ શર્વરીને લઇ ગયો ..શર્વરી કઈ પૂછે એ પેહલા મિલને ચાલુ કર્યું બંને જણાએ ખુબ દારુ પીધો હતો અને પછી રેસિંગ કરવા નીકળ્યા હતા ,પર્સીની જોડે એનો કોઈ કલાસમેટ હતો અને એના બાપ ની ટુ સીટર કન્વર્ટીબલ હતી ,એ બે છોકરા પણ બીજી ગાડીમાં હતા,ઇશાન પાછળની ગાડીમાં હતો પર્સી અને એનો ફ્રેન્ડ કન્વર્ટીબલમાં હતા, પર્સીની સાથે કન્વર્ટીબલમાં એનો જે ફ્રેન્ડ હતો એ તો નહિ બચે ,ઇશાન અને બીજો છોકરો જે ગાડીમાં હતો એ ગાડી પણ સારી એવી ડેમેજ છે પણ એ બંને સેઈફ છે..તું ઇશાન અને એ છોકરો બંને ને હેન્ડલ કર,પોલીસ અને ફોરેન્સિક ને હું જોઈ લઉં છું પર્સીને ન્યુરોલોજીકલ ઇન્જરી છે, તું ઇશાન જોડે જા અને વાત કર અત્યારે એ કશું બોલવાની હાલતમાં નથી ,જહાંગીર કાવસજી અને મેહરાન ખંભાતા એમના જેટમાં અમદાવાદ આવવા નીકળ્યા છે ગમે ત્યારે અહિયાં આવી પોહચશે..જોડે એક એર એમ્બુલન્સ પણ ડોક્ટરની ટીમ લઈને બોમ્બેથી આવે છે,તું ઇશાનનું મોઢું ખોલાવ અને શું થયું હતું એ એકચ્યુઅલી જાણી લે, શર્વરી દોડીને જે રૂમમાં ઇશાન હતો તે રૂમમાં પોહચી,ઇશાનને માથે મોટો પાટો બાંધેલો હતો આંખ સૂજેલી હતી અને હોઠ ફાટી ગયો હતો..હાથ પર નાનું પ્લાસ્ટર જેવું કઈક મારેલું હતું..શર્વરી એની પાસે ગઈ ઇશાન એને ચોંટીને રડવા માંડ્યો એના ગળામાંથી અવાજ પણ નોહતો નીકળતો શર્વરીએ શાંત કર્યો અને પાણી પીવડાવ્યું બોલ શું થયું હતું ? ઈશાને ધીમા અવાજે બોલવાનું ચાલુ કર્યું ..પર્સીનો ફ્રેન્ડ અમને લેવા આવ્યો હતો અને અમે રાંચરડા એક ફાર્મ પર ગયા ત્યાં પાર્ટી કરી, પછી એના ફ્રેન્ડે એની ટુ સીટર કન્વર્ટીબલ કાર એના ફાર્મના ગરાજ માં પડેલી હતી એ બતાડી, પર્સીને કન્વર્ટીબલ કાર ચલાવવાનું મન થઇ ગયું એટલે પર્સી અને એનો ફ્રેન્ડ એ કન્વર્ટીબલમાં બેઠા હું અને બીજો એક છોકરો પાછળ બીજી ગાડીમાં લગભગ ઓડી હતી એ, અમે એ ઓડીમાં બેઠા.. હાઇવે પર તો પર્સી કન્ટ્રોલમાં કન્વર્ટીબલ ચલાવતો હતો CONT..110