Page:-110
પણ પછી સિંધુ ભવન વાળા આરસીસી રોડ પર આવી અને પર્સીએ એકદમ સ્પીડ પકડી અને લગભગ અડધી મીનીટમાં તો ૧૮૦ કિલોમીટરની સ્પીડ પર પર્સી આવી ગયો ,મારી ગાડીવાળા છોકરાએ પણ પર્સીને ચેઝ કરવા પાછળ ભગાવી અને અમારી સામે પર્સી એ જ સ્પીડે પકવાન ચાર રસ્તાથી લેફ્ટ ટર્નીંગ પર એની ગાડી વાળી, ગાડી ડાબી બાજુ વળતી વખતે એના ટાયરમાંથી આગ અને ધુમાડા કાઢી ગઈ હતી અને પર્સી પકવાન વાળા અન્ડર ગ્રાઉન્ડમાં રોડમાં ઉતરી ગયો, અમે એનાથી બહુ જ પાછળ રહી ગયા હતા બે ચાર દસ સેકંડમાં અમને જોરદાર મોટો ધડાકો સંભળાયો એટલે મારી ગાડીવાળા છોકરાએ ગાડી પર્સીની ગાડી પાછળ અન્ડર પાસમાં ભગાવી અને ત્યાં થોડેક આગળ ગયા ત્યારે અમે અન્ડર પાસમાં જોયું તો એક માણસ આખો સળગતો ચાલતો અમારી સામે આવતો હતો, અને મારી ગાડીવાળો છોકરો એ સીન જોઈને ડરી ગયો અને અન્ડરપાસના ડીવાઈડર પર અમારી ઓડી ઠોકી દીધી.. હું પણ ડરી ગયો હતો એ સળગતા ચાલતા માણસને જોઈને ,પણ પછી જેમ તેમ કરીને ઓડીમાંથી બહાર નીકળીને અમે બંને કન્વર્ટીબલ પાસે પોહચ્યા ,બંને એરબેગ ખુલી ગઈ હતી અને એક અલ્ટો સાથે કન્વર્ટીબલ અથડાઈ અને મારુતિ અલ્ટો સળગી ગઈ હતી, અલ્ટોમાં ચાર માણસો હતા બધા જ સળગી અને મરી ગયા હતા,પેલો સળગતો માણસ એમાંથી જ બહાર આવ્યો હતો ,અલ્ટો રોંગ સાઈડમાંથી અન્ડરપાસમાં આવતી હતી..અમે પર્સીને કન્વર્ટીબલ કારમાંથી બહાર કાઢવાની કોશિશ કરી પણ ના નીકળ્યો, ત્યાં આઠ દસ બીજી ગાડીઓ અને લગભગ ત્રીસ ચાલીસ છોકરાઓનું ટોળું આવી ગયું .છેવટે પાંચ દસ મિનીટમાં પોલીસ અને એમ્બ્યુલન્સ આવી ગઈ પોલીસે એરબેગ ફાડી અને સ્ટીયરીંગ અને સીટની વચ્ચેથી ફસાયેલા પર્સી અને એના ફ્રેન્ડને કન્વર્ટીબલ કારમાંથી બહાર કાઢ્યા અને અમને ચારે ને અહિયાં હોસ્પિટલ લઇ આવ્યા..આટલુ બોલતા ઇશાન હાંફી ગયો હતો અને ઈશાને એકદમ જ નાના બાળકની જેમ પોક મૂકી મને જામનગર જતા રેહવું છે સરૂ મારે હવે અહિયાં નથી રેહવું..મને મારી માં હામભારે છે ..શર્વરી એ પાણી આપ્યું અને કીધું છાનો રહી જા અને તે કોઈ વાત પોલીસને કરી છે? ઈશાને ના પાડી, સારુ તો રડ્યા વિના સુઈ જા તું હું આવું છું..શર્વરી રૂમની બહાર ગઈ મિલન બહાર ઉભો હતો શર્વરી બોલવા ગઈ..એને બોલતી અટકાવી અને મિલન બોલ્યો મેં સાંભળી લીધું છે બધું અને ટીવી પર એમને બચાવવા ગયેલા પેલા બધા છોકરાઓના ઈન્ટરવ્યુ ચાલુ થઇ ગયા છે, CONT..111