Page:-111
ચાર માણસો મરી ગયા છે અને પર્સીનો ફ્રેન્ડ જેની એ કન્વર્ટીબલ ગાડી હતી એ પણ મરી ગયો હમણા, એટલે હવે તો પર્સીને આ કેસમાંથી બહાર કાઢવો મુશ્કેલ થઇ જશે.અને ગાડીની સ્પીડ ૧૮૦ કિલોમીટરની હતી એ પ્રૂવ થાય તો પર્સી ગયો અંદર જેલમાં..શર્વરી બોલી સ્પીડોમીટર બદલી નાખો અત્યારે જીજુ..મિલનને એ સજેશન દિમાગમાં ઉતરી ગયું.. મિલન અને શર્વરીની વાત ચાલતી હતી ત્યાં જહાંગીર કાવસજી અને મેહરાન ખંભાતા આવ્યા મિલન જાણે શર્વરીને ઓળખાતો જ ન હોય એમ સીધો શર્વરીને મૂકી અને એમની તરફ દોડ્યો.. મેહરાનએ પૂછ્યું પર્સી સેઈફ છે ? મિલને કીધું હા ન્યુરોલોજીકલ ઇન્જરી છે રીકવર થતા વાર લાગશે. તરત જ બીજો સવાલ બોમ્બે લઇ જવાશે? મિલને કીધું ના પોલીસ અને કોર્ટ પરમીશન આપે પછી જ હવે પર્સીથી ગુજરાત છોડાશે ,મેહરાન ખંભાતાએ ડોળા કાઢીને જહાંગીર કાવસજીની સામે જોયુ.. જહાંગીર કાવસજી બોલ્યા વાર લાગશે મેહરાન એકદમ નહી થાય..મેહરાનએ કીધું વધારે વાર લાગે એવું હોય તો અહિયા શાહીબાગમાં મારી માઈ ના બાવાનો બંગલો છે, એ ખોલી નાખો અને પર્સીને ત્યાં શિફ્ટ કરો હોસ્પિટલ અને હોતિલમાં બહુ ના પડી રેહવાય ખોટા ખર્ચા કરવાનો મતલબ નથી..મેં તને પેહલા જ કીધું હતું કે એરએમ્બ્યુલન્સની પણ જરૂર નથી ,પછીથી બોમ્બેથી ડોકટર ઉદવાડીયાને મોકલી દેત તો પણ ચાલતે..મિલન સેહજ આડું જોઈ ગયો ..અબજો રૂપિયાની માલકણ મેહરાન ખંભાતા એની કંજુસી માટે જાણીતી હતી, એને અત્યારે એનો દીકરો મરતા મરતા બચ્યો એની ફિકર નોહતી પણ ખર્ચા કેટલા થશે એની વધારે ચિંતા હતી..જહાંગીર કાવસજી આ બધી વાતોથી ટેવાયેલા હતા ,છેવટે એ લોકો પર્સીના રૂમમાં ગયા અને પાંચ મિનીટમાં બહાર આવ્યા.. જહાંગીર કાવસજીએ કીધું થેન્ક્સ ફોર એવરીથીંગ મિલન ,અમે હવે બોમ્બે જઈશુ પર્સીના માટે કેર ટેઈકર મોકલુ છું અને બાકીનું બધું મારી પીએ જોઈ લેશે..મિલન માટે આટલો ઈશારો કાફી હતો ,એ તરત જ હોસ્પિટલ છોડી અને નીકળી ગયો..એની પાછળ જ મેહરાન અને જહાંગીર કાવસજી પણ નીકળી ગયા..શર્વરીને કશી સમજણ જ ના પડી કે શું થયુ ? ફક્ત દસ મિનીટમાં મેહરાન ખંભાતા અને જહાંગીર કાવસજી હોસ્પિટલ છોડીને પણ જતા રહ્યા અને મિલન પણ જતો રહ્યો ?મિલન ને જતો જોઈને શર્વરીને થયું કે જો મિલન જતો રેહતો હોય તો મારે અહિયા વધારે રોકાવાનો મતલબ નથી..અને એ વિચારે એણે પણ ઘરે જવા માટે પગ ઉપાડ્યા પણ ક્યાંક દિલમાં બેઠેલો ઇશાન યાદ આવ્યો એટલે એ ઇશાનના રૂમમાં ગઈ CONT..112