Page:-112
અને ઇશાન ને કીધું જે કઈ બોલે એ સાચુ બોલજે અને ધ્યાન રાખી ને બોલજે જો વધારાનું કઈ બોલી ગયો તો પછી હું તને નહિ બચાવી શકું..હું અત્યારે જાઉં છુ કાલે કદાચ મળવા આવીશ અત્યારે તારા ફોનથી લઈને બધું જ ટેપ થતું હશે..તને જે પ્રમાણે કાયા માંથી માણસો આવે અને જે કહે એ પ્રમાણે કરજે. એટલું બોલીને શર્વરી જતી રહી..ઘરે પોહચી રાતના સાડા ત્રણ થયા હતા શર્વરી વિચારતી રહી મને મિલને કેમ બોલાવી ? અને બોલાવી તો પછી એ પણ કેમ જતો રહ્યો ?અને મને કીધા વિના જતો રહ્યો ? સવારે ઉઠી અને ઇશાનને ફોન લગાડ્યો થોડી વાત કરી શકે એવી હાલતમાં આવ્યો હતો એ, કાયા ઓટોમાંથી બે ત્રણ જણા આવ્યા હતા અને એમણે શીખવાડ્યું એ પ્રમાણે ઈશાને જજની સામે અને પોલીસમાં બયાનો આપી દીધા ..શર્વરી તૈયાર થઈને પોતાની બ્રાંચ ઓફીસ પર પોહચી અને એણે સિલ્વારાજને ફોન કરી અને રાતની એકસીડન્ટવાળી આખી ઘટના જણાવી સિલ્વારાજ એ કીધું ઇશાન માટે હવે કોઈ નિર્ણય લેવો પડશે એને પર્સીની સાથે એને ફરી નહિ રખાય .. શર્વરી પણ એગ્રી થઇ ગઈ એમની સાથે અને શર્વરીએ ફોન મુક્યો અને ચિરાગ નો ફોન આવ્યો હું આવી ગયો છું સરૂ.. શર્વરીએ કીધું હા આપણે મળીએ છીએ..પણ થોડા વેહલા એક વાગ્યે.. ચિરાગ બોલ્યો ઓહ માય માય..અત્યારે જ આવને સરૂ ડાર્લિંગ.. શર્વરી એ કીધું ટ્રાય કરું છું ચલ બાય ,ચિરાગ બોલ્યો બહુ તડપાવ નહિ સરૂ..જલ્દી આવી જા..શર્વરીનું મન પણ કામમાં લાગતું નોહતુ એને ગઈકાલ રાતની આખી ઘટના સમજવામાં હવે ચિરાગની મદદ લેવી હતી..મિસ્ટર ચઢ્ઢા વાળી વાત હવે ગૌણ થઇ ગઈ હતી ,એટલે એને પણ બને તેટલા ઝડપથી ચિરાગ પાસે પોહચી જવું હતું છેવટે જેમ તેમ લંચ પતાવી અને શર્વરી હોટેલ સાઉથ એન્ડ મીઠાખળીના એ જ કમરામાં પોહચી ગઈ, જેવી શર્વરી રૂમમાં એન્ટર થઇ એવી તરત જ ચિરાગે શર્વરીને એના બાહુપાશમાં જકડી લીધી શર્વરીએ કોઈ જ વિરોધના કર્યો અને ચિરાગના શરણે થઇ ગઈ..ચિરાગના બદનની જાણીતી ખુશ્બુ શર્વરીને સેહજ અકળાવતી હતી , ક્યારેક આ જ ખુશ્બુને માટે એ દિલથી તડપતી હતી અને પછી આ જ ખુશ્બુ ને હદ બહારની નફરત શર્વરી કરતી હતી..શર્વરી બોલવા ગઈ ચિરાગ મારે તને એક વાત કેહવી છે..ચિરાગ ધીમા અવાજે શર્વરીના બદનને ચૂમતા ચૂમતા બોલ્યો બધું પછી આટલા વર્ષે મને મારી સરૂ મળી છે..લગભગ કલાક એકના સહવાસ પછી ચિરાગ હોશમાં આવ્યો અને પથારીમાં પડ્યા પડ્યા જ શર્વરીને આગોશમાં રાખીને બોલ્યો હવે બોલ સરૂ શું થયું .. કાલે રાત્રે ઇશાન અને પર્સીનો .. CONT..113