Page:-113
ચિરાગ બોલ્યો મને ખબર છે મેં ન્યુઝ ચેનલ પર દિલ્લી એરપોર્ટ પર જોયું અને મિલન દવેનો ફોન આજે સવારે જ મને આવી ગયો.. શર્વરી ભડકી મિલનનો તને શું ફોન આવ્યો ?ડાર્લિગ ધીરજ રાખ હું તને બધું કહીશ તું મારાથી ભલે ગમે તે છુપાવે હું નહિ છુપાવુ ..એ એકસીડન્ટવાળી કન્વર્ટીબલ ગાડીનું સ્પીડોમીટર બદલવાનું છે અને એ ગાડી જર્મન છે એટલે એ કામ બર્લિનથી મારે કરવાનું છે સમજી..? શર્વરી બોલી હા મેં જ મિલનને આઈડિયા આપ્યો હતો..ચિરાગ બોલ્યો સ્માર્ટ લેડી થોડી દુર રેહજે મિલનથી વધારે અંદર ઘુસી તો તુ ગઈ કામથી શર્વરી બોલી એટલે..? મિલન કોઈ મોહરું શોધે છે જેના નામે એ એના રૂપિયા સેટ કરી શકે..શર્વરી બોલી તને કેવી રીતે ખબર? એ જે રીતે અને સ્પીડમાં તારી જોડે રીલેશન ડેવલોપ કરી રહ્યો છે એ ઉપરથી બીજું કઈ હોઈ જ ના શકે..શર્વરી બોલી મિલને કીધુ છે કે સાહીઠ કરોડ તારે મોરેશિયસની એક બેંકમાં બર્લિનથી ટ્રાન્સફર કરવાના છે.. ચિરાગ બોલ્યો પચાસની વાત હતી , શર્વરી બોલી દસ મારા પણ એમાં આવી ગયા ચિરાગ બોલ્યો તું ભૂલ કરે છે સરૂ ..એક જ ટોપલીમાં બધા ઈંડા ના મુકીશ દુઃખી થઇ જઈશ..પાંચ ત્યાં રાખ અને પાંચ અહિયાં જમીનમાં ઇન્વેસ્ટ કરી નાખ સરૂ ડાર્લિંગ..બાય ધ વે આ ઇશાન નામનું બાળક ક્યાં સુધી તારે રમાડવું છે ? તું સીરીયસ છે એના માટે ?શર્વરી કઈ બોલી નહિ એટલે ચિરાગએ કીધું પરણવાની છું એને? એ ભૂલ ના કરતી સરૂ એ બાળક ઓવર પઝેસીવ છે..એના કરતા પીયુષને પકડી રાખ બિચારો કેટલા વર્ષોથી આ હોટેલ સાઉથ એન્ડમાં કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વિના તને લેવા મુકવા આવે છે.. ચિરાગએ ઇશાન માટેનું એનું સ્ટેન્ડ બદલી નાખ્યુ ..! શર્વરી એકદમ પલંગમાંથી ઉભી થઈને કપડા લેવા ગઈ ચિરાગએ એને ખેંચી અને ફરી એને બેડમાં નાખી, એમ આટલા વર્ષની તરસ એકવારમાં થોડી..અને તું ઇશાન જોડે ભૂલ ભૂલથી પણ પરણી ગઈ તો ફરી આ મોકો મને ના મળે સરૂ ડાર્લિંગ.. સાંજ સુધી ચિરાગ શર્વરીને ભોગવતો રહ્યો અને દસ કરોડ માટે શર્વરી એને કો-ઓપરેટ કરતી રહી..ચલ એક કોફી સરૂ ? શર્વરીને હા પાડ્યા સિવાય છૂટકો નોહતો હજી તો ઘણી બધી વાતો ચિરાગ પાસે ક્લીયર કરવાની હતી.બંને શર્વરીની ગાડીમાં બેઠા ચિરાગએ કીધું યાદ કર સરૂ તારી પેહલી ગાડી.. શર્વરી બોલી તું હરામખોરી કરી ગયો હતો મારી સાથે, કરોડો તું ખાઈ ગયો અને મને પાંચ લાખમાં સમજાવી ,આખી રાત ની રાત સાલો એ ડોક્ટર મને.. ચિરાગ બોલ્યો સરૂ ડાર્લિંગ એ જ તો તારે શીખવાનું છે ને, CONT..114