Page:-115
ચિરાગ આગળ બોલ્યો ચલ સરૂ પ્રોમિસ તારા મજુરી ના દિવસો પૂરા હવે જે કઈ કરીશું એ પાર્ટનરશીપમાં ,તું મારી લાઈફ પાર્ટનર તો ના થઇ પણ બીઝનેસ પાર્ટનર થઇ જા ચાલ.. શર્વરી બોલી ચિરાગ કદાચ હું તારી લાઈફ પાર્ટનર થઇ હોત તો તું મારી પાસે આ બધું? ચિરાગ બોલ્યો સરૂ ડાર્લિંગ આપણે ફેન્ટસીની અને સપનાની દુનિયાથી હવે ઘણા આગળ નીકળી ચુક્યા છીએ એટલે ઇન ફ્યુચર તું મને આવા ,કદાચ, જો ,અને તો એવા બધા સવાલો ના કરીશ,અને કરીશ તો હું તને જવાબ નહિ આપી શકુ,પણ તું મારી સાથે આવી જા સીડીઆઈસી ને માર ગોળી અને તારે જો ઇશાનને જોડે લઇને આવવું હોય તો આવતી રહે મોજ કરીશુ ,ખરેખર કહું છું દસ કરોડ નહિ સો બસ્સો કરોડમાં રમતી કરી દઈશ તને. શર્વરી માટે આ એક નવી સિચ્યુએશન આવી હતી, એટલે એણે વિચારવા માટે સમય માંગ્યો..ચિરાગ હું પેહલા થોડુ વિચારું આ વાત પર, પછી તને જણાવુ અને સીડીઆઇસી છોડતા પેહલા એના પાસેથી મારા બાકીના ઇન્સેન્ટીવ લેવા પડશે મારે અને મિલનનું કામ પણ પતાવવું પડશે પછી જ આગળ જવાશે.. ચિરાગએ કીધું ઓકે વિચાર કર પણ પોઝીટીવ રેહજે અને ભરોસો કરજે.. ચલ કાલે તું કહે એ એકાઉન્ટમાં સાહીઠ કરોડ મોકલી દઈશ.. શર્વરી બોલી એક કામ કર પાંચ અહિયાં જ આપજે પેલા ક્રિશ્ના બિલ્ડરને પહોચાડજે ..ચિરાગની આંખમાં ચમક આવી ગઈ ઓહો શું વાત છે હજી એ ક્રિશ્ના વાળા ડોસાની જોડે બપોરની બે વાગ્યાની ચા પીવા જાય છે તું ? શર્વરી હસીને બોલી હા ,પણ હવે એનો છોકરો ચા પીવે છે.. ચિરાગ ખડખડાટ હસીને બોલ્યો તું ગજબ છે સરૂ બાપ દીકરા બંનેને ચા પીવડાવી તે..!! શર્વરી હસીને બોલી તે જ શીખવાડ્યું છે જેને જે ખાવું પીવું હોય તે જ આપવું ખોટા કોઈને ટેસ્ટ બદલવાની મેહનત આપડે નહિ કરવની..ચિરાગ બોલ્યો ઓહો ..તારી યાદદાસ્ત તો બહુ જોરદાર છે આ ડાયલોગ તો આપણી પેહલી નોકરીનો છે..બંને જણા વાતો કરતા રહ્યા અને શર્વરીના મોબાઈલમાં મિસકોલ ના ઢગલા થઇ ગયા હતા લગભગ અડધો અડધ મિસકોલ ઇશાનના હતા..પણ મોબાઈલના સ્ક્રીન પર મિલન દવે ઝબકયો હવે ફોન ઉપાડયા વિના છૂટકો જ નોહતો.. ઉભી થઇને ફોન લીધો બોલો જીજુ..પેલા ઇશાન જોડે વાત કરી લે તું શર્વરી એ અને પર્સી હોસ્પિટલમાંથી ઘેર જવા ગાંડા થયા છે બંનેને શાહીબાગવાળા બંગલે કાલે શિફ્ટ કરી દે અને હોટેલ મેરીયટની રૂમનું ચેક આઉટ કરી એમનો સામાન તું શાહીબાગ જવા દે ,મેહરાનએ એના નાનાજી નો બંગલો ખોલાવી નાખ્યો છે..અને અત્યારે હોસ્પિટલ એક ચક્કર મારતી આવજે.. CONT..116