Page:-116
પછી રાત્રે તું મને મળજે શર્વરીએ સારુ કહીને ફોન મુક્યો..કોફી શોપમાં બેઠેલી શર્વરીએ ચિરાગને પૂછ્યું ચિરાગ તે મિસ્ટર ચઢ્ઢાને કેમ ત્રોમ્પોલીમાં હાયર કર્યો ? ચિરાગ બોલ્યો સરૂ એક વાત સમજ તારા સિલ્વારાજ અને સીડીઆઈસી ને એનાથી પ્રોબ્લેમ છે તો હું શું કરવા એને હાયર ના કરું ? આટલો સીનીયર માણસ, જે વર્ષોથી એક જ ફિલ્ડમાં રહ્યો છે અને સીડીઆઈસી ના તો પાયામાંથી જોડે છે એને તારા સિલ્વારાજ એ કાઢી મુક્યો ..મુરખો છે તારો સિલ્વારાજ હું નહિ ,મેં તો પેલી ડાયના રોચાને પણ કીધું છે કે આવી જા પણ એને જયેશ પારેખ ચોંટેલો છે,પણ ડાયના રોચા કરતા તું હોશિયાર નીકળી સરૂ..! શર્વરી બોલી આજે વાતે વાતે તું મને કેમ હોશિયાર બનાવી રહ્યો છે..? એટલા માટે કે ડાયેના એકલા જયેશ પારેખને પકડીને બેઠી રહી અને તે સમય સમય પર મને પકડ્યો છોડ્યો અને પાછો પકડ્યો.. શર્વરી બોલી એક્સ્યુઝ મી ચિરાગ હજી મેં ત્રીમ્પોલી જોઈન નથી કરી ..ચિરાગ બોલ્યો કરી લઈશ મને ખબર છે હવે તુ મારાથી દુર બહુ ના રહી શકે સરૂ ડાર્લિંગ..શર્વરીએ કીધુ રાત્રે વોટ્સ એપ કરું છું એકાઉન્ટ ડીટેઇલ અને હવે આપણે છુટા પડીએ .ચિરાગ બોલ્યો ફરી ક્યારે ? શર્વરી કપાળ પર હાથ ફેરવી બોલી કિસ્મતમાં હશે ત્યારે..એટલું બોલી શર્વરી ઉભી થઇને કોફી શોપની બહાર ગઈ ગાડી ચાલુ કરી અને સાલ હોસ્પિટલ ગઈ.. સાંજના સાડા પાંચ થયા હતા બહુ ભીડ હતી ઇશાનના રૂમમાં ગઈ પર્સીની રૂમની બહાર પોલીસ પેહરો હતો.. ઇશાન શર્વરીને જોઇને ફ્રેશ થઇ ગયો એના મોઢા પરના સોજા ઉતરી ગયા હતા ખાલી એક નાનકડું ડ્રેસિંગ જ હતું એના માથામાં શર્વરીને જોઇને થોડા ગુસ્સાથી બોલ્યો તું કેમ ફોન નથી લેતી? શર્વરી બોલી બીઝી હતી બોલ શું થયું ? મને ઘરે જવું છે ..આ લોકો મને છોડતા નથી, મને તો એવું કાઈ જ નથી વાગ્યું,હમણા ઓલી નર્સ કહી ગઈ કે તમે તો આઉટ ડોર પેશન્ટ છો તમને ખોટા પકડી રાખ્યા છે.આટલી પાટાપીંડી તો મારા જામનગરના ડોક્ટર પણ કરશે ,મારે અહીંથી આજે જાઉં છે બસ.. માણસને દુઃખ આવે એટલે માં નો ખોળો પેહલો સાંભરે અને એ નિયમે ઇશાનને એનું ઘર યાદ આવ્યું હતુ, ઇશાન આગળ બોલ્યો અને સરૂ જો અંદરથી પેલો પર્સીડો મારા નામની રાડો નાખે છે.. ઇશાન એકદમ જ એની ઓરીજીનલ કાઠીયાવાડી બોલી પર ચડી ગયો હતો. શર્વરીએ પૂછ્યુ ..પર્સી કેમ બુમો મારે છે..ઇશાન બોલ્યો પીવી હશે ને ઓલી સિગારેટ..શર્વરીએ પૂછ્યુ તે પીધી ? ઇશાન માથું હલાવી બોલ્યો ના રે ના આહિયા કોણ લાવી આપે ?શર્વરીને થોડી હાશ થઇ કાલે બપોર પછી તને અને પર્સીને હોસ્પિટલમાંથી રજા આપશે. CONT..117