Page:-118
શર્વરીએ કીધું એને ડીસ્ચાર્જ આપ્યો છે અને એના મમ્મી પાપા એને એના ઘરે જામનગર લઇ ગયા..પર્સીના મોઢા પર સેહજ અણગમાના ભાવ તરી આવ્યા એને મનમાં થઇ ગયું મારા માં બાપ તો મને દસ મિનીટ જોઈ આને મુકીને જતા રહ્યા.. અને એની એ ભાવના શર્વરીએ પર્સીના મોઢા પર વાંચી લીધી.. પર્સીએ એનો ડાબો હાથ લાંબો કર્યો અને બીજો જમણો હાથ શર્વરી તરફ લાંબો કરવા ગયો પણ એનો હાથ પ્લાસ્ટર થયેલો હતો અને બેડ જોડે બાંધેલો હતો..એટલે પર્સીએ કીધું શર્વરી મારી પાસે આવને સાડી પેહરેલી શર્વરી પર્સીના બેડ પર બેઠી અને સેહજ પર્સીની ઉપર ઝુકી પર્સી એકદમ ભાવુક થઇ ગયો..શર્વરી નો બડી લવ્સ મી ..એટલું બોલીને પર્સીની આંખમાંથી પાણી નીકળવા માંડયા.. શર્વરી એના કપાળ પર હાથ ફેરવ્યો પર્સીએ એનો હાથ એક હાથથી પકડી લીધો અને ધ્રુસકે અને ધ્રુસકે રડવા માંડ્યો અને બોલતો ગયો શર્વરી આઈ એમ ક્રિમીનલ ,આઈ કીલ્ડ ફાઈવ પર્સન..હું હત્યારો છું મેં પાચ માણસોને મારી નાખ્યા. શર્વરીને થોડી નવાઈ લાગી એણે જે રીતે પર્સીનું મિલન પાસેથી વર્ણન સાંભળ્યું હતું એનાથી તદ્દન વિપરીત જ પર્સીનું બિહેવિયર હતું ,શર્વરી બોલી પર્સી રિગ્રેટ ના કર આટલું બધું ગોડ ઈઝ ગ્રેટ બધું એના હાથમાં છે .. પર્સી બોલ્યો ના શર્વરી કાર નું સ્ટીયરીંગ ગોડ ના હાથમાં નોહતું મારા હાથમાં હતું, મેં સ્પીડીગ કર્યું હતું ગોડ એ નહિ ..શર્વરી બોલી પણ એ ચાર અલ્ટો ગાડીવાળા રોંગ સાઈડમાં આવતા હતા..પર્સી રડતા રડતા બોલ્યો રોંગ સાઈડ પર કારચલાવવી એ એટલો મોટો ક્રાઈમ નથી શર્વરી ,કે જેની સજા મોત હોત હોય ..હું ક્રિમીનલ છું હું હત્યારો છું..શર્વરી મારું એક કામ કરીશ પ્લીઝ શર્વરી બોલી હા બોલ પર્સી મને એ ચાર માણસોના ઘરે લઇ જઈશ મારે માફી માંગવી છે, એ બધાના ઘરના લોકોની પ્લીઝ શર્વરી મને લઇ જઈશ, પર્સી રીતસરની આજીજી કરી રહ્યો હતો, શર્વરીએ કીધું હા ચોક્કસ લઇ જઈશ પણ અત્યારે તું આરામ કર થોડો હરતો ફરતો થઇ જા હજી તારા પગમાં પણ ફ્રેકચર છે, અને તારી પાંસળીમાં પણ ફ્રેકચર છે ,કાલે તને મારે તારા મમ્મીના નાનાજી ના બંગલે અહીંથી શિફ્ટ કરવાનો છે,પર્સીએ શર્વરીનો હાથ પકડી લીધો અને બોલ્યો પ્લીઝ શર્વરી એક પ્રોમિસ કર શર્વરી બોલી શું છે ? તું મને ત્યાં રોજ મળવા આવીશ શર્વરી બોલી હા ચોક્કસ આવીશ પણ અત્યારે તો હું મેરીયટ જાઉં છું, તારો અને ઇશાનનો સામાન ત્યાં છે એ બધું હું શાહીબાગ ના બંગલે મોકલુ છું..પર્સી તરત સેહજ એટેન્શનમાં આવી અને સતર્ક થઇ ગયો અને બોલ્યો શર્વરી રૂમમાં મારી પર્સનલ વસ્તુઓ છે, CONT..119